ગૂગલનું કહેવું છે, ‘200થી વધુ કંપનીઓ ડેટા બ્રીચનો સામનો કરી રહી છે’

Google Talk About Data Breach: ગૂગલ દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે મેજર સપ્લાય ચેઇન હેક થતાં લગભગ 200 કંપનીઓ ડેટા બ્રીચનો સામનો કરી રહી છે. આ અટેક વિશે સૌથી પહેલાં કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ કંપની સેલ્સફોર્સ દ્વારા કહેવામાં આવ્યું છે. સોફ્ટવેર કંપની ગેઇનસાઇટ દ્વારા પબ્લિશ કરવામાં આવેલી એપ્લિકેશન દ્વારા કેટલાક કસ્ટમરના ડેટા લીક થયા છે. ગૂગલ થ્રેટ ઇન્ટેલિજન્સ ગ્રૂપના પ્રિન્સિપલ થ્રેટ એનાલિસ્ટ ઓસ્ટિન લાર્સન દ્વારા કહેવામાં આવ્યું છે કે 200થી વધુ કંપનીઓ એનો શિકાર બની છે.
હેકિંગ ગ્રૂપે લીધી જવાબદારી
સેલ્સફોર્સની જાહેરાત બાદ હેકિંગ ગ્રૂપ સ્કેટર્ડ લેપસસ હંટર્સ દ્વારા આ હેકિંગની જવાબદારી લેવામાં આવી છે. તેમના દ્વારા ટેલિગ્રામની તેમની ચેનલ પર આ વિશે વાત કરવામાં આવી છે. આ ગ્રૂપ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે એટ્લાસિયન, ક્રાઉડસ્ટ્રાઇક, ડોક્યુસાઇન, F5, ગિટલેબ, લિંક્ડઇન, મેલવેરબાઇટ્સ, સોનિકવોલ, થોમસન રોઇટર્સ અને વેરિઝોન જેવી કંપનીઓના ડેટાને કોમ્પ્રોમાઇઝ કર્યા છે. જોકે ગૂગલ દ્વારા આ વિશે કોઈ ચોક્કસ કંપની વિશે વાત કરવામાં નથી આવી.
કંપનીઓનો જવાબ
ક્રાઉડસ્ટ્રાઇક અને મેલવેરબાઇટ્સ દ્વારા આ બ્રીચ વિશે વાત કરવામાં આવી છે. ક્રાઉડસ્ટ્રાઇકના પ્રવક્તા કેવિન બેનાક્કી દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘ગેઇનસાઇટના ઇશ્યુને કારણે કંપનીના ડેટાને કોઈ અસર નથી પહોંચી. દરેક કસ્ટમરના ડેટા સિક્યોર છે. આ સાથે જ તેમણે કંપનીમાં કામ કરતાં એક વ્યક્તિને કાઢી મૂક્યો છે જે હેકર્સને માહિતી આપતો હોવાની શંકા હતી.’ મેલવેરબાઇટ્સના એશ્લી સ્ટૂવર્ટે કહ્યું કે કંપનીને ગેઇનસાઇટ અને સેલ્સફોર્સના ઇશ્યુ વિશે ખબર છે અને એ માટે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે.
ગેઇનસાઇટનું એક્સેસ કેવી રીતે મળ્યું?
હેકર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે ગેઇનસાઇટનું એક્સેસ અગાઉ સેલ્સફોર્સના કસ્ટમર પર કરવામાં આવેલા અટેક દ્વારા મળ્યું હતું. એ સમયે હેકર્સ દ્વારા ડ્રિફ્ટ ઓથેન્ટિકેશન ટોકન ચોરી કરવામાં આવી હતી. એના દ્વારા તેમણે સેલ્સફોર્સના ડેટાને ડાઉનલોડ કર્યા હતા. ગેઇનસાઇટ દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે એ સમયે પણ તેમના પર અટેક થયો હતો.
આ પણ વાંચો: બોટ એકાઉન્ટ સામે લડત: Xના નવા વિશ્વાસપાત્ર ફીચર વિશે જાણો...
સેલ્સફોર્સ અને ગેઇનસાઇટે શું કહ્યું?
સેલ્સફોર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે સેલ્સફોર્સના પ્લેટફોર્મમાં કોઈ ખામી હતી અને એને કારણે હેકિંગ થયું છે એવું કંઈ જાણવા નથી મળ્યું. આ દ્વારા તેમણે પોતાને કસ્ટમરના ડેટા બ્રીચ થવાની વાતથી દૂર કરી દીધા છે. ગેઇનસાઇટ દ્વારા આ ઘટના વિશે તેમના પેજ પર માહિતી આપવામાં આવી રહી છે. ગેઇનસાઇટ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ હવે ગૂગલની ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ સાથે મળીને ડેટા બ્રીચનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યાં છે. આ માટે તેઓ ફોરેન્સિક એનાલિસિસ પણ કરી રહ્યાં છે જેથી ઘટના કેવી રીતે થઈ એની સચોટ માહિતી મળી શકે.

