mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સ્માર્ટફોનની આદત ઘટાડવા...

Updated: May 26th, 2024

સ્માર્ટફોનની આદત ઘટાડવા... 1 - image


આમ જુઓ તો આપણે સ્માર્ટફોનનો ઉપયોગ ઘટાડવા માટે પોતાના હાથમાંથી તેને ફક્ત બાજુએ મૂકવા જેટલી જ જહેમત ઉઠાવવાની હોય છે. પરંતુ આપણામાંના મોટા ભાગના લોકો એમ કરી શકતા નથી!

સૌની સ્માર્ટફોનની આદત એટલી ઘેરી બની છે કે રાત્રે સૂવાના સમયે પણ આપણે ફોન હાથમાંથી છોડી શકતા નથી. આવા વધુ પડતા સ્ક્રીનટાઇમની સ્પષ્ટ અસર છે - શારીરિક અને માનસિક બંને પ્રકારના સ્વાસ્થ્ય પર.

સારી વાત એ કે હવે આ મુદ્દા તરફ સૌનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે. ટેકનોલોજી કંપનીઓએ પોતે જ જાતભાતની રીતે આપણને સ્માર્ટફોનના વ્યસની બનાવ્યા છે, પરંતુ એ પછી એમને પણ તેની આડઅસરો સમજાઈ છે, એ કારણે લાંબા સમયથી સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમમાં જ ડિજિટલ વેલનેસ સંબંધિત વિવિધ ફીચર્સ ઉમેરાતાં આવ્યાં છે. 

એન્ડ્રોઇડના ૯મા વર્ઝનથી અને આઇઓએસના ૧૨માં વર્ઝનથી ડિજિટલ વેલનેસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

આપણે તેનો લાભ લઇને રાતના  (કે અન્ય કોઈ પણ) નિશ્ચિત સમય પછી ફોનનો સ્ક્રીન ડીમ થઈ જાય, પહેલેથી પસંદ કરેલી અમુક એપ્સનો આપણે ઉપયોગ જ ન કરી શકીએ અને અમુક ચોક્કસ કોન્ટેક્ટ્સ સિવાય અન્ય લોકો આપણને કોલ ન કરી શકે એ પ્રકારનાં સેટિંગ કરી શકાય છે.

ગૂગલ આ પ્રકારનાં સેટિંગ્સને ‘ડિજિટલ વેલબીઇંગ’ કહે છે અને એપલ તેને ‘સ્ક્રીનટાઇમ’ અથવા ‘ડાઉનટાઇમ’ કહે છે. એન્ડ્રોઇડમાં સેટિંગ્સમાં ડિજિટલ વેલબિઇંગ સર્ચ કરશો તો આ માટેના સેટિંગ મળી આવશે.

આઇફોનમાં સેટિંગ્સમાં સ્ક્રીન ટાઇમમાં જઇને એ માટેના જરૂરી સેટિંગ કરી શકાશે.  બંને પ્રકારના ફોનમાં આપણે આ ફીચર ક્યારે શરૂ થાય અને ક્યારે આપોઆપ બંધ થાય તે નક્કી કરી શકીએ છીએ.

Gujarat