Get The App

આકાશમાં અદભૂત ક્ષણ: શનિ ગ્રહની રિંગ થઈ અદૃશ્ય, જાણો કેમ...

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
આકાશમાં અદભૂત ક્ષણ: શનિ ગ્રહની રિંગ થઈ અદૃશ્ય, જાણો કેમ... 1 - image
NASA Scientific Visualization Studio

Saturn Rings Disappeared: અંતરિક્ષમાં હાલમાં ખૂબ જ અજીબ ઘટના ઘટી છે. સેટર્ન એટલે કે શનિ ગ્રહની ફરતે જે રિંગ હોય છે એ ગાયબ થઈ ગઈ છે. સૂર્ય મંડળમાં શનિ ગ્રહ ખૂબ જ આઇકોનિક છે કારણ કે તેની ફરતે રિંગ જોવા મળે છે. જોકે 23 નવેમ્બરે આ રિંગ ગાયબ થઈ ગઈ હતી. દુનિયાભરમાં તારા અને સૂર્ય મંડળને જોનારા વ્યક્તિઓ દ્વારા આ વિશે જણાવવામાં આવ્યું હતું. સ્ટારગેઝિંગ દરમિયાન તેમને શનિ ગ્રહની આસપાસ રિંગ નહોતી દેખાઈ રહી. શનિની ફરતે જે બરફ અને પથ્થરથી બનેલી રિંગ છે એ જ તેને અન્ય ગ્રહથી અલગ બનાવે છે. જોકે 23 નવેમ્બરે એવું લાગી રહ્યું હતું કે રાજાના માથેથી તેનું તાજ નીકળી ગયું હોય.

નાસાની સાયન્ટિફિક વિઝ્યુઅલાઇઝેશન સ્ટુડિયો દ્વારા આ મોમેન્ટને કેમેરામાં કૅપ્ચર કરવામાં આવી હતી. જોકે તેમણે એ પણ કહ્યું હતું કે અંતરિક્ષમાં કોઈ ઘટના નથી ઘટી જેના કારણે આ રિંગ ગાયબ થઈ ગઈ હોય. શનિ ગ્રહની રિંગ જતી નથી રહી, પરંતુ એ પૃથ્વી તરફ વળી છે. આથી એક એવો ભ્રમ ઉત્પન્ન થયો છે કે તે ગાયબ થઈ ગઈ છે, પરંતુ એ નાના ટેલિસ્કોપથી નથી જોઈ શકાતી કારણ કે એ પૃથ્વી તરફ વળેલી છે.

આ ભ્રમ પાછળનું ગણિત

આ ભ્રમ જ્યારે ઊભો થાય છે ત્યારે એ પરિસ્થિતિ ઊભી થઈ હોય છે જેને રિંગ-પ્લેન ક્રોસિંગ કહેવામાં આવે છે. શનિ ગ્રહની રિંગ 2,80,000 કિલોમીટરના ડાયામિટરમાં ફેલાયેલી છે, પરંતુ તેની ઊભી જાડાઈ ખૂબ જ ઓછી છે. પૃથ્વી જ્યારે શનિના રિંગને સમતલ પસાર કરે છે ત્યારે આપણે એ રિંગને જોઈ નથી શકતા. એ સમયે આપણે આ રિંગને સાઇડ પરથી જોતા હોઈએ છીએ. તેની જાડાઈ ખૂબ જ ઓછી હોવાથી એ નાના ટેલિસ્કોપથી પણ નથી જોઈ શકાતી.

શનિ અને પૃથ્વી જ્યારે એક સરખા લેવલ પર આવે ત્યારે આ રિંગ સૂર્યના ખૂબ જ ઓછા પ્રકાશને પ્રતિબિંબ કરે છે. આથી એ નરી આંખે અને નાના ટેલિસ્કોપમાં નથી જોઈ શકાતું. આ અવસ્થામાં શનિને 26.7° અક્ષીય ઝુકાવ હોય છે અને સૂર્યની આસપાસ 29.4 વર્ષની ભ્રમણકક્ષાએ હોય છે. પૃથ્વી અને શનિ જ્યારે બન્ને પોતાની જગ્યા બદલે છે ત્યારે આ રિંગ દેખાડવાનો એન્ગલ પણ બદલાય છે. વર્ષો સુધી આ રિંગ ખૂબ જ મોટી જોવા મળે છે, પરંતુ 13-15 વર્ષમાં તેઓ જ્યારે ક્રોસ થઈ રહ્યાં હોય ત્યારે આ રીતે રિંગ ગાયબ થઈ જતી હોય છે.

2025નું વર્ષ ખૂબ જ મહત્વનું

આ વર્ષ ખૂબ જ મહત્વનું રહ્યું છે કારણ કે આ વર્ષે બે વાર ક્રોસિંગ થયું છે. પહેલી વાર 2025ની 23 માર્ચે આ ક્રોસિંગ થયું હતું, પરંતુ એ વખતે દેખાયું નહોતું કારણ કે શનિનો ગ્રહ સૂર્યના પ્રકાશમાં દબાયેલો હતો. બીજું ક્રોસિંગ 2025ની 23 નવેમ્બરે થયું. આ સમયે શનિનો ગ્રહ સાંજે આકાશમાં થોડો ઉપર હતો. આથી આકાશમાં ટેલિસ્કોપથી જોનારા લોકો માટે આ ક્ષણ ખૂબ જ મહત્વની રહી હતી કારણ કે તેમણે શનિના ગ્રહને રિંગ વગર જોયો હતો.

ખૂબ જ અંધારામાં શનિનો ગ્રહ મીન રાશિમાં એક ચમકતા બિંદુની જેમ જોવા મળે છે, પરંતુ ટેલિસ્કોપથી જોતા પણ તેની રિંગ ગાયબ થયેલી જોવા મળે છે. મોટા ટેલિસ્કોપ દ્વારા આ રિંગનો પડછાયો અથવા તો એક દોરા જેવી લાઇન જોવા મળી શકે છે.

આ પણ વાંચો: ગૂગલનું કહેવું છે, ‘200થી વધુ કંપનીઓ ડેટા બ્રીચનો સામનો કરી રહી છે’

ભવિષ્યમાં આ રિંગ હંમેશાં માટે ગાયબ થઈ જશે

હાલમાં શનિની રિંગ ગાયબ થઈ છે એ હકીકતમાં ગાયબ નથી થઈ, પરંતુ દેખાઈ નથી રહી કારણ કે એ એવા એન્ગલમાં છે. જોકે વિજ્ઞાનીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘રિંગ રેઇન’ના કારણે આ રિંગ ધીમે ધીમે ગાયબ થઈ જશે. રિંગ રેઇન એટલે કે શનિની આ રિંગ બરફની છે. આ બરફમાં પથ્થર અને જૈવિક અણુઓનો સમાવેશ થાય છે. આથી આ રિંગ રેડિએશન અને સૂર્યના કારણે ધીમે ધીમે પીગળી રહી છે. આ પીગળી રહી હોવાથી એ વરસાદ અંતરિક્ષમાં જ રહે છે, પરંતુ એને રિંગ રેઇન કહેવામાં આવે છે. એને ગાયબ થતાં હજી લાખો વર્ષો લાગશે, પરંતુ એ થઈ જશે. આ રિંગ ધીમે ધીમે એની સંપૂર્ણ ગ્લોરી દેખાડશે અને 2030ના દાયકામાં એ ખૂબ જ સારી રીતે જોવા મળશે.

Tags :