Get The App

CNG vs Petrol: નવી કાર ખરીદતા પહેલા જાણો બંને વચ્ચેનો અસલી તફાવત, કઈ સસ્તી પડશે?

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
CNG vs Petrol: નવી કાર ખરીદતા પહેલા જાણો બંને વચ્ચેનો અસલી તફાવત, કઈ સસ્તી પડશે? 1 - image


CNG vs Petrol Car Analysis : નવી ગાડી ખરીદતા સમયે સૌથી મોટો સવાલ થાય છે કે, પેટ્રોલ ગાડી ખરીદવી જોઇએ કે પછી CNG, ખાસ કરીને બજેટ 10 લાખ રૂપિયા કરતા ઓછું હોય તે આ નિર્ણય લેવો ખુબ જ અઘરો થઇ જતો હોય છે. બંન્ને ઓપ્શનના પોતાના ફાયદા અને નુકસાન હોય છે. સીએનજી ગાડીઓ ઓછા ખર્યામાં વધારે ચાલે છે. જ્યારે પેટ્રોલ ગાડીઓ ખુબ પિક-અપ અને સ્મુદ ડ્રાઇવ આપે છે. આ જ કારણે ખરીદી પહેલા તેની તુલના કરવી ખુબ જ જરૂરી છે. 

ખિસ્સા પર કેટલી અસર?

સૌ પ્રથમ વાત કરીએ ઈંધણના ભાવની. સામાન્ય રીતે CNG પેટ્રોલ કરતા સસ્તું હોય છે, પરંતુ આ તફાવત દરેક શહેરમાં સરખો નથી. દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં CNGની કિંમત પ્રતિ કિલો 80 રૂપિયાથી ઓછી છે, જેના કારણે દરરોજ મુસાફરી કરનારાઓને મોટો ફાયદો થાય છે. બીજી તરફ, નાના શહેરોમાં CNGનો ભાવ પ્રતિ કિલો 85 થી 100 રૂપિયા સુધી પહોંચી જાય છે. આમ છતાં, પેટ્રોલની સરખામણીએ CNG હજુ પણ સસ્તું પડે છે અને લાંબા ગાળે તે કિંમત અને એવરેજ બંન્ને રીતે પેટ્રોલ કરતા સારો વિકલ્પ બને છે. 

માઈલેજમાં કોણ શ્રેષ્ઠ?

માઈલેજની બાબતમાં CNG કારો સ્પષ્ટપણે મેદાન મારી જાય છે. સામાન્ય રીતે પેટ્રોલ કાર સરેરાશ 15 થી 22 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપે છે. જ્યારે તેની સામે CNG કાર પ્રતિ કિલો 22 થી 35 કિલોમીટર સુધી ચાલે છે. આ જ કારણ છે કે લોકોમાં CNG વેરિઅન્ટનો ક્રેઝ વધી રહ્યો છે. મારુતિ, ટાટા અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓની CNG કાર અને SUV ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. હાલમાં જ CNG SUVના વેચાણમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધની ચર્ચા

CNG vs પેટ્રોલ: પર્ફોર્મન્સની લડાઈ

જોકે, સારા માઈલેજની સામે પર્ફોર્મન્સમાં થોડું ખમીખાવું પડે છે. પેટ્રોલની તુલનાએ CNG કારમાં પાવર અને ટોર્ક ઓછો હોય છે. જેની અસર હાઈ સ્પીડ અથવા ઓવરટેકિંગ વખતે વર્તાય છે. પેટ્રોલ કાર ચલાવવામાં વધુ સ્મૂધ હોય છે અને હાઈવે ડ્રાઈવિંગ માટે તે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કઈ કાર ખરીદવી જોઇએ?

જો તમારું ડેઈલી રનિંગ શહેરમાં વધારે છે અને તમે ઓછો ખર્ચ ઈચ્છો છો, તો CNG કાર ખરીદવી એ સમજદારીભર્યો નિર્ણય છે. પરંતુ જો તમને પાવરફુલ પર્ફોર્મન્સ અને હાઈવે પર લાંબી મુસાફરી પસંદ હોય, તો પેટ્રોલ કાર તમારા માટે વધુ યોગ્ય રહેશે.