સેલ્ફી દ્વારા જાણી શકાશે કેન્સરથી બચવાના ચાન્સ કેટલા, AIની મદદથી વિક્સાવવામાં આવી નવી ટેક્નોલોજી
New AI Tool For Cancer Treatment: અમેરિકાની માસ જનરલ બ્રિઘમ સંસ્થાના સંશોધકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક નવું ટૂલ વિકસિત કરી રહ્યા છે, જે ફેસએજનામથી ઓળખાય છે. આ સિસ્ટમ સેલ્ફીના આધારે વ્યક્તિની બાયોલોજિકલ ઉંમર નક્કી કરે છે, જે તેના સામાન્ય આરોગ્ય અને કેનસરની સારવાર પ્રત્યેની પ્રતિક્રિયા વિશે માહિતગાર કરે છે. ‘આયબોલ ટેસ્ટ’ દ્વારા ડોક્ટર જે રીતે નક્કી કરે છે, તે જ પદ્ધતિથી આ AI-આધારિતટેસ્ટ પણ કાર્ય કરી શકે છે.
ચહેરાને કરવામાં આવશે એનાલિસિસ
ફેસએજ ટૂલમાં એડવાન્સ્ડ ડીપ લર્નિંગ એલ્ગોરિધમનો સમાવેશ કરાયો છે, જે ફોટોગ્રાફના આધારે ચહેરાની એનાલિસિસ કરે છે અને અંદાજિત બાયોલોજિકલ ઉંમર નક્કી કરે છે. ક્રોનિકલ ઉંમર અને બાયોલોજિકલ ઉંમર વચ્ચે તફાવત હોય છે, જે વ્યક્તિની શારિરીક સ્થિતિ દર્શાવે છે. આ ટૂલ 58,851 તંદુરસ્ત વ્યક્તિઓના ફોટા પર ટ્રેંડ છે અને 6,000 કેન્સર પેશન્ટ્સ પર તેનું પરીક્ષણ કરાયું છે.
આ ટૂલ બાયોલોજિકલ ઉંમરને કરશે ટ્રેક
રિસર્ચ સ્ટડીના લીડ ઓથર ડૉ. હ્યુગો એર્ટ્સ અનુસાર, આ ઓછી કિંમતવાળું, પરંતુ અસરકારક ટૂલ વ્યક્તિની બાયોલોજિકલ ઉંમર ટ્રેક કરવા માટે ઉપયોગી બની શકે છે. એર્ટ્સ કહે છે, ‘આ ટૂલ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વ્યક્તિના આરોગ્યની સ્થિતિ સતત અને સરળતાથી ટ્રેક કરવાનું શક્ય બનાવે છે.’
ફેસએજથી જાણી શકાશે બચવાના ચાન્સ કેટલા છે
ક્લિનિકલ પરીક્ષણો દરમિયાન ફેસએજ દ્વારા અનન્ય અને ચોંકાવનારા પરિણામો મળ્યાં છે. વ્યક્તિની બાયોલોજિકલ ઉંમર, તેના વાસ્તવિક ઉંમર કરતા વધુ નોંધાઈ છે, જે કેનસર સર્વાઇવલ રેટ્સમાં ઘટાડો બતાવે છે. લાઇફસ્ટાઇલ આ જટિલતાનો એક મોટો કારણ છે. કેટલાક કેસમાં ફેસએજ 85 વર્ષથી વધુની ઉંમર દર્શાવે છે, જેના આધારે આવા દર્દીઓના બચવાના ચાન્સ ખૂબ ઓછા હોય છે.
આ પણ વાંચો: આર્મી ચીફને 14 ઇન્ફન્ટ્રી બટાલિયનનો ઉપયોગ કરવાની મંજૂરી, જાણો શું છે આ ટેરિટોરિયલ આર્મી?
કેન્સર માટે યોગ્ય ટ્રીટમેન્ટ પસંદ કરવામાં સહાય
ફેસએજ ટૂલ કેનસરના દર્દીઓ માટે યોગ્ય ટ્રીટમેન્ટ પસંદ કરવામાં મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે, 75 વર્ષના દર્દીની બાયોલોજિકલ ઉંમર 65 હોય તો તેને અગ્રેસિવ ટ્રીટમેન્ટ આપી શકાય. જોકે 60 વર્ષના દર્દીની બાયોલોજિકલ ઉંમર 70 હોય, તો તેને આ પ્રકારની ટ્રીટમેન્ટ સલાહનીય ન હોય.