AI ટૂલથી લખાયેલો કોડ વધુ હેકેબલ?: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે વધી રહ્યા છે સાઇબર ક્રાઇમ, જાણો વિગત...
AI Increase Cyber Crime: જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે હવે સાઇબર ક્રાઇમમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. યુઝરની સામે હવે હેકર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા હોવાથી તેમને અટકાવવું ખૂબ જ મુશ્કેલ છે. ગૂગલ કેલેન્ડર ઇનવાઇટ અથવા તો આઉટલૂક ઇમેલ જેવા કનેક્ટેડ AI પ્રોગ્રામને કારણે હવે સેન્સિટિવ ડેટા ચોરી થઈ રહ્યા છે. AI સ્કેમ માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે.
સિક્યોરિટી વગરની AI પ્રોડક્ટ સૌથી મોટું રિસ્ક
AI સ્કેમ થવા માટે સિક્યોરિટી વગરની AI પ્રોડક્ટને લોન્ચ કરવું ખૂબ જ મોટું રિસ્ક છે. ઘણાં લોકો ઇનવેસ્ટર્સને આકર્ષવા માટે પોતાની AI પ્રોડક્ટને લોન્ચ કરી દે છે. આ માટે કોઈ સેફ્ટી અને સિક્યોરિટીને ધ્યાનમાં લેવામાં ન આવી હોય એ બની શકે છે. સેન્ટિનેલવન સિક્યોરિટી ફર્મમાં થ્રેટ રિસર્ચ તરીકે કામ કરનાર એલેક્સ ડેલામોટ કહે છે, ‘AIનો સમાવેશ દરેક પ્રોડક્ટમાં કરવો યોગ્ય નથી. ખાસ કરીને ત્યારે જ્યારે એમાં ઘણાં નવા રિસ્ક રહેલા છે.’
કોડિંગ માટે AI ટૂલનો ઉપયોગ કરવાથી જલદી હેક થવાના ચાન્સ
AI કેટલું ઉપયોગી છે એ માટે મિક્સ રિવ્યુ છે અને એમ છતાં ઘણાં ડેવલપર્સ સોફ્ટવેર બનાવવા માટે જે કોડ લખવામાં આવે છે એ માટે AI ટૂલનો ઉપયોગ કરે છે. મોટી-મોટી કંપનીઓ પણ હવે AI ટૂલનો ઉપયોગ કરી રહી છે. જોકે એક સ્ટડી મુજબ મનુષ્ય દ્વારા લખવામાં આવેલા કોડ કરતાં AI ટૂલ દ્વારા લખવામાં આવેલા ટૂલ ખૂબ જ સરળતાથી હેક થઈ શકે છે. એમાં ખામી હોવાના ચાન્સ ખૂબ જ વધી જાય છે. આ ટૂલનો જેટલો વધુ ઉપયોગ કરવામાં આવશે એટલે કે તેમને જેટલું વધુ એક્સેસ મળશે એટલું જ AIને કારણે વધુ ડેમેજ જોવા મળશે.
સપ્લાય-ચેન પર કરવામાં આવે છે અટેક
ઓગસ્ટમાં AI સાથે છેડખાની કરીને સપ્લાય-ચેન પર અટેક કરવામાં આવ્યો હતો. હેકર્સ દ્વારા ઓફિશિયલ-સીમિંગ પ્રોગ્રામ Nxને મોડિફાય કરીને પબ્લિશ કર્યો હતો. આ એક એવું પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ કોડને મેનેજ કરવા માટે કરવામાં આવે છે. જોકે હજારોની સંખ્યામાં Nx યુઝર્સ દ્વારા આ પ્રોગ્રામને ડાઉનલોડ કરવામાં આવ્યો હતો અને તેઓ હેકિંગનો શિકાર થયા હતા. હેકર્સ દ્વારા એકાઉન્ટ પાસવર્ડ, ક્રિપ્ટોકરન્સી વોલેટ્સ અને અન્ય સેન્સિટિવ ડેટાને ચોરી લેવામાં આવ્યા હતા.
AI દ્વારા કરવામાં આવે છે પૈસાની ઉઘરાણી
હેકર્સ દ્વારા AIનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જ એક રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું કે હવે લોકો પાસેથી પૈસા ઉઘરાવવા માટે AIનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમગ્ર કેમ્પેનનો ઉપયોગ AI દ્વારા ચલાવવામાં આવે છે. AI કંપનીઓની સિસ્ટમમાં ખામી શોધે છે અને ત્યાર બાદ એના પર અટેક કરે છે. તમામ ડેટાને ચોરી કરી લે છે અને ત્યાર બાદ તેમની પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે. આ AI ટૂલની મદદથી હેકર્સ ખૂબ જ હોશિયાર હોવો પણ હવે જરૂરી નથી રહ્યો. આ ટૂલ જ તમામ કામ કરી લે છે.
આ પણ વાંચો: વોટ્સએપમાં નવું રિમાઇન્ડર ફીચર: મહત્ત્વની વાતો યાદ રાખવા હવે રિમાઇન્ડર મૂકી શકાશે...
એડવાન્સ AI પ્રોગ્રામ્સ
અગાઉ એક પણ સિક્યોરિટી ખામી ન મળી હોય એમાં પણ ખામી શોધવા માટે હવે એડવાન્સ AI પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે. પેન્ટાગોનની ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી દ્વારા ગયા મહિને એક કોન્ટેસ્ટ રાખવામાં આવી હતી. એમાં સાત હેકર્સની ટીમ દ્વારા એક સાઇબર રિઝનિંગ સિસ્ટમ બનાવવામાં આવી હતી જેના દ્વારા તેમણે ઓપનસોર્સ કોડની 54 મિલિયન લાઇન્સમાંથી 18 ખામીઓ શોધી કાઢી હતી. હવે આ ખામીઓને સુધારવાની કોશિશ કરવામાં આવી રહી છે.