Get The App

ક્વાલકોમે લોન્ચ કર્યું સૌથી પાવરફુલ પ્રોસેસર: એન્ડ્રોઇડ મોબાઇલના પર્ફોર્મન્સમાં થશે વધારો, એપલને આપશે ચેલેન્જ

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
ક્વાલકોમે લોન્ચ કર્યું સૌથી પાવરફુલ પ્રોસેસર: એન્ડ્રોઇડ મોબાઇલના પર્ફોર્મન્સમાં થશે વધારો, એપલને આપશે ચેલેન્જ 1 - image


Qualcomm Launch Most Powerful Processor: ક્વાલકોમ દ્વારા તેમનું સૌથી પાવરફુલ પ્રોસેસરને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રોસેસરનું નામ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 ઇલાઇટ જનરેશન 5 છે. આ પ્રોસેસરની મદદથી મોબાઇલમાં એડ્વાન્સ કેમેરા ફીચર્સ, ઓન-ડિવાઇસ AI અને સારું બેટરી બેકઅપની સાથે મોબાઇલના પર્ફોર્મન્સમાં પણ વધારો થશે. વનપ્લસ, રિયલમી, શાઓમી અને iQOO મોબાઇલમાં આ પ્રોસેસર બહુ જલદી જોવા મળશે.

ક્વાલકોમનું કહેવું છે કે આ દુનિયાનું સૌથી પહેલું મોબાઇલ પ્રોસેસર છે જે એડ્વાન્સ પ્રોફેશનલ વીડિયો સપોર્ટ કરે છે. આ પ્રોસેસરની મદદથી યુઝર્સને પ્રોફેશનલ લેવલની ફોટોગ્રાફીનો અનુભવ આપવાની સાથે એટલું જ અદ્ભુત રિઝલ્ટ પણ આપશે. ફોટોગ્રાફી માટે એમાં ફ્યુઝન કમ્પ્યુટેશનલ ઇમેજિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. એને AI આધારિત ઇમેજિંગ ટેક્નોલોજી Arcsoftની સાથે તૈયાર કરવામાં આવી છે.

AI સાથે જોવા મળશે આ ફીચર્સ

સ્નેપડ્રેગન 8 ઇલાઇટ જનરેશન 5માં AIને લઈને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મોબાઇલને AI માટે તૈયાર કરવા માટે એમાં Hexagon NPU આપવામાં આવ્યું છે. આ પહેલાં કરતાં 37 ટકા વધુ ઝડપે કામ કરે છે. આ પ્રોસેસર ઓન-ડિવાઇસ લાર્જ લેન્ગ્વેજ મોડલને સપોર્ટ કરે છે. આ પ્રોસેસરની મદદથી ઘણાં મોટા-મોટા AI મોડલનો પણ એમાં ઉપયોગ કરી શકાય છે.

ગેમિંગ માટે પણ છે ખાસ સપોર્ટ

ક્વાલકોમ દ્વારા સ્નેપડ્રેગન 8 ઇલાઇટ જનરેશન 5માં ગેમિંગ માટે પર્ફોર્મન્સ વધારવા માટે ખૂબ જ સારી કોશિશ કરવામાં આવી છે. એમાં Unreal Engine 5 આપવામાં આવ્યું છે. ગેમિંગ દરમ્યાન એ પાવરનો કેટલો ઉપયોગ કરવો એના પર નજર રાખે છે. તેમ જ મોબાઇલને ગરમ થતો અટકાવે છે અને પર્ફોર્મન્સ સારું આપે એનું ધ્યાન રાખે છે.

ક્વાલકોમે લોન્ચ કર્યું સૌથી પાવરફુલ પ્રોસેસર: એન્ડ્રોઇડ મોબાઇલના પર્ફોર્મન્સમાં થશે વધારો, એપલને આપશે ચેલેન્જ 2 - image

સ્નેપડ્રેગન 8 ઇલાઇટ જનરેશન 5માં છે નવું મોડેમ

ક્વાલકોમના લેટેસ્ટ પ્રોસેસરમાં નવું મોડેમ આપવામાં આવ્યું છે. આ મોડેમ X85 છે. મોબાઇલના પર્ફોર્મન્સ અને ઇન્ટરનેટની સ્પીડને વધુ સારી બનાવવા માટે આ કામ કરે છે. આ મોડેમની મદદથી ઇન્ટરનેટની ડાઉનલોડ સ્પીડ વધુમાં વધુ 12.5 Gbps સુધી જઈ શકે છે. કોઈ જગ્યાએ ઓછા સિગ્નલની કનેક્ટિવિટી હશે ત્યાં પણ એ સારું પર્ફોર્મન્સ આપશે.

આ પણ વાંચો: સ્ટેટસ કોણ રીશેર કરી શકે એ માટે યુઝરને કન્ટ્રોલ આપશે વોટ્સએપ, જાણો વિગત…

સ્નેપડ્રેગન સેન્સિંગ હબનો પણ સમાવેશ

ક્વાલકોમ દ્વારા આ લેટેસ્ટ પ્રોસેસરમાં સ્નેપડ્રેગન સેન્સિંગ હબનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ હબ મોબાઇલ વધુ સારું પર્ફોર્મન્સ આપે એનું ધ્યાન રાખશે. આ સાથે જ યુઝર્સના ઉપયોગના આધારે આ સમય અનુસાર ટ્રેન થતું રહેશે અને એ રીતે કામ કરશે. આથી આગળ જતાં તે યુઝર્સની જેમ જ મોબાઇલના પર્ફોર્મન્સ માટે શું સારું છે એ માટે પોતે નિર્ણય લેશે.

Tags :