Get The App

S-400થી પણ ખતરનાક છે રશિયાનું S-500 એર ડિફેન્સ સિસ્ટમ, ભારતને કરાઇ ઓફર

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
S-400થી પણ ખતરનાક છે રશિયાનું S-500 એર ડિફેન્સ સિસ્ટમ, ભારતને કરાઇ ઓફર 1 - image


S-500 Air Defense System: ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં ભારતની એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાન તરફથી આવતા તમામ ડ્રોન અને મિસાઈલોને રસ્તામાં જ અટકાવીને તોડી પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાનની લાખ કોશિશ બાદ પણ તે ભારતની એર ડિફેન્સ સિસ્ટમને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. ભારતની આ મજબૂત ડિફેન્સ સિસ્ટમમાં રશિયાના S-400નો એક મહત્ત્વનો રોલ રહ્યો છે. જેમાં પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા તૂર્કિયે અને ચીની ડ્રોનને હવામાં જ ફુંકી મારવામાં આવ્યા હતા. S-400ની સફળતા જોતા હવે રશિયા તરફથી ભારતને એસ 500નું જોઈન્ટ પ્રોડક્શનની ઓફર કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ કે, S-400ના મુકાબલે  S-500 કેટલું શક્તિશાળી છે. 

આ પણ વાંચો : Operation Sindoor : ભારતે પાકિસ્તાનનું ફાઇટર જેટ ‘મિરાજ’ તોડી પાડ્યું, ભંગારનો VIDEO જાહેર

S-500 કેટલું શક્તિશાળી...

ભારત પાસે હાલમાં મૌજુદ S-400 એર ડિફેન્સ સિસ્ટમની તુલનાએ S-500 ડિફેન્સ વધુ શક્તિશાળી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે  S-500 એક સ્પેશ ડિફેન્સ સક્ષમ સિસ્ટમ છે અને તે મલ્ટીલેયર્સ અને મલ્ટી ટારગેટ પણ છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો તે એક એવું ડિફેન્સ સિસ્ટમ છે જે અંતરિક્ષમાં પણ રક્ષણ કરી શકે છે. તેમાં અનેક સ્તરો પણ છે જે એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. તે દુશ્મનના ફાઇટર જેટ, ક્રુઝ મિસાઇલ, હાઇપરસોનિક મિસાઇલ તેમજ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં તેના જાસૂસી ઉપગ્રહોને તોડી પાડવામાં સક્ષમ છે. એવું કહેવાય છે કે ધરતીની આ એર ડિફેન્સ સિસ્ટમની રેન્જ લગભગ 200 કિલોમીટર છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે તે વિશ્વની એકમાત્ર એર ડિફેન્સ સિસ્ટમ છે, જેની રેન્જ 600 કિલોમીટર છે અને તે તે રેન્જમાં Mach-20 ની ઝડપે એકસાથે 10 લક્ષ્યોને અટકાવી શકે છે.

આ પણ વાંચો : પાકિસ્તાનના ન્યુક્લિયર ઠેકાણા પર હુમલાનો ભારતીય સેનાનો ઇન્કાર, એર માર્શલે કહ્યું- માહિતી આપવા બદલ આભાર

S-400 કરતાં S-500 કેટલું આધુનિક અને શક્તિશાળી

રશિયાનું S-500 તેના S-400 એર ડિફેન્સ સિસ્ટમ વર્ઝન કરતાં ઘણું એડવાન્સ છે. આ એક અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે. S-400 માત્ર એક એર ડિફેન્સ સિસ્ટમ છે જ્યારે S-500 અવકાશમાં દુશ્મનના ઉપગ્રહોને પણ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. S-400 ફાઇટર જેટ, ડ્રોન, ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોને નિશાન બનાવી શકે છે, જ્યારે S-500 હાઇપરસોનિક મિસાઇલોને પણ અટકાવી અને તોડી પાડવામાં સક્ષમ છે.

Tags :