| AI Image |
Caves on Mars: મંગળ ગ્રહને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાં વિજ્ઞાનીઓને આઠ ગૂફા મળી છે. વિજ્ઞાનીઓ ઘણાં વર્ષોથી એલિયન લાઇફ શોધવા માટે મથામણ કરી રહ્યાં છે. આ નવી ગૂફા દ્વારા તેઓ આશા રાખી રહ્યાં છે કે તેમને કોઈ નવી માહિતી જાણવા મળે. નાસાના મિશન ડેટા દ્વારા ચીન અને ઇટાલી ના રિસર્ચર્સ દ્વારા મળીને મંગળ ગ્રહના હેબ્રસ તરીકે ઓળખાતા વિસ્તાર જ્યાં કેન્યન આવેલા છે ત્યાં આ ગૂફા મળી છે. આ કેવ પાણીના પ્રવાહને કારણે પણ बनी હોય એવી પણ શંકા છે અને જો એ સાચું હોય તો ત્યાં પહેલાં જીવન હતું એની પણ માહિતી મળી શકે છે.
ગૂફા બની નેચરલ પ્રોટેક્શન
મંગળ ગ્રહ પર વાતાવરણ ખૂબ જ ખરાબ હોય છે. ત્યાં રેડિએશનની સાથે ધૂળનું તોફાન અને ખૂબ જ ગરમી હોય છે. આથી મંગળ પર રહેવું શક્ય નથી. જોકે આ ગૂફાને કારણે કેટલીક પ્રજાતિઓ એ ગૂફામાં બચી ગઈ હોય એવું વિજ્ઞાનીઓને લાગી રહ્યું છે. આ ગૂફા એક નેચરલ પ્રોટેક્શન તરીકે કામ કરે એવી શક્યતા છે. વિજ્ઞાનીઓ આ માટે હવે આ ગૂફાની અંદર રિસર્ચ કરવા માગે છે. તેમના અનુસાર ત્યાં માઇક્રોબિયલ લાઇફ હોવાના ચાન્સ વધી શકે છે.
ભૂતકાળમાં પાણી હોવાના સંકેત
ચૂનો અને જિપ્સમ જેવા કેટલાક મિનરલ એ ગૂફાની આસપાસ મળી આવ્યા છે. આથી 3.5 બિલિયન વર્ષ પહેલાં ત્યાં તળાવ અથવા તો દરિયો હોવાના સંકેત છે. આથી મંગળ એક સમય પહેલાં ત્યાં રહેવા લાયક હતું એ થિયરી વધુ પ્રબળ બની રહી છે. આ ગૂફાની અંદર એ સમયના બાયોસિગ્નેચર અથવા તો ઓર્ગેનિક મટિરિયલ હોય એવી આશા રાખવામાં આવી રહી છે.
જીવનની શોધમાં વિજ્ઞાનીઓ
રિસર્ચર્સ હવે આ વાતને લઈને થોડા ચિંતિત છે, પરંતુ એટલા જ આશાવાદી પણ છે. જો મંગળ પર પહેલાં જીવન હોત તો એના માટે આ ગૂફા દરેક પ્રકારની મુશ્કેલીથી બચવા માટેનો ખૂબ જ સારો વિકલ્પ છે. પ્રાચીન ઇકોસિસ્ટમના ત્યાં કેમિકલ ટ્રેસ અથવા તો ફોસિલ મળી આવે એવી આશા છે. ભવિષ્યમાં જે પણ રોબોટિક મિશન થવાના છે એ આ ગૂફામાં કરવામાં આવશે એવી ચર્ચા છે. આ ગૂફાના પથ્થરો અને ધૂળને ભેગી કરીને એના પર રિસર્ચ કરવામાં આવશે, પરંતુ એ માટે એડવાન્સ ટેક્નોલોજીની જરૂર છે.
આ પણ વાંચો: આઇફોન 11 પ્રોના યુઝર્સ માટે દુઃખના સમાચાર, એપલ હવે હાર્ડવેર સપોર્ટ નહીં આપે…
ઘણાં દેશ સાથે મળીને કરવામાં આવશે કોલેબોરેશન
આ શોધને કારણે ઘણાં દેશને એમાં ઇન્ટરેસ્ટ જાગ્યો છે. વિજ્ઞાનીઓ હવે આ માટે જ્વોઇન્ટ મિશન કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ માટે ઘણી એજન્સીઓ સાથે મળી ને ગૂફા પર રિસર્ચ કરશે. વિજ્ઞાનીઓ માટે આ એક એસ્ટ્રોબાયોલોજિકલ ટાર્ગેટ બની ગયો છે. માનવજાતનો અત્યાર સુધીનો સૌથી મોટો સવાલ છે કે પૃથ્વી સિવાય બીજે કશે જીવન શક્ય છે કે નહીં. આ સવાલનો જવાબ માટે અંતરિક્ષમાં ઘણાં મિશન કરવામાં આવે છે. જોકે આ ગૂફાની શોધની સાથે આપણે આ જવાબ મેળવવાની એક પગલું નજીક પહોંચી ગયા છે એવી આશા છે.


