Get The App

OpenAIએ જાહેર કર્યું ‘કોડ રેડ’: ગૂગલ જેમિની એડવાન્સ થતાં ચેટજીપીટીને લાગ્યો ડર…

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
OpenAIએ જાહેર કર્યું ‘કોડ રેડ’: ગૂગલ જેમિની એડવાન્સ થતાં ચેટજીપીટીને લાગ્યો ડર… 1 - image

OpenAI Declares Code Red in Internal Memo: OpenAIના સીઇઓ સેમ ઓલ્ટમેન દ્વારા ‘કોડ રેડ’ જાહેર કરવામાં આવ્યો છે. સંકટની ઘડીમાં હંમેશાં કોડ રેડ જાહેર કરવામાં આવે છે. ગૂગલ જેમિની એડવાન્સ થતાં હવે ચેટજીપીટીમાં વધુ સુધારો કરવા માટે ઇન્ટરનલ મેમો જાહેર કરવામાં આવ્યો છે. AIમાં હવે ખૂબ જ રેસ જોવા મળી રહી છે. દરેક કંપની આગળ વધી રહી છે. ચેટજીપીટીને ખાસ કરીને ગૂગલ સામેથી ખૂબ જ જોરદાર હરિફાઈ મળી રહી છે. સેમ ઓલ્ટમેનએ ઇન્ટરનલ મેમોમાં કહ્યું છે કે ચેટજીપીટીના રોજિંદા ઉપયોગ કરનારા માટે હજી પણ ઘણાં કામ કરવાના બાકી છે. એમાં પર્સનલાઈઝેશન, સ્પીડમાં રીપ્લાય આપવા અને વિશ્વસનીયતાનો સમાવેશ કરવામાં આવશે.

ટીમને રીસ્ટ્રક્ચર કરશે OpenAI  

OpenAI દ્વારા કોડ રેડ જાહેર કર્યા બાદ ટીમને રીસ્ટ્રક્ચર કરવાની વાત કરી હતી. સેમ ઓલ્ટમેન દ્વારા એડવર્ટાઈઝિંગ, હેલ્થ અને શોપિંગ માટેના AI એજન્ટ્સ અને પર્સનલ આસિસ્ટન્ટ જેનું નામ પલ્સ છે એ તમામ કામને લંબાવી દીધા છે. તેમણે મોટાભાગની ટીમને હાલમાં ચેટજીપીટીને વધુને વધુ સારું બનાવવા માટે કામ કરવાની સલાહ આપી છે. ચેટબોટના સુધારા માટે જે કામ કરી રહી છે તેમની પાસે હવે રોજિંદા અપડેટ લેવામાં આવશે. OpenAIના ચેટજીપીટીના હેડ નિક ટર્લી દ્વારા આ વાતની પુષ્ટિ પણ આપવામાં આવી છે.

OpenAIને નાણાકીય ચેલેન્જ અને ભવિષ્યના પ્રોજેક્ટ  

ચેટજીપીટીના અઠવાડિયાના 800 મિલિયનથી વધુ યુઝર્સ છે. OpenAI હજી પ્રોફિટેબલ નથી અને એથી તેમણે સતત ફંડ ભેગા કરતા રહેવું પડે છે. ચેટજીપીટી તેના હરિફ એન્થ્રોપિક કરતાં પણ ખૂબ જ વધુ અગ્રેસિવ પૈસા ખર્ચ કરી રહ્યું છે. ચેટજીપીટીના જ રિપોર્ટ મુજબ 2030માં જો પ્રોફિટ કરતી કંપની બનવું હોય તો તેમણે હવે દર વર્ષે 200 બિલિયન અમેરિકન ડોલરનું રેવન્યૂ જનરેટ કરવું પડશે.

આ પણ વાંચો: એપલે સરકારનો આદેશ માનવાનો કર્યો ઈનકાર! 'સંચાર સાથી' એપ મુદ્દે વિવાદ વધવાના એંધાણ

OpenAIના આગામી AI મોડલ  

OpenAIના ઇન્ટરનલ મેમોમાં સેમ ઓલ્ટમેન દ્વારા કહેવામાં આવ્યું છે કે ચેટજીપીટીનું આગામી રીઝનિંગ મોડલને ગૂગલના લેટેસ્ટ જેમિની મોડલ પહેલાં રિલીઝ કરવાનો પ્લાન હતો. જોકે કંપનીને સેફ્ટીને લઈને ઘણી સમસ્યાઓ નડી હતી. તેમ જ યુઝર્સ સાથે એને વધુ એન્ગેજિંગ બનાવવામાં પણ સમસ્યા આવી હતી. OpenAIનું GPT-5 મોડલ ઓગસ્ટમાં રિલીઝ થયું હતું. જોકે એને લઈને ઘણાં યુઝર્સ ખૂબ જ નારાજ થયા હતા કારણ કે એના જવાબ ખૂબ જ સાદા અને ગણિતના સરળ સવાલ અને જિયોગ્રાફીને લગતાં સવાલ આપવામાં પણ એને તકલીફ પડી રહી હતી.

Tags :