Get The App

હવે હાથના ઇશારાથી કમ્પ્યુટરને કરી શકાશે કન્ટ્રોલ, મેટા દ્વારા બનાવાઈ રહ્યો છે રિસ્ટ બેન્ડ…

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
હવે હાથના ઇશારાથી કમ્પ્યુટરને કરી શકાશે કન્ટ્રોલ, મેટા દ્વારા બનાવાઈ રહ્યો છે રિસ્ટ બેન્ડ… 1 - image


Meta New Wristband: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની હાલમાં રિસ્ટબેન્ડ પર કામ કરી રહી છે. આ રિસ્ટબેન્ડની મદદથી યુઝર્સ કમ્પ્યુટરને કન્ટ્રોલ કરી શકશે. એ પણ ફક્ત ઇશારા વડે. આ ડિવાઇસમાં ઇલેક્ટ્રોમાયોગ્રાફી (EMG)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાથમાં આવેલા સ્નાયુઓ દ્વારા આપવામાં આવતા ઇલેક્ટ્રિકલ સિગ્નલને વાંચવા માટે એનો ઉપયોગ થાય છે. સ્નાયુના ફાઇબરને જોડતા કરોડરજ્જુમાં આલ્ફા મોટર ન્યુરોન દ્વારા આ સિગ્નલ જનરેટ કરવામાં આવે છે. આ ટેકનોલોજી હજી એક્સપેરિમેન્ટલ સ્ટેજમાં છે, પરંતુ એ મનુષ્ય અને કમ્પ્યુટર વચ્ચેના સંબંધને સંપૂર્ણપણે બદલી શકે છે. AI અને આ બેન્ડનો ઉપયોગ કરવામાં આવે તો હોલીવુડની ફિલ્મ ‘આર્યનમેન’માં જે રીતે દેખાડવામાં આવ્યું હતું એ રીતે કામ કરવું શક્ય બની શકે છે.

રિસ્ટબેન્ડ કેવી રીતે કામ કરે છે?

રિસ્ટબેન્ડ સ્નાયુમાંથી આવતાં ઇલેક્ટ્રિકલ સિગ્નલને કમ્પ્યુટર કમાન્ડમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. હાથને જરા હલાવવામાં આવ્યો તો એનાથી લેપટોપની સ્ક્રીનનું કર્સર પણ હલાવી શકાશે. પહેલી આંગળી અને અંગૂઠાને ટેપ કરવાથી ડેસ્કટોપ પર આવેલી એપ્લિકેશન પણ ઓપન કરી શકાશે. હવામાં કોઈ પણ શબ્દ લખવામાં આવે તો એ સ્માર્ટફોન અથવા તો લેપટોપની સ્ક્રીન પર ટાઇપ થઈ જશે. સ્નાયુ દ્વારા જનરેટ કરવામાં આવતા સિગ્નલને કમાન્ડમાં રૂપાંતર કરવા માટે આ રિસ્ટબેન્ડનો ઉપયોગ કરવામાં આવશે જે સ્કિન પરથી આ સિગ્નલને પકડી પાડશે.

AIની લેવામાં આવશે મદદ

મેટા આ રિસ્ટબેન્ડમાં AIનો સમાવેશ કરશે. રિસ્ટબેન્ડના પર્ફોર્મન્સમાં વધારો કરવા માટે AIનો ઉપયોગ કરવામાં આવશે. આ વિશે મેટાના રિસર્ચ અને પ્રોજેક્ટ લીડ ડૉ. થોમર રીયરડન કહે છે, ‘આ ટેકનોલોજીની મદદથી લેપટોપનું કર્સર પર હલાવી શકાશે. આ શક્ય એટલા માટે છે કારણ કે અમે આ ડિવાઇસની પ્રોટોટાઇપને દસ હજારથી વધુ લોકોના ડેટા સાથે ટ્રેઇન કરી છે. આ ડિવાઇસ હવે સામાન્ય પેટર્નને સમજી લે છે. આથી નવા યુઝર પણ એનો ઉપયોગ કરશે તો એ ચોક્કસરૂપે કામ કરશે.’

આ પણ વાંચો: ફોટોને વીડિયો બનાવી આપશે ગૂગલ ફોટોઝ, જાણો મોબાઇલમાં કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો…

શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ માટે પણ ઉપયોગી

મેટા આગામી વર્ષોમાં આ રિસ્ટબેન્ડ ટેકનોલોજીને તેની તમામ પ્રોડક્ટમાં સમાવેશ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ગયા વર્ષે મેટાએ એક ડેમોમાં દેખાડ્યું હતું કે સ્માર્ટ ગ્લાસ કેવી રીતે ડિવાઇસને કન્ટ્રોલ કરી શકે છે. આથી આ રિસ્ટબેન્ડ શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ માટે પણ ખૂબ જ ગેમ ચેન્જર બની શકે છે. તેમના હાથમાં તેમનો સંપૂર્ણ કન્ટ્રોલ ન હોય એવી વ્યક્તિ પણ હવે આ ટેકનોલોજીની મદદથી સ્માર્ટફોન અને કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકશે.

Tags :