Get The App

શું સકારાત્મક વિચારથી વેક્સિનની અસર વધુ થાય છે? જાણો વિગત…

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
શું સકારાત્મક વિચારથી વેક્સિનની અસર વધુ થાય છે? જાણો વિગત… 1 - image


Positive Thinking: ઇઝરાયલની તેલ અવિવ યુનિવર્સિટીમાં એક રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું છે કે સકારાત્મક વિચાર રાખવાથી વેક્સિનની અસર વધુ થાય છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વેક્સિનેશન બાદ જે પણ વ્યક્તિ સકારાત્મક વિચાર રાખે છે તેમનું દિમાગ સારી રીતે કામ કરે છે અને તેમનામાં અન્ય વ્યક્તિ કરતાં વધુ એન્ટીબોડીઝ હોય છે. આ રિસર્ચ બીમારી સારી થઈ જાય એની ખાતરી નથી આપતું, પરંતુ બોડીની ડિફેન્સ સિસ્ટમ વધુ સારી બને છે એ વિશે જાણકારી આપે છે.

સકારાત્મક વિચાર અને ઇમ્યુનિટી વચ્ચે છે લિંક

આ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે સકારાત્મક વિચાર અને ઇમ્યુનિટી વચ્ચે લિંક છે અને એનાથી માનવી પર વેક્સિનની વધુ સારી અસર જોવા મળે છે. તેલ અવિવ યુનિવર્સિટીની સાઇકિયાટ્રી અને ન્યુરોસાયન્સ પ્રોફેસર તલ્મા હેન્ડલર કહે છે, ‘માનવી પર પહેલી વાર આ પરિક્ષણ કરવામાં આવ્યું છે. એના પરથી જાણવા મળ્યું છે કે સકારાત્મક વિચારધારા રાખવાથી મગજમાં નવી રીવોર્ડ સિસ્ટમ બનાવી શકાય છે અને જેના કારણે ઇમ્યુનિટીમાં વધારો જોવા મળે છે.’

બ્રેઇન ટ્રેઇનિંગ બાદ વેક્સિનની અસર

આ સ્ટડી દરમ્યાન હેલ્થી વ્યક્તિઓને પસંદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની બ્રેઇન ટ્રેઇનિંગ સેશન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મેન્ટલ સ્ટ્રેટેજી દ્વારા દિમાગના ચોક્કસ ભાગને વધુ કામ કરે એ માટે ટ્રેઇન કરવામાં આવ્યા હતા. બ્રેઇન એક્ટિવિટી દ્વારા દિમાગના કેટલાક સ્કોર થાય છે એનો રિયલ-ટાઇમ ડેટા અને ફીડબેક જોવા મળ્યું હતું. આ પ્રકારની ચાર ટ્રેઇનિંગ સેશન બાદ વ્યક્તિઓને હિપેટાઇટિસ બીની વેક્સિન આપવામાં આવી હતી. ત્યાર બાદ વાયરસ સામે એન્ટીબોડી કેવી છે એ ચેક કરવા માટે બે અને ચાર અઠવાડિયા બાદ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

સકારાત્મક વિચારને કારણે વેક્સિનની અસર વધુ

આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે દિમાગમાં આવેલા વેન્ટ્રલ ટેગમેન્ટલ એરિયામાં સૌથી વધુ ઇમ્યુન રિસ્પોન્સ છુપાયેલો હોય છે. આથી વેક્સિનની અસર વધુ થાય છે. વેક્સિનની સૌથી સારી અસર એવા વ્યક્તિ પર વધુ થાય છે જેઓ સારા વિચારો અથવા તો સારું વસ્તુઓની કલ્પના કરે છે. આ રિસર્ચ એ વાત પર પ્રકાશ પાડે છે કે સકારાત્મક વિચાર ઇમ્યુન ફંક્શનને વધુ સારી રીતે વિકસિત કરે છે.

આ પણ વાંચો: હવે AI, રોબોટિક્સ અને હાઈટેક કમ્પ્યુટર ડિવાઇસનો યુગ, આસુસનો પણ સ્માર્ટફોન નહીં બનાવવાનો નિર્ણય

ભવિષ્યમાં શું કરવામાં આવશે રિસર્ચ?

આ ટીમ દ્વારા હવે ભવિષ્યમાં નવા રિસર્ચ પર કામ કરવામાં આવશે. સકારાત્મક વિચારોની અસર શરીરના અન્ય કયા ભાગ પર પડે છે એ હવે જોવામાં આવશે. આ રિસર્ચના સિનિયર ઓથર ડોક્ટર નિટ્ઝન લુબિયાનિકરે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે ઇમ્યુનિટી રિસ્પોન્સને બૂસ્ટ કરવા માટે આ એક ટૂલ તરીકે કામ કરી શકે છે. જોકે એને વેક્સિનેશન માટે મેડિકલ કેરના પર્યાય તરીકે ઉપયોગ નહીં કરી શકાય.