Get The App

વિજ્ઞાનીઓએ બનાવ્યું આર્ટિફિશિયલ પાવડર બ્લડ: વર્ષોના વર્ષો સુધી સાચવી શકાશે...

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
વિજ્ઞાનીઓએ બનાવ્યું આર્ટિફિશિયલ પાવડર બ્લડ: વર્ષોના વર્ષો સુધી સાચવી શકાશે... 1 - image
AI Image

Artificial Blood: યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઑફ મેડિસિનની રિસર્ચર ટીમ દ્વારા આર્ટિફિશિયલ બ્લડ બનાવવામાં આવ્યું છે. આ બ્લડનો ઉપયોગ ઇમરજન્સી સારવાર માટે કરી શકાય છે. શરીરમાં હાથ-પગ, આંખ અને હાર્ટ જેવી દરેક વસ્તુ આર્ટિફિશિયલ મળી શકે છે, પરંતુ આજ સુધી બ્લડ નહોતું મળતું. એ માટે મનુષ્યના શરીરમાંથી બ્લડ લેવું પડતું અને ત્યાર બાદ પ્રોસેસ કરી અન્યને ચઢાવવામાં આવતું હતું. જોકે અમેરિકાની યુનિવર્સિટી દ્વારા હવે એક નવી શોધ કરવામાં આવી છે. ટ્રોમા પેશન્ટને સ્ટેબિલાઈઝ કરવા માટે ઇમરજન્સીમાં આ બ્લડનો ઉપયોગ કરી શકાશે. આ રિસર્ચ માટે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ ફંડમાંથી મદદ આપવામાં આવી હતી. આ શોધને કારણે રિમોટ વિસ્તારમાં થતાં અકસ્માત અથવા તો જ્યાં હોસ્પિટલ દૂર હોય એવી જગ્યાએ થતી બ્લડને લગતી કોઈ પણ બીમારી સામે હવે રક્ષણ મળી શકશે.

આર્ટિફિશિયલ બ્લડ કેવી રીતે બનાવવામાં આવ્યું?

આર્ટિફિશિયલ બ્લડને પાવડરના રૂપમાં સ્ટોર કરવામાં આવશે અને જરૂર પડ્યે મેડિકલ ટીમ દ્વારા એનું પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવશે. આ પ્રોજેક્ટને લીડ કરનાર ડૉકટર એલન કહે છે, ‘અમારી ટીમે હિમોગ્લોબિનમાંથી આ બ્લડ બનાવ્યું છે. આ એક પ્રોટીન છે જે બોડીમાં ઓક્સિજનને લઈને ભ્રમણ કરે છે. નકામા બ્લડમાંથી હિમોગ્લોબિન કાઢીને ફેટ બબલમાં ટ્રાન્સફર કરી હતી. એનાથી અમે રેડ બ્લડ સેલ્સ બનાવ્યા હતા.’

સરળતાથી કરી શકાશે ટ્રાન્સપોર્ટ

આ રેડ સેલને ત્યાર બાદ પાવડર તરીકે સ્ટોર કરવામાં આવે છે, જેને ઇમરજન્સી આવે ત્યાં સુધી સાચવીને રાખી શકાય છે. આ વિશે ડૉકટર એલન કહે છે, ‘આ બ્લડની જ્યારે જરૂર પડે ત્યારે મેડિકલ ટીમ આ પાવડરને પાણીમાં મિક્સ કરી દેશે એથી બ્લડ એક મિનિટમાં તૈયાર થઈ જશે. આ બ્લડને વર્ષો સુધી સાચવી શકાય છે અને એને ટ્રાન્સપોર્ટ કરવું પણ ખૂબ જ સરળ છે. આથી આ બ્લડને જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં પણ આપી શકાય છે.’

આ પણ વાંચો: હાથના ઇશારાથી કમ્પ્યુટરને કરી શકાશે કન્ટ્રોલ: મેટા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે રિસ્ટબેન્ડ…

આર્મી દ્વારા કરવામાં આવશે ઉપયોગ

અમેરિકાની આર્મી દ્વારા આ બ્લડનો ઉપયોગ કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. આ માટે અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 58 મિલિયન અમેરિકન ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. આથી સૈનિકોને જ્યારે ઇન્જરી થાય ત્યારે તરત સારવાર માટે આ બ્લડ ખૂબ જ કામ આવી શકે છે. બ્લડ એક્સપાયર પણ ન થતું હોવાથી એની લાઇફ ખૂબ જ વધુ છે. બ્લડ ક્લોટ અને બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવા માટે પણ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ જ ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે. ડૉકટર દ્વારા આ બ્લડને હજારો સસલા પર ટેસ્ટ કરવામાં આવ્યું છે અને એનું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે. આગામી બે વર્ષમાં આ ટીમ દ્વારા હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

Tags :