Get The App

ફેક્ટ ચેક: શું તમામ વોટ્સએપ કોલ રૅકોર્ડ કરાશે? જાણો વાઇરલ મેસેજ પર સરકારની સ્પષ્ટતા

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News

રેફેક્ટ ચેક: શું તમામ વોટ્સએપ કોલ રૅકોર્ડ કરાશે? જાણો વાઇરલ મેસેજ પર સરકારની સ્પષ્ટતા 1 - image

WhatsApp Call Recording: સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરે છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા એક નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જેમાં દરેક વોટ્સએપ કોલને રૅકોર્ડ કરવામાં આવશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ફેક્ટ ચેક ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ માત્ર અફવા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચા મુજબ ફક્ત વોટ્સએપ જ નહીં, પરંતુ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને મોનિટર કરવામાં આવશે. આ સાથે જ મેસેજ ડિલિવરીને લઈને આવતી ટીકમાર્કને લઈને પણ ઘણી ખોટી માહિતી ચાલી રહી છે.

શું છે આ વાઇરલ ખોટી માહિતી?

  • દરેક કોલને કરવામાં આવશે રૅકોર્ડ.
  • દરેક કોલ રૅકોર્ડિંગને કરવામાં આવશે સેવ.
  • વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને દરેક સોશિયલ મીડિયાને મોનિટર કરવામાં આવશે.
  • મિનિસ્ટ્રીની સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવશે યુઝર્સની ડિવાઈસ.
  • કોઈને પણ ખોટા મેસેજ સેન્ડ કરવાથી દૂર રહેવું.
  • બાળકો, ભાઈ-બહેન, સગાવહાલા અને ફ્રેન્ડ્સને જાણ કરશો કે તમે પોતાની કાળજી લેશો અને સોશિયલ સાઇટ્સનો ઉપયોગ ઓછો કરશો.
  • પ્રાઇમ મિનિસ્ટર અથવા તો સરકાર વિરુદ્ધ કોઈ પણ ખરાબ પોસ્ટ અથવા તો વીડિયો શેર ન કરવો, પછી ભલે એ અત્યારની પરિસ્થિતિ વિશે જ કેમ ન હોય.
  • કોઈ પણ પોલિટિકલ અથવા તો ધર્મ વિરુદ્ધ કંઈપણ ખોટું લખવામાં આવ્યું તો એ ગુનો ગણાશે અને વોરન્ટ વગર તેની અરેસ્ટ કરી શકાશે.
  • પોલીસને કોઈ પણ પોસ્ટ વિવાદાસ્પદ લાગી તો તેમના વિરુદ્ધ નોટિફિકેશન ઇશ્યુ કરી શકશે અને કેસ પણ ફાઇલ કરી શકશે.
  • ગ્રૂપ મેમ્બર અને મોડરેટર દ્વારા મેસેજ સેન્ડ કરવા પહેલાં ધ્યાન રાખવું કે એ કેટલા સાચા છે.
  • કોઈને પણ ખોટા મેસેજ સેન્ડ કરવા પહેલાં વિચારવું કારણ કે એ સજાપાત્ર બની શકે છે.

ટીકમાર્ક વિશે શું ચાલી રહી છે માહિતી

✅ - મેસેજ સેન્ડ થઈ જશે.

✅✅ - મેસેજ પહોંચી ગયો છે.

બે બ્લૂ ✅✅ - મેસેજ વાંચવામાં આવ્યો છે.

ત્રણ બ્લૂ ✅✅✅ - સરકાર દ્વારા આ મેસેજ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

બે બ્લૂ ✅✅ અને એક લાલ ✅ - સરકાર તમારા વિરુદ્ધ પગલાં લઈ શકે છે.

એક બ્લૂ ✅ અને બે લાલ ✅✅ - સરકાર દ્વારા યુઝરની માહિતી ચેક કરવામાં આવી રહી છે.

ત્રણ લાલ ✅✅✅ - સરકારે યુઝર સામે પગલાં ભર્યા છે અને જલદી કોર્ટનો સમન મળશે.

સરકારનું આ વિશે શું કહેવું છે?

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોનું ફેક્ટ ચેક યુનિટ દ્વારા આ સમાચારને અફવા ગણાવી દેવામાં આવી છે. સરકાર દ્વારા આ પ્રકારની કોઈ પણ ગાઇડલાઇન જાહેર કરવામાં નથી આવી. વોટ્સએપ એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન પર જ કામ કરશે. એથી સરકાર હોય કે વોટ્સએપ મેસેજ અને કોલને કોઈ ચેક નહીં કરી શકે. આ સાથે જ કલર ટીકમાર્કની જે વાત કરવામાં આવી રહી છે એવું વોટ્સએપમાં કોઈ ફીચર જ નથી.

આ પણ વાંચો: ચેટજીપીટીની વાત કોઈ વાંચી ન લે એ માટે આ સ્ટેપને કરો ફોલો...

ખોટી માહિતીથી ડરી રહ્યાં છે યુઝર્સ

આ પ્રકારની ખોટી માહિતીને કારણે લોકોનેમાં ડર આવી ગયો છે અને તેઓમાં ચિંતા વધી ગઈ છે. આથી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા લોકોને આ પ્રકારની માહિતીના તથ્યોને ચેક કર્યા બાદ જ મેસેજ આગળ ફોરવર્ડ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ લોકોને સોશિયલ મીડિયા ના મેસેજ કરતાં ઓફિશિયલ સોર્સ પર નિર્ભર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જો આ પ્રકારના મેસેજ વિશે કોઈ જ સાચી માહિતી ન હોય તો એ મેસેજને ફોરવર્ડ કરવાથી દૂર રહેવું.

Tags :