Get The App

સેમસંગના ચાહકો માટે મોટા સમાચાર: આ દિવસે લોન્ચ થશે Galaxy Z Fold 8 અને Z Flip 8...

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
સેમસંગના ચાહકો માટે મોટા સમાચાર:  આ દિવસે લોન્ચ થશે Galaxy Z Fold 8 અને Z Flip 8... 1 - image

Samsung New Unpacked Event: ટેક જગતમાં ગૂગલ બાદ હવે સેમસંગ તેની વર્ષની સૌથી મોટી ઇવેન્ટ 'Galaxy Unpacked'ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ધમાકેદાર ગ્લોબલ ઇવેન્ટ આગામી July 22ના રોજ યુકેના લંડન ખાતે યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ઇવેન્ટમાં કંપની તેના પ્રીમિયમ સેગમેન્ટના ડિવાઇસ લોન્ચ કરવા જઈ રહી છે, જેમાં વૈશ્વિક સ્તરે સૌની નજર નેક્સ્ટ જનરેશનના ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Fold 8 અને Galaxy Z Flip 8 પર ટકેલી છે. આ ઉપરાંત, કંપની વેરિયેબલ સેગમેન્ટમાં નવી સ્માર્ટવોચ Galaxy Watch 9 અને પ્રીમિયમ એડવેન્ચર વોચ Galaxy Watch Ultra 2 પણ રજૂ કરશે. જો તમે અત્યાધુનિક ટેક્નોલોજીના શોખીન છો, તો આ ઇવેન્ટ તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થવાની છે.

'Galaxy AI'ના આગામી વર્ઝનનો જોવા મળશે પાવર

ટેક સોર્સિસના જણાવ્યા અનુસાર સેમસંગ આ વખતે તેના ફોલ્ડેબલ ડિવાઇસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે Galaxy AIના વધુ એડવાન્સ અને નવા ફીચર્સ રજૂ કરી શકે છે. આ ફીચર્સ ખાસ કરીને મોટી સ્ક્રીન અને ડ્યુઅલ ડિસ્પ્લેના મલ્ટી-ટાસ્કિંગને ધ્યાનમાં રાખીને ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યા છે, જે યુઝર એક્સપિરિયન્સને તદ્દન નવો વળાંક આપશે.

પ્રીમિયમ સ્પેસિફિકેશન્સ સાથે લોન્ચ થશે સેમસંગના ફોલ્ડેબલ ફોન

લીક થયેલા અહેવાલો અને ઇન્ડસ્ટ્રી સોર્સિસ અનુસાર, સેમસંગ તેના આગામી ફોલ્ડેબલ સ્માર્ટફોન્સમાં પાવરફુલ હાર્ડવેર અને વધુ મજબૂત હિંજ ડિઝાઇન આપવા જઈ રહી છે:

Galaxy Z Fold 8: આ પ્રીમિયમ ફોનમાં કંપનીનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ અને લેટેસ્ટ પ્રોસેસર Snapdragon 8 Elite Gen 5 જોવા મળી શકે છે. આ સાથે જ તેમાં 12GB રેમ અને 120Hz રિફ્રેશ રેટ ધરાવતી અલ્ટ્રા-સ્મૂધ ડ્યુઅલ AMOLED સ્ક્રીન આપવામાં આવશે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં ક્વાડ-કેમેરા સેટઅપ હશે, જેમાં મુખ્ય સેન્સર 200MPનું હોઈ શકે છે જે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટ સાથે આવશે. આ વખતે ફોનની અંદર જ S-Pen રાખવા માટેનું ઇન-બિલ્ટ સ્લોટ મળે તેવી પણ ચર્ચા છે.

Galaxy Z Flip 8: સેમસંગના આ પોકેટ-ફ્રેન્ડલી ફ્લિપ ફોનમાં ચોક્કસ માર્કેટ્સ માટે અદ્યતન Exynos પ્રોસેસર જોવા મળી શકે છે. આ ફોનમાં આશરે 7-ઇન્ચની વિશાળ મુખ્ય ડિસ્પ્લે અને બહારની તરફ મોટી કવર સ્ક્રીન આપવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત, તેમાં 50MPના પ્રાઇમરી સેન્સર સાથે શાર્પ ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળશે જે લો-લાઇટ ફોટોગ્રાફીમાં વધુ સારું પરિણામ આપશે.

સ્માર્ટવોચ સેગમેન્ટમાં મોટો ધમાકો

ફોન ઉપરાંત સેમસંગ તેની વેરિયેબલ લાઇનઅપને પણ મજબૂત કરી રહ્યું છે:

Galaxy Watch 9: આ વોચ વધુ સચોટ હેલ્થ ટ્રેકિંગ સેન્સર્સ, વધુ સારી સ્લીપ મોનિટરિંગ અને અપગ્રેડેડ પ્રોસેસર સાથે આવશે જે બેટરી લાઈફ વધારવામાં મદદ કરશે.

Galaxy Watch Ultra 2: આ સેમસંગની પ્રીમિયમ અને રગ્ડ ડિઝાઇનવાળી વોચનું નવું વર્ઝન હશે, જે ખાસ કરીને એથ્લેટ્સ અને આઉટડોર એડવેન્ચરના શોખીનો માટે ટાઇટેનિયમ બોડી અને બહેતર વોટર રેઝિસ્ટન્સ સાથે તૈયાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: iPhone 18 Pro માં ક્યારેય નેટવર્ક નહીં ખોવાય! એપલ લાવી રહ્યું છે આ ખાસ ટેક્નોલોજી…

આકર્ષક ડિઝાઇન અને ક્રીઝ-લેસ ડિસ્પ્લે

કંપની આ બંને ફોલ્ડેબલ ડિવાઇસને પહેલા કરતાં વધુ સ્લીમ અને હળવી ડિઝાઇન સાથે બજારમાં ઉતારશે. રિપોર્ટ્સનું માનીએ તો, સેમસંગે આ વખતે સ્ક્રીનની વચ્ચે પડતી 'ક્રીઝ'ને નહિવત કરવા માટે નવી ડિસ્પ્લે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.

આગામી July 22 એ યોજાનારી આ ઇવેન્ટમાં ટેક જગતને સેમસંગ તરફથી ઘણા મોટા સરપ્રાઈઝ મળી શકે છે, જે વૈશ્વિક સ્માર્ટફોન અને પ્રીમિયમ વેરિયેબલ માર્કેટમાં નવા બેન્ચમાર્ક સેટ કરશે. ઇવેન્ટનું લાઇવ-સ્ટ્રીમિંગ સેમસંગની સત્તાવાર વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે.