આર્મી ચીફને 14 ઇન્ફન્ટ્રી બટાલિયનનો ઉપયોગ કરવાની મંજૂરી, જાણો શું છે આ ટેરિટોરિયલ આર્મી?
What is Territorial Army?: મોદી સરકાર દ્વારા આર્મી ચીફને ટેરિટોરિયલ આર્મી (TA)ની 14 ઇન્ફન્ટ્રી બટાલિયનનો ઉપયોગ કરવા માટેની પરવાનગી આપી દેવીમાં આવી છે. રેગ્યુલર આર્મીને જ્યારે જરૂર પડે ત્યારે રક્ષણ માટે તેઓ આ ટેરિટોરિયલ આર્મીને બોલાવી શકે છે. આ ટેરિટોરિયલ આર્મીનું કામ જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી સેવા આપવાનું કામ છે. પાકિસ્તાન દ્વારા ભારત પર હાલમાં જે ફાઇટર જેટ અને ડ્રોન વડે હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે એના કારણે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા આર્મી ચીફને આ ટેરિટોરિયલ આર્મીનો પણ ઉપયોગ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
શું છે ટેરિટોરિયલ આર્મી?
ટેરિટોરિયલ આર્મીને પાર્ટ-ટાઇમ વોલેન્ટિયર ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના નાગરિક દ્વારા એમાં આર્મીને સેવા આપવામાં આવે છે. નોન-કોમ્બેક્ટ ડ્યુટી માટે આ આર્મીને બોલાવવામાં આવે છે ખાસ કરીને કુદરતી હોનારત દરમ્યાન. જોકે આ આર્મીને પણ ટ્રેઇનિંગ આપવામાં આવી હોય છે અને દેશ પર સંકટ હોય ત્યારે તેમને પણ બોલાવવામાં આવી શકે છે. ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, સચિન પાઇલટ, કપિલ દેવ અને એક્ટર મોહનલાલ જેવા ઘણાં દિગ્ગજ આ ટેરિટોરિયલ આર્મીના સન્માનનિય રેન્ક ધરાવે છે.
- ટેરિટોરિયલ આર્મીમાં 32 બટાલિયનનો સમાવેશ થાય છે. એમાંથી 14 ઇન્ફન્ટ્રી બટાલિયન અથવા તો અંદાજે 14000 સૈનિકોને સાઉથર્ન કમાન્ડ, ઇસ્ટર્ન કમાન્ડ, વેસ્ટર્ન કમાન્ડ, સેન્ટ્રલ કમાન્ડ, નોર્થન કમાન્ડ, સાઉથ વેસ્ટર્ન કમાન્ડ, અંદામાન એન્ડ નિકોબાર કમાન્ડ અને આર્મી ટ્રેઇનિંગ કમાન્ડ દ્વારા બોલાવી શકાય છે.
- ભારતના પહેલાં ગવરનર જનરલ સી. રાજાગોપાલચારી દ્વારા 1949ની 9 ઓક્ટોબરે પહેલી ટેરિટોરિયલ આર્મીની શરૂઆત કરવામાં આવી છે. આ દિવસને ટેરિટોરિયલ આર્મી દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ‘સિટિઝન આર્મી’ના સન્માનમાં આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. પહેલો ટેરિટોરિલ આર્મી વીકને 1952માં આઠ નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું.
- ટેરિટોરિયલ આર્મીમાં ઇન્ફન્ટ્રી બટાલિયન, એર ડિફેન્સ, મેડિકલ રેજિમેન્ટ, એન્જિનિયર્સ ફિલ્ડ પાર્ક કંપની, સિગ્નલ રેજિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. જોકે 1972માં આ તમામ યુનિટનું રૂપાતંર રેગ્યુલર આર્મીમાં કરી નાખવામાં આવ્યું હતું. ફકત ઇન્ફન્ટ્રી બટાલિયનનો સમાવેશ જ હવે ટેરિટોરિયલ આર્મીમાં થાય છે.
- ટેરિટોરિયલ આર્મી યુનિટ દ્વારા 1962, 1965 અને 1971માં પણ ભાગ ભજવવામાં આવ્યો હતો. ટેરિટોરિયલ આર્મીને ‘ટેરિયર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઓપરેશન પવન હેઠળ શ્રિલંકા તેમ જ ઓપરેશન રક્ષક હેઠળ પંજાબ તેમ જ જમ્મુ એન્ડ કશ્મીર પણ ગયા હતા. ઓપરેશન રાઇનો અને ઓપરેશન બજરંગ દર્યાન ટેરિયર્સને નોર્થ-ઇસ્ટમા પણ મોકલવામાં આવ્યા હતા.
- આજે ટેરિયર્સનો સમાવેશ રેગ્યુલર આર્મી તરીકે કરવામાં આવે છે. દેશને જ્યારે પણ ખતરો હોય ત્યારે ટેરિટોરિયલ આર્મી દ્વારા રેગ્યુલર આર્મીને યુનિટ પૂરા પાડવામાં આવે છે.
- ટેરિટોરિયલ આર્મી જરૂર પડ્યે રેગ્યુલર આર્મીને તેમની અન્ય ડ્યુટીમાંથી મૂકત કરે છે જેથી તેઓ મુખ્ય ડ્યુટી પર ધ્યાન આપી શકે. ઉદાહરણ તરીકે દેશમાં જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે રેગ્યુલર આર્મી યુદ્ધ પર ફોકસ કરે છે અને યુદ્ધને કારણે જે નુક્સાન થયું હોય એનું ધ્યાન ટેરિટોરિયલ આર્મી રાખે છે.
- ટેરિટોરિયલ આર્મીમાં 10 ઇકોલોજિકલ બટાલિયનનો પણ સમાવેશ થાય છે જે સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા સ્પોન્સર્ડ હોય છે. આ બટાલિયન રેગ્યુલર આર્મીને જે-તે સ્ટેટના ફોરેસ્ટને લઈને પોતાની એક્સપર્ટીસ દ્વારા ટેક્નિકલ સપોર્ટ આપે છે.
- ટેરિટોરિયલ આર્મીમાં ઓઇલ, નેચરલ ગેસ અને રેલવે માટે પણ રેજિમેન્ટ છે. 1980માં અસામમાં ઓઇલ પ્રોડક્શનમાં ખૂબ જ મોટું નુક્સાન થયું હતું. એ નુક્સાન 5000 કરોડ રૂપિાયની આસપાસ હતું. કોમ્બેટ એન્જિનિયર રેજિમેન્ટને આ સમયે ત્યાં મોકલવામાં આવ્યા હતા. તેમણે ઓઇલ અને ગેસ ઇન્સ્ટોલેશનની કામગિરી હાથમાં ઉપાડી હતી અને પ્રોડક્શનને મેઇન્ટેઇન કર્યું હતું. આ સમયે ઓઇલ સેક્ટરમાં પણ આ ટૂકડી કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે એ દેશ દ્વારા જોવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડનાર S-400ની થઈ રહી છે વાહ-વાહ, જાણો શું છે ટેક્નોલોજી…
- ટેરિટોરિયલ ઓફિસર્સ માટે ભારતના નાગરિક અપ્લાઇ કરી શકે છે. ટેરિટોરિયલ આર્મી દેશની સેવા બે રીતે કરે છે એક નાગરીક તરીકે અને એક જરૂર પડ્યે સૈનિક તરીકે. આ માટે ભારતના નાગરિક હોવું જરૂરી છે. આ માટે કોઈ પણ વ્યક્તિની ઉંમર 18થી 42 વર્ષની વચ્ચે છે. જાણીતી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરવું જરૂરી છે. ફિઝિકલી અને મેન્ટલી ફીટ હોવું જરૂરી છે. આ ટેરિટોરિયલ આર્મીમાં રેગ્યુલર આર્મી એપ્લાઇ નહીં કરી શકે.