Get The App

iPhone 18 Pro માં ક્યારેય નેટવર્ક નહીં ખોવાય! એપલ લાવી રહ્યું છે આ ખાસ ટેક્નોલોજી…

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
iPhone 18 Pro માં ક્યારેય નેટવર્ક નહીં ખોવાય! એપલ લાવી રહ્યું છે આ ખાસ ટેક્નોલોજી… 1 - image

Apple New Network System: એપલ તેના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 18 Pro અને iPhone 18 Pro Maxમાં એક એવો મોટો અપગ્રેડ કરવા જઈ રહી છે, જે યુઝર્સનો મોબાઈલ નેટવર્કનો અનુભવ સંપૂર્ણપણે બદલી નાખશે. અહેવાલો અનુસાર, કંપની સેટેલાઇટ કનેક્ટિવિટી ફીચરને એટલું મજબૂત અને વિશ્વસનીય બનાવવા પર કામ કરી રહી છે કે યુઝર્સ રોજિંદા જીવનમાં પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે. આ ટેક્નોલોજીના કારણે નબળા નેટવર્ક વાળા વિસ્તારોમાં પણ યુઝર્સ સતત કનેક્ટેડ રહી શકશે અને તેમણે માત્ર ટ્રેડિશનલ મોબાઈલ ટાવર કે ઈમરજન્સી સિસ્ટમ પર નિર્ભર નહીં રહેવું પડે. સરળ ભાષામાં કહેવામાં આવે તો હવે નવા iPhone નેટવર્ક એરિયાની બહાર હોય એવા ચાન્સ ખૂબ જ ઓછા છે.

નેટવર્ક વચ્ચે આપમેળે થશે સ્વિચિંગ

એપલે જ્યારે iPhone 14 સિરીઝ સાથે પહેલીવાર સેટેલાઇટ કનેક્ટિવિટીની શરૂઆત કરી હતી, ત્યારે તે માત્ર Emergency SOS અને સેલ્યુલર નેટવર્ક વિનાના અંતરિયાળ વિસ્તારોમાં મૂળભૂત મેસેજિંગ પૂરતી મર્યાદિત હતી. આ સિવાય, સેટેલાઇટ કનેક્શન મેળવવા માટે યુઝર્સે મેન્યુઅલી ફોનની દિશા સેટ કરવી પડતી હતી. જોકે, હવે સામે આવેલા રિપોર્ટ્સ મુજબ, આગામી જનરેશનના આઇફોન નેટવર્કની ગુણવત્તાના આધારે સામાન્ય મોબાઈલ નેટવર્ક અને સેટેલાઇટ નેટવર્ક વચ્ચે આપમેળે સ્વિચ થઈ જશે.

એપલનું 'C2 મોડેમ' ભજવશે મહત્ત્વની ભૂમિકા

સેટેલાઇટ કનેક્ટિવિટીને આટલી સીમલેસ અને સરળ બનાવવા પાછળ એપલનું આગામી 'C2 મોડેમ' જવાબદાર હોવાનું કહેવાય છે. આ નવી ટેક્નોલોજી "5G NR-NTN"ને સપોર્ટ કરશે, જે સામાન્ય મોબાઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નોન-ટેરેસ્ટ્રિયલ નેટવર્ક જેમ કે સેટેલાઇટ વચ્ચેના અંતરને દૂર કરશે. આ ફેરફારના કારણે પહાડી વિસ્તારો, હાઈવે, ગ્રામીણ વિસ્તારો અથવા તો નબળા ટાવર કવરેજ વાળા પ્રદેશોમાં કૉલ ડ્રોપ, મેસેજિંગ કે ડેટા વપરાશમાં આવતી અડચણો નહિવત થઈ જશે.

મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મળશે મજબૂત સિગ્નલ

ખરાબ હવામાન, કુદરતી આફતો અથવા તો અચાનક નેટવર્ક ઠપ થઈ જવા જેવી કટોકટીની સ્થિતિમાં પણ આ સુધારેલી સેટેલાઇટ કનેક્ટિવિટી આશીર્વાદરૂપ સાબિત થશે. એપલ આ ફીચરને એટલું સચોટ બનાવી રહ્યું છે કે યુઝરે કનેક્શન જાળવી રાખવા માટે ફોનની પોઝિશન વારંવાર બદલવી નહીં પડે. એટલું જ નહીં, ફોન ખિસ્સામાં, બેગમાં કે વાહનની અંદર પડ્યો હશે તો પણ સેટેલાઇટ સિગ્નલ પકડી શકશે.

આ પણ વાંચો: ગુરુગ્રામમાં ગારમેન્ટ શ્રમિકોને માથા પર કેમેરા પહેરાવાયા: રોબોટ્સને ટ્રેનિંગ આપવાના પ્રયોગથી પ્રાઇવસી અને રોજગારીનો મોટો વિવાદ

iPhone 18 Pro સિરીઝમાં જોવા મળશે આ શાનદાર હાર્ડવેર અપગ્રેડ્સ

માત્ર નેટવર્ક જ નહીં, પરંતુ iPhone 18 Pro સિરીઝમાં અન્ય ઘણા દમદાર હાર્ડવેર અપગ્રેડ પણ જોવા મળશે:

નેક્સ્ટ જનરેશન A20 Pro ચિપસેટ: આ પ્રોસેસર 2nm (નેનોમીટર) મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પર આધારિત હશે, જે ફોનની સ્પીડ અને બેટરી એફિશિયન્સીમાં ધરખમ વધારો કરશે.

અદ્યતન કેમેરા સિસ્ટમ: ફોટોગ્રાફીના શોખીનો માટે કેમેરામાં મેજર અપગ્રેડ્સ જોવા મળશે.

નવા કલર વેરિઅન્ટ્સ: આ પ્રીમિયમ સિરીઝ આકર્ષક નવા કલર ઓપ્શન્સ સાથે બજારમાં ઉતારવામાં આવશે.

એપલ તેની આ મોસ્ટ-અવેટેડ iPhone 18 સિરીઝને આ વર્ષના અંતમાં યોજાનારી વાર્ષિક ઓટમ લોન્ચ ઈવેન્ટ એટલે કે સપ્ટેમ્બરમાં સત્તાવાર રીતે રજૂ કરશે.