Science & Technology

સેમસંગના ફોન અને ટેબ્લેટના ભાવમાં $280 સુધીનો વધારો, જાણો ભારત પર શું અસર થશે…

By GS Team
15 Apr 20262 mins read
TukuTouch Logo
સેમસંગે તેના ગેલેક્સી સ્માર્ટફોન અને ટેબ્લેટ સિરીઝના અનેક મોડેલોના ભાવ વધાર્યા છે. આ વધારો હાલમાં અમેરિકામાં કરવામાં આવ્યો છે. જોકે એની અસર દુનિયાભરના દરેક દેશમાં જોવા મળશે. દુનિયાભરમાં હાલમાં મેમરીની અછતને કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ કારણે RAM અને SSD માટે ઉપયોગમાં લેવાતી NAND ફ્લેશ મેમરીના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આ ભાવવધારો પ્રીમિયમ ડિવાઇસ જેવા કે Galaxy Z Flip 7, S25 Edge તેમજ મીડિયમ સિરીઝના મોડેલ્સ જેમ કે S25 FE પર પણ વધારવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેમસંગના ફોન અને ટેબ્લેટના ભાવમાં $280 સુધીનો વધારો, જાણો ભારત પર શું અસર થશે…

Samsung Hike Price: સેમસંગે તેના ગેલેક્સી સ્માર્ટફોન અને ટેબ્લેટ સિરીઝના અનેક મોડેલોના ભાવ વધાર્યા છે. આ વધારો હાલમાં અમેરિકામાં કરવામાં આવ્યો છે. જોકે એની અસર દુનિયાભરના દરેક દેશમાં જોવા મળશે. ભારતમાં પણ ઘણાં મોબાઇલની કિંમતમાં બદલાવ કરવામાં આવ્યો છે. હાઇ-એન્ડ મોબાઇલમાં પણ બહુ જલદી આ વધારો કરવામાં આવી શકે છે. દુનિયાભરમાં હાલમાં મેમરીની અછતને કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ કારણે RAM અને SSD માટે ઉપયોગમાં લેવાતી NAND ફ્લેશ મેમરીના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આ ભાવવધારો પ્રીમિયમ ડિવાઇસ જેવા કે Galaxy Z Flip 7, S25 Edge તેમજ મીડિયમ સિરીઝના મોડેલ્સ જેમ કે S25 FE પર પણ વધારવામાં આવ્યો છે.

પ્રીમિયમ ડિવાઇસમાં $40-$80નો વધારો

સેમસંગના પ્રીમિયમ ડિવાઇસમાં $40-$80 સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે, પરંતુ બેઝ મોડેલનો ભાવ એટલો જ રાખવામાં આવ્યો છે.

Galaxy Z Flip 7 (512GB) નો ભાવ $1,299.99 (અંદાજે ₹1,08,549.17) થયો છે, જે પહેલા $1,219.99 હતો.

Galaxy S25 FE (256GB) નો ભાવ $709.99માંથી વધીને $749.99 (અંદાજે ₹62,624.17) થયો છે.

Galaxy S25 Edge (512GB) હવે $1,299.99 (અંદાજે ₹1,08,549.17)માં મળે છે, જે પહેલા $1,219.99 હતો.

ટેબ્લેટના ભાવમાં પણ વધારો

આ વધારો માત્ર સ્માર્ટફોન સુધી મર્યાદિત નથી. સેમસંગના ટેબ્લેટ લાઇનઅપમાં પણ કેટલાક મોડેલોના ભાવમાં $280 સુધીનો વધારો થયો છે.

Galaxy Tab S11 (128GB) હવે $899.99 (અંદાજે ₹75,149.17)માં મળે છે, જે પહેલા $799.99 હતો.

Galaxy Tab S11 Ultra (256GB) નો ભાવ $1,199.99 (અંદાજે ₹1,08,549.17)માંથી વધીને $1,299.99 થયો છે.

આ બે મોડલ સેમસંગના સૌથી વધુ વેચાતા મોડલ છે. આથી એમાં $100નો જ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Metaના સ્માર્ટ ચશ્મા પર વિવાદ: પ્રાઇવસી ગ્રુપ્સે ફેશિયલ રિકગ્નિશન બંધ કરવાની કરી માંગ

બજેટ મોડેલ્સ પર પણ અસર

બજેટ ફ્રેન્ડલી મોડેલ્સ જેમ કે Galaxy Tab A11 Plus (128GB) ના ભાવમાં પણ વધારો થયો છે.

હવે આ ડિવાઇસ $299.99 (અંદાજે ₹25,049.17)માં મળે છે, જે પહેલા $249.99 હતી.

આ મોડેલના 5G વેરિઅન્ટનો ભાવ પણ $279.99માંથી વધીને $329.99 (અંદાજે ₹27,554.17) થયો છે.