Get The App

રશિયા સેમિ-ક્રાયોજેનિક એન્જિનની સંપૂર્ણ ટેકનોલોજી ભારતને ટ્રાન્સફર કરશે, જાણો દેશને શું ફાયદો થશે…

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
રશિયા સેમિ-ક્રાયોજેનિક એન્જિનની સંપૂર્ણ ટેકનોલોજી ભારતને ટ્રાન્સફર કરશે, જાણો દેશને શું ફાયદો થશે… 1 - image

Russia Rocket Technology: ફ્રાન્સ બાદ હવે રશિયા પણ ભારતને તેમની ટેકનોલોજી આપી રહ્યું છે. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિન હાલમાં ભારતના પ્રવાસે છે. તેમણે રશિયાની RD-191M સેમિ-ક્રાયોજેનિક રોકેટ એન્જિનની સંપૂર્ણ ટેકનોલોજીને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને આપવાની જાહેરાત કરી છે. ફ્રાન્સ દ્વારા મિલિટરી એન્જિન આપવાની વાત કરી છે, પરંતુ રશિયા સ્પેસ એજન્સીને મદદ કરશે. રશિયા અને ભારત વચ્ચે આ કારણે સ્પેસ એક્સપ્લોરેશનમાં એક પગલું આગળ ભરવામાં આવ્યું છે. તેઓ રોકેટ એન્જિનની સાથે હવે ક્રૂ આધારિત મિશન, ઓર્બિટ સ્ટેશન, પર્સનલ ટ્રેનિંગ અને રોકેટ ફ્યુઅલ પર પણ સાથે કામ કરશે.

શું છે RD-191M સેમિ-ક્રાયોજેનિક રોકેટ એન્જિન?  

RD-191M એ રશિયા દ્વારા બનાવવામાં આવેલું એડવાન્સ સેમિ-ક્રાયોજેનિક એન્જિન છે. પહેલાના ક્રાયોજેનિક એન્જિનમાં અલ્ટ્રા-કોલ્ડ લિક્વિડ હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જોકે એડવાન્સ સેમિ-ક્રાયોજેનિકમાં લિક્વિડ ઓક્સિજન અને રિફાઇન કેરોસિનનો ઉપયોગ ફ્યુઅલ તરીકે કરવામાં આવે છે. RD-191Mમાં થ્રોટલ છે એને મિડ-ફ્લાઇટ પણ વધારી અને ઘટાડી શકાય છે. એનાથી ફ્લાઇટને કન્ટ્રોલ કરવાની સાથે રોકેટ સ્ટેજને રિકવરી કરવાથી સાથે એનો ફરી ઉપયોગ પણ કરી શકાશે.

RD-191Mની કાર્યક્ષમતા  

RD-191Mની કાર્યક્ષમતા ઇસરોના ઇન્ડો-ફ્રાન્સ વિકાસ એન્જિન કરતાં અઢી ઘણી વધારે છે. વિકાસ એન્જિન 60-80 ટનનો થ્રસ્ટ ધરાવે છે, પરંતુ RD-191M 200-220 ટનનો થ્રસ્ટ ધરાવે છે. આ એન્જિનના અલગ અલગ વર્ઝનનો ઉપયોગ રશિયાની બહાર પણ કરવામાં આવે છે. અમેરિકન એન્ટેરેસ લોન્ચ વ્હિકલ RD-181 અને સાઉથ કોરિયા KSLV-1માં RD-151નો ઉપયોગ કરવામાં આવે છે.

RD-191M ભારત માટે કેવી રીતે ફાયદાકારક છે?  

ભારતનું હાલમાં મુખ્ય હેવી-લિફ્ટ લોન્ચર એટલે કે LVM3માં સોલિડ અને ક્રાયોજેનિક સ્ટેજનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે RD-191Mની મદદથી ભારતના રોકેટની લિફ્ટ કેપેસિટી ખૂબ જ વધી જશે. આ રોકેટની મદદથી જિયોસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટમાં વધુ સામાન પહોંચાડી શકાશે. એના કારણે કોઈ પણ મિશનને ડિઝાઇન કરવામાં પણ ઘણી સ્વતંત્રતા મળશે. વધુ પડતું વજન અને સામાન લઈ જવાતું હોવાથી હવે વજનદાર અને મોટી-મોટી સેટેલાઇટ્સને લોન્ચ કરવું પણ સરળ બનશે. ચંદ્રયાન અને ગગનયાન જેવા મિશનમાં આ રોકેટ ખૂબ જ કામ આવી શકે છે.

આ પણ વાંચો: ફોન નંબર નાખતાં જ ખુલશે લોકેશન અને અંગત માહિતી? જાણો કઈ વેબસાઇટ લીક કરી રહી છે પર્સનલ માહિતી...

સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર કરતાં ભારત પાસે હશે પાવર?  

રશિયા દ્વારા ભારતને સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી રહી હોવાથી ભારત ઇચ્છે તો આ એન્જિનને ભવિષ્યમાં અન્ય દેશમાં એક્સપોર્ટ પણ કરી શકે છે. આ ટેકનોલોજી ટ્રાન્સફરને કારણે ભારત હવે રશિયા, અમેરિકા અને ચીનની કક્ષાએ આવી જશે જેઓ તેમના સેમિ-ક્રાયોજેનિક એન્જિનને અન્ય દેશને આપે છે. ઇસરો હાલમાં પાવરફુલ રોકેટ બનાવવા પાછળ કામ કરી રહ્યું છે તો એમાં આ રશિયાના એન્જિનની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. તેમ જ ત્રણ સ્ટેજ રોકેટ LVM3માં સેકન્ડ સ્ટેજને આ એન્જિન વડે રિપ્લેસ કરી શકે છે.

Tags :