એક સરળ બ્લડ ટેસ્ટ દ્વારા દસ વર્ષ પહેલાં બીમારી વિશે જાણી શકાશે…

New Blood Test: એક સ્ટડી દ્વારા જાણવા મળ્યું છે કે એક સરળ બ્લડ ટેસ્ટની મદદથી બીમારી થવાના દસ વર્ષ પહેલાં એ વિશે જાણી શકાશે. કોઈ લક્ષણ આવવાના શરૂ થયા હોય એ પહેલાં જ એ બીમારી વિશે જાણી શકાશે. યુકેની બાયોબેન્ક જે બાયોમેડિકલ ડેટાસેટ માટે જાણીતી છે. તેમના દ્વારા અંદાજે 250 અલગ-અલગ પ્રોટીન, સુગર, ફેટ્સ અને લોહીમાં રહેલાં અન્ય કમ્પાઉન્ડને એનાલાઈઝ કરવામાં આવ્યાં છે. આ માટે તેમણે પાંચ લાખથી વધુ વોલન્ટિયરોના સેમ્પલ લીધા હતા. આ સ્ટડી દ્વારા દરેક વ્યક્તિની ફિઝિયોલોજી વિશે ડિટેઈલમાં માહિતી જાણવા મળી છે. આ સ્ટડી દ્વારા ડાયાબિટીસ, હાર્ટને લગતી બીમારી અને કેન્સર જેવી બીમારી વિશે પહેલેથી જાણી શકાય છે.
બીમારી વિશે જાણી શકાશે
બ્લડ સેમ્પલમાંથી લેવામાં આવેલા કોમ્પ્લેક્સ મોલેક્યુલર પ્રોફાઇલમાંથી દરેક વ્યક્તિની ફિઝિયોલોજી વિશે જાણી શકાય છે. એને જ્યારે મેડિકલ રેકોર્ડ અને મૃત્યુના રજિસ્ટ્રેશન સાથે મેળવવામાં આવે છે ત્યારે એમાંથી કઈ બીમારી થઈ શકે છે એ જાણી શકાય છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના પ્રોફેસર ડોક્ટર જોય એડવર્ડ-હિક્સ કહે છે આ ટેસ્ટ દ્વારા કોઈ બીમારીનો ઇલાજ કરવાની જગ્યાએ એને કેવી રીતે થતી અટકાવવી એના પર ધ્યાન આપી શકાય છે.
બીમારી શેનાથી થઈ શકે છે?
યુકેની બાયોબેન્ક અને નાઈટિંગેલ હેલ્થ સાથે મળીને હજારો લોકોના બ્લડ સેમ્પલમાં મેટાબોલાઈટ્સને સ્ટડી કર્યું હતું. એમાં સુગર, એમિનો એસિડ, ફેટ્સ અને યુરિયા જેવી નકામી બાબતનો પણ સમાવેશ થાય છે. આ મેટાબોલિકમાં જો ફેરફાર થાય તો એ કોઈ બીમારી થવા વિશે જાણી શકાય છે. ઉદાહરણ તરીકે લિવર સ્વસ્થ ન હોય તો વ્યક્તિમાં એમોનિયાનું પ્રમાણ વધી શકે છે. કિડનીમાં તકલીફ હોય તો યુરિયા અને ક્રિએટિનિનનું પ્રમાણ વધી જાય છે.
મેટાબોલિક દ્વારા જાણી શકાશે સ્વાસ્થ્ય વિશે
રિસર્ચ ટીમનું માનવું છે કે મેટાબોલિક પ્રોફાઇલના ટેસ્ટથી જે ડેટા અને માહિતી મળે છે એ અન્ય તમામ ટેસ્ટ કરતાં ખૂબ જ મહત્ત્વના હોય છે. મેટાબોલિકમાં જે બદલાવ થાય છે એ જિનેટિક્સ, એન્વાયરમેન્ટ, લાઈફસ્ટાઈલ એટલે કે ડાયટ અને કસરતના કારણે થાય છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ડોક્ટર જુલિયન મુટ્ઝ કહે છે મેટાબોલિક પ્રોફાઇલ કોઈ પણ વ્યક્તિની ફિઝિયોલોજી વિશે માહિતી આપે છે. જિનેટિક્સ હોય કે અન્ય પરિબળોના લીધે એમાં કોઈ પણ બદલાવ થયો હોય તો એ વિશે જાણી શકાય છે. એનાથી બીમારી વિશે જાણી શકાય છે.
આ પણ વાંચો: ગૂગલે એન્ડ્રોઇડ માટે રિલીઝ કર્યું એન્ટી-સ્કેમ ટૂલ, જાણો શું છે…
પાંચ લાખ વ્યક્તિની લેવામાં આવી મદદ
યુકે બાયોબેન્કના પાંચ લાખ મેટાબોલિક પ્રોફાઇલને કારણે રિસર્ચ કરનારને એક અનોખો ફાયદો થયો છે. એના દ્વારા તેમણે એક ટેસ્ટ ડેવલપ કર્યો છે જેનાથી બીમારી થવા પહેલાં એ વિશે જાણ થઈ જશે. ડોક્ટર જુલિયન મુટ્ઝ મુજબ આ પ્રોફાઇલની મદદથી ડિમેન્શિયા વિશે જાણી શકાય છે. તેમને એવી આશા છે કે આ ડેટા દ્વારા તેઓ ન્યુરોડિજનરેટિવ બીમારી વિશે પણ જાણી શકશે.
સ્ત્રી અને પુરુષમાં અલગ મેટાબોલિક રિઝલ્ટ
યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના પ્રોફેસર ડોક્ટર નજફ અમિન કહે છે પાંચ લાખ મેટાબોલિક પ્રોફાઇલ પરથી તેમણે સ્ટડી કરી છે કે પુરુષ અને સ્ત્રીમાં ઉંમરને કારણે કેવી રીતે કેન્સરની બીમારી થવાના ચાન્સ વધે છે. આ ડેટા પરથી સ્ત્રી અને પુરુષ બન્નેમાં તફાવત જોવા મળ્યો છે. રિસર્ચ ટીમ હવે એના પર વધુ સ્ટડી કરશે તેમજ સ્ત્રી અને પુરુષ વચ્ચે કેવી રીતે દવા કામ કરી શકે એ વિશે શોધ કરશે.

