Get The App

સત્ય નડેલાએ માઇક્રોસોફ્ટના કર્મચારીઓને આપી ચેતવણી: AI માટે નવી રણનીતિનો આપ્યો સંકેત

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
સત્ય નડેલાએ માઇક્રોસોફ્ટના કર્મચારીઓને આપી ચેતવણી: AI માટે નવી રણનીતિનો આપ્યો સંકેત 1 - image


Microsoft On AI: માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ એક ઇન્ટરનલ મેમોમાં કર્મચારીઓને AIને લઈને કંપનીની રણનીતિમાં બદલાવ લાવી પરિવર્તનની જરૂરિયાત વિશે વાત કરી છે. તેમણે કહ્યું હતું કે ક્લાઉડ ટ્રાન્ઝિશન દરમિયાન કંપનીએ જે યુક્તિ અપનાવી હતી એ હવે AIમાં પણ અપનાવવી પડશે. આથી માઇક્રોસોફ્ટના AIમાં હવે ઘણાં બદલાવ જોવા મળશે. આ બદલાવ ખૂબ જ ઝડપથી કરવામાં આવશે. માઇક્રોસોફ્ટ દ્વારા 15 વર્ષ પહેલાં ક્લાઉડ કમ્પ્યુટિંગ દરમિયાન ખૂબ જ મોટું પરિવર્તન લાવવામાં આવ્યું હતું.

શું કહ્યું સત્ય નડેલાએ?

AI હાલમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. દરેક કંપની તેમના AIને વધુને વધુ સારું બનાવવા માટે કમરકસી રહી છે. આ માટે ગૂગલ અને ચેટજીપીટી પણ ખૂબ જ ઝડપથી પોતાની સર્વિસમાં વધારો કરી રહી છે. આ વિશે સત્ય નડેલાએ કહ્યું કે ‘આપણે AIની નવી ઈકોનોમીને કંપની લેવલ પર સમજી વિચારીને નવી રણનીતિ બનાવવી પડશે. ક્લાઉડ કમ્પ્યુટિંગ વખતે કંપનીએ જે રીતે કામ કર્યું હતું એ રીતે હવે AI માટે પણ કામ કરવાની જરૂર છે. આ બદલાવ એક નવી AI ફેક્ટરી અને Copilot એજન્ટ્સની ઈકોસિસ્ટમના નિર્માણ પર આધારિત છે.’

સલાહકારની પસંદગી

AI ઈકોનોમિક્સને સમજવા માટે અને કંપનીની દિશા નક્કી કરવા માટે સત્ય નડેલાએ રોલ્ફ હાર્મ્સને સલાહકાર તરીકે પસંદ કર્યા છે. રોલ્ફ હાર્મ્સ અને તેના સાથી લેખક દ્વારા 2010માં પ્રસિદ્ધ વ્હાઇટ પેપર ‘Economics of the Cloud’ લખવામાં આવી હતી. એનાથી માઇક્રોસોફ્ટને બિઝનેસ મોડલ તરીકે સંપૂર્ણ રીતે બદલવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ વિશે સત્ય નડેલાએ કહ્યું કે ‘આ પેપરનો માઇક્રોસોફ્ટની વિચારધારા પર ખૂબ જ અસર પડી હતી. હવે એ જ પ્રકારની વિચારધારા AI માટે કંપની મેળવવા માગે છે.’

AIમાં ઇન્વેસ્ટમેન્ટ અને પ્રેશર

AI કંપનીઓ દ્વારા હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે AI માટે ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. તેમ જ આ AI ઇન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાં કેટલું ફાયદાકારક હશે એને લઈને કંપનીઓ પર ખૂબ જ પ્રેશર છે. માઇક્રોસોફ્ટ દ્વારા આ વર્ષની શરુઆતમાં AIના ખર્ચમાં થોડો ઘટાડો કર્યો હતો. એના કારણે કંપનીની અંદર ચિંતાનો માહોલ ઊભો થયો હતો. એના દ્વારા કંપની પર પ્રેશર પણ વધ્યું હતું. જોકે ત્યાર બાદ માઇક્રોસોફ્ટ દ્વારા OpenAI અને Anthropic સાથે પાર્ટનરશિપ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કર્યો હતો.

આ પણ વાંચો: Perplexity.in થયું જેમિની પર રિડાયરેક્ટ, ટેક્નિકલ ખામી કે ગૂગલની સ્ટ્રેટજી?

જૂની ભૂલોનું પુનરાવર્તન નહીં કરે સત્ય નડેલા

સત્ય નડેલાએ કર્મચારીઓને ચેતવણી આપી છે કે કંપની નવી દિશા તરફ આગળ વધશે તો એના કારણે માઇક્રોસોફ્ટની ઘણી બિઝનેસ લાઇનનું ભવિષ્ય ચિંતામાં આવી શકે છે. સપ્ટેમ્બરમાં સત્ય નડેલાએ એક ટાઉનહોલ મીટિંગમાં કહ્યું હતું કે Digital Equipment Corporation પડી ભાંગવાના ડરથી કંપની એમાથી હજી પણ બહાર નથી આવી શકી. આ કંપની મિની કમ્પ્યુટર બનાવવા માટે ખૂબ જ જાણીતી હતી. જોકે ખોટી દિશાને કારણે કંપની બંધ કરવાનો વારો આવ્યો હતો. વાર્ષિક રિપોર્ટમાં સત્ય નડેલાએ કહ્યું હતું કે માઇક્રોસોફ્ટે હવે એક સોફ્ટવેર ફેક્ટરીથી આગળ વધીને Intelligence Engine બનવું પડશે. આ દિશામાં આગળ વધવાથી માઇક્રોસોફ્ટ દરેક વ્યક્તિને પોતાનું AI ટૂલ બનાવવા માટેની ક્ષમતા પ્રદાન કરશે.

Tags :