Science & Technology

Metaના સ્માર્ટ ચશ્મા પર વિવાદ: પ્રાઇવસી ગ્રુપ્સે ફેશિયલ રિકગ્નિશન બંધ કરવાની કરી માંગ

By GS Team
14 Apr 20263 mins read
TukuTouch Logo
70થી વધુ સિવિલ લિબર્ટીઝ, ડોમેસ્ટિક વાયોલન્સ, રિપ્રોડક્ટિવ રાઇટ્સ, LGBTQ+, લેબર અને ઇમિગ્રન્ટ એડવોકેસી ગ્રુપ્સે Metaને તેના Ray-Ban અને Oakley સ્માર્ટ ચશ્મામાં ફેશિયલ રિકગ્નિશન લાવવાની યોજના રદ કરવાની અપીલ કરી છે. ‘Name Tag’ તરીકે મેટા કંપનીમાં ઓળખાતું આ ફીચર સ્ટોકર્સ, દુર્વ્યવહાર કરનારાઓ અને ફેડરલ એજન્ટ્સને જાહેર સ્થળોએ અજાણ્યા લોકોને ઓળખવાની શક્તિ આપી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Metaના સ્માર્ટ ચશ્મા પર વિવાદ: પ્રાઇવસી ગ્રુપ્સે ફેશિયલ રિકગ્નિશન બંધ કરવાની કરી માંગ

Meta New Feature Controversy:  70થી વધુ સિવિલ લિબર્ટીઝ, ડોમેસ્ટિક વાયોલન્સ, રિપ્રોડક્ટિવ રાઇટ્સ, LGBTQ+, લેબર અને ઇમિગ્રન્ટ એડવોકેસી ગ્રુપ્સે Metaને તેના Ray-Ban અને Oakley સ્માર્ટ ચશ્મામાં ફેશિયલ રિકગ્નિશન લાવવાની યોજના રદ કરવાની અપીલ કરી છે. ‘Name Tag’ તરીકે મેટા કંપનીમાં ઓળખાતું આ ફીચર સ્ટોકર્સ, દુર્વ્યવહાર કરનારાઓ અને ફેડરલ એજન્ટ્સને જાહેર સ્થળોએ અજાણ્યા લોકોને ઓળખવાની શક્તિ આપી શકે છે.

ફેશિયલ રિકગ્નિશનને પ્રોડક્ટ ડિઝાઇન ફેરફારથી ઉકેલી શકાય નહીં

Electronic Privacy Information Center અને Fight for the Future જેવી સંસ્થાઓનો સમાવેશ કરતું ACLU ગઠબંધન Metaને લોન્ચ પહેલા જ આ ફીચર રદ કરવાની માંગ કરી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ મેટા હાલમાં દુનિયાભરમાં જે યુદ્ધનો માહોલ છે એનો ઉપયોગ કરીને આ ફીચર શાંતિથી લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી હતી. આ ગ્રુપ્સનું કહેવું છે કે સામાન્ય દેખાતા કન્ઝ્યુમર ચશ્મામાં ફેશિયલ રિકગ્નિશનને માત્ર ડિઝાઇન ફેરફાર અથવા opt-out વિકલ્પોથી નિયંત્રિત કરી શકાય નહીં.

‘Name Tag’ ફીચર કેવી રીતે કામ કરશે?

‘Name Tag’ ફીચર Metaના સ્માર્ટ ચશ્મામાં AI અસિસ્ટન્ટ દ્વારા કામ કરશે, જે યુઝર્સને તેઓ જે લોકોને જુએ છે તેની માહિતી મેળવવાની સુવિધા આપશે. આ ટેક્નોલોજીના બે વર્ઝન છે: એક જે માત્ર Meta પ્લેટફોર્મ સાથે જોડાયેલા લોકોને ઓળખે છે અને બીજા વર્ઝનમાં Instagram જેવી Meta સેવાઓ પર પબ્લિક એકાઉન્ટ ધરાવતા કોઈપણ વ્યક્તિને ઓળખી શકાશે.

સ્ટોકિંગ અને હેરેસમેન્ટ કેસ જાહેર કરવાની માંગ

આ ગ્રુપે Metaને તેની વેરેબલ ડિવાઇસિસનો સ્ટોકિંગ, હેરેસમેન્ટ અથવા ડોમેસ્ટિક વાયોલન્સમાં ઉપયોગ થયો હોય તેવા કેસ જાહેર કરવાની પણ માંગ કરી છે. તેઓ કંપનીને ફેડરલ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે Meta વેરેબલ્સ અથવા તેના ડેટાના ઉપયોગ અંગે થયેલી ચર્ચાઓ વિશે માહિતી જાહેર કરવા કહે છે. ગ્રુપ્સનું કહેવું છે કે લોકોને તેમના દૈનિક જીવનમાં સ્ટોકર્સ, સ્કેમર્સ અને દુર્વ્યવહાર કરનારાઓ દ્વારા ઓળખાઈ જવાના ડર વગર જીવવાનો અધિકાર હોવો જોઈએ.

Metaએ શું કહ્યું?

આ વિરોધ બાદ Metaના પ્રવક્તાએ કહ્યું કે ‘અમારા સ્પર્ધકો આ પ્રકારનું ફેશિયલ રિકગ્નિશન પ્રોડક્ટ આપે છે અને અમે આપતા નથી.’ તેમણે ઉમેર્યું કે જો આવું ફીચર ક્યારેય રજૂ કરવામાં આવશે તો તે સંપૂર્ણ સાવચેતી સાથે કરવામાં આવશે. આ ગ્રુપ દ્વારા Metaની આ રીતની ટીકા કરી છે અને એ ખૂબ જ અયોગ્ય વર્તન છે. તેમણે કંપની પર વધતા સત્તાવાદ અને ટ્રમ્પ પ્રશાસનના કાયદાના નિયમોનો પણ કંપની ભંગ કરી રહી છે એવો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: વિવાદાસ્પદ ફેશિયલ રેકગ્નિશન સાથે આવી શકે છે મેટાના સ્માર્ટ ચશ્મા, જાણો વિગત…

ફેશિયલ રિકગ્નિશનને લઈને Meta અગાઉ પણ હતું વિવાદમાં

આ પહેલી વાર નથી જ્યારે Metaએ ફેશિયલ રિકગ્નિશન માટે વિરોધનો સામનો કરવો પડ્યો છે. નવેમ્બર 2021માં કંપનીએ Facebookની ફોટો-ટેગિંગ સિસ્ટમ બંધ કરી હતી અને એક અબજથી વધુ યુઝર્સના ફેસ રિકગ્નિશન ટેમ્પ્લેટ્સ ડિલીટ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય ઘણા વર્ષોની કાનૂની લડાઈઓ બાદ લેવામાં આવ્યો હતો, જેમાં ઇલિનોઇસ અને ટેક્સાસમાં બાયોમેટ્રિક પ્રાઇવસી કેસોના સમાધાન કરવા માટે લગભગ 2 અબજ ડોલર ચૂકવવામાં આવ્યા હતા. યુઝર્સની મંજૂરી વગર તેમના ફેસપ્રિન્ટ્સ કૅપ્ચર કરવામાં આવ્યા હોવાથી તેને દંડ કરવામાં આવ્યો હતો.