ચેટજીપીટીની વાત કોઈ વાંચી ન લે એ માટે આ સ્ટેપને કરો ફોલો...
ChatGPT Chat History: ચેટજીપીટી સાથેની વાતચીત હાલમાં જ લીક થઈ હતી. 4500 જેવી વાતચીત ગૂગલ પર લીક થઈ હતી. આ લીક થવાનું કારણ શેર સેટિંગ્સ હતું. જો આ ચેટ લીક ન થાય એ માટે કેટલીક સેટિંગ્સ પર ધ્યાન આપવું જરૂરી છે. એ કરતાં જ ચેટજીપીટીનો ડેટા અને દરેક ચેટ સિક્યોર થઈ જશે. યૂઝરની પ્રાઇવસી ખૂબ જ જરૂરી છે. આ માટે તેમની ચેટ હિસ્ટ્રી સાચવવી ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના ડેટા વધુ લીક ન થાય એ માટે ચેટજીપીટી દ્વારા શેર કરવાનું ફીચર કાઢી નાખવામાં આવ્યું છે. જો કે આમ છતાં યૂઝર્સ પણ પોતાની રીતે ડેટાને સુરક્ષિત રાખવા માટે કેટલાક પગલાં લઈ શકે છે.
ચેટજીપીટીમાં હિસ્ટ્રી બંધ રાખવી
યૂઝર્સને વધુ કન્ટ્રોલ આપવા માટે ચેટજીપીટીમાં ચેટ હિસ્ટ્રી અને ટ્રેઇનિંગને લઈને સેટિંગ્સ આપવામાં આવી છે. ચેટજીપીટીમાં આ ઇન્કોગ્નિટો મોડની જેમ કામ કરે છે. આ સેટિંગને જ્યારે બંધ કરી દેવામાં આવે છે ત્યારે AI સાથે કરવામાં આવેલી વાતચીતનો ઉપયોગ ટ્રેઇનિંગ માટે કરવામાં નથી આવતો. તેમ જ 30 દિવસની અંદર તમામ ચેટ ડિલીટ થઈ જાય છે.
કેવી રીતે બંધ કરશો?
આ માટે સૌથી પહેલાં યૂઝરે ચેટજીપીટી એકાઉન્ટમાં લોગિન કરવાનું રહેશે. ત્યાર બાદ ચેટજીપીટીના પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. એમાં ગયા બાદ સેટિંગ્સ ઑપ્શન પસંદ કરવો. ત્યાર બાદ શો ડેટા કન્ટ્રોલમાં જવું અને ચેટ હિસ્ટ્રી અને ટ્રેઇનિંગને બંધ કરી દેવું. આ બંધ કરતા તમામ ડેટા ડિલીટ થવા માટે સમય લાગશે.
શેર લિંક કરી શકે છે પ્રોબ્લેમ?
ચેટજીપીટીમાં બિલ્ટ-ઇન શેર બટન આપવામાં આવ્યું છે. આ ફીચર યૂઝરની દરેક ચેટને પબ્લિક બનાવી દે છે. યૂઝર દ્વારા જો એને ક્યારેય પણ ઉપયોગ કરવામાં આવ્યું હોય તો તેના જાણ બહાર તેની ચેટ પબ્લિક થઈ ગઈ હોય શકે છે. આ ચેટને ગૂગલ સર્ચ પર જોઈ શકાય છે. આથી “મેક ધિસ ચેટ ડિસ્કવરેબલ” ઑપ્શનને બંધ કરી દેવું. એક વાર યૂઝરની ચેટ જાહેર થઈ તો ગૂગલ પર એ ઇન્ડેક્સ પણ થઈ શકે છે. ઇન્ડેક્સ એટલે કે ગૂગલના ડેટાબેઝમાં એ જતી રહે છે. ત્યાર બાદ એને ફક્ત ગૂગલ જ ડિલીટ કરી શકે છે.
સેટિંગ્સનું રીવ્યૂ કરવું?
યૂઝરે સેટિંગ્સમાં જઈને ડેટા કન્ટ્રોલમાં જઈને શેર લિંક્સમાં જઈને મેનેજ પર ક્લિક કરવું. ત્યાર બાદ શેર કરવામાં આવેલી તમામ ચેટને રીવ્યૂ કરવી. જે ચેટ ન રાખવી હોય એને ડિલીટ કરી દેવી. જો યૂઝરે ચેટને શેર ન કરી હોય તો અહીં એક પણ ચેટ જોવા નહીં મળે.
AIની રેસમાં એપલ પાછળ: ટીમ કૂકે કહ્યું, ‘એપલ શરૂઆત નથી કરતું, પરંતુ રેસમાં આગળ રહે છે’
ડેટા નથી રહેતા પ્રાઇવેટ
ચેટજીપીટી દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યું છે કે ડેટા લીક ન થાય તો પણ એ પ્રાઇવેટ નથી રહેતાં. સેમ ઓલ્ટમેન દ્વારા કહેવામાં આવ્યું છે કે કેસ જ્યારે પણ થાય અથવા તો કોઈ કાયદાકીય બાબત હોય ત્યારે કંપનીએ ડેટા આપવા પડી શકે છે. આથી યૂઝર ચેટજીપીટી સાથે શું વાત કરે છે એ સમજીને વિચારીને કરવી. ચેટજીપીટી માટે સૌથી સરળ માર્ગ ચેટ હિસ્ટ્રીને પણ બંધ રાખવામાં છે.