પાર્ટનરને ચીટ કરવા માટે આઇફોનની નોટ્સનો કરવામાં આવી રહ્યો છે ઉપયોગ, જાણો કેવી રીતે…
iPhone Notes For Cheating: આઇફોનમાં નોટ્સની એપ્લિકેશન આપવામાં આવી છે. આ એપ્લિકેશન મહત્ત્વની વિગતો અથવા તો રોજના કામ અથવા તો કોઈ પણ નોટ્સ લખવા માટે આપવામાં આવી છે. આ નોટ્સનો કેટલાક યુઝર્સ તેમના પાર્ટનરને ચીટ કરવા માટે ઉપયોગ કરી રહ્યાં છે. વોટ્સએપ અને અન્ય પ્લેટફોર્મનો પણ લોકો ઉપયોગ કરે છે. જોકે કોઈ પણ વ્યક્તિ સૌથી પહેલાં આ પ્રકારની એપ્લિકેશનને તપાસે છે એથી હવે ઘણાં યુઝર્સ નોટ્સનો ઉપયોગ કરી રહ્યાં છે.
આઇફોનના ફીચરનો દુરુપયોગ
આઇફોનના નોટ્સ એપનો દુરુપયોગ કેવી રીતે કરવો એના પણ રીલ્સ બનાવીને એને ટિક-ટોક, યૂટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર વાઇરલ કરવામાં આવી રહ્યાં છે. યુઝર્સ અને પ્રાઇવેટ ઇનવેસ્ટિગેટર્સ પણ આ વિશે લોકોને ચેતવી રહ્યાં છે. પ્રાઇવેટ ઇનવેસ્ટિગેટર કેસી ક્રોફ્ટ કહે છે, ‘ચીટિંગ કરનારા આઇફોનની નોટ્સ પાછળ ગાંડા બની ગયા છે. તેઓ એનો ખૂબ જ ઉપયોગ કરે છે. મોટાભાગના પાર્ટનર ટેક્સ્ટ, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં તપાસ કરતાં હોય છે. જોકે ચીટિંગ કરનારા હવે એનો ઉપયોગ જ નથી કરતાં તેઓ નોટ્સનો ઉપયોગ કરે છે જે ખૂબ જ ઓછા લોકો ચેક કરે છે.’
નોટ્સ બની જાય છે પર્સનલ એકાઉન્ટ
આઇફોન દ્વારા જરૂરી નોટ્સને સેવ કરવા અને એને કોઈ વાંચી ન લે એ માટે લોક ફીચર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ કેટલાક નવા ફીચર્સ પણ આપવામાં આવ્યા હતા જેમાં એક હવે કોલાબોરેટર ફીચર છે. આથી યુઝર હવે નોટ્સમાં અન્ય વ્યક્તિને ઇનવાઇટ કરી શકે છે. આ ઇનવાઇટ કર્યા બાદ એ નોટ્સને બન્ને વ્યક્તિ એડિટ કરી શકે છે. આથી એક વ્યક્તિ લખે અને ત્યાર બાદ વાંચીને બીજી વ્યક્તિ જવાબ આપે છે. આથી નોટ્સ હવે લાઇવ ચેટ બની ગયું છે અને એને પાસવર્ડ લોક પણ કરી શકાય છે. આથી એ બે વ્યક્તિ સિવાય એને કોઈ ઓપન નહીં કરી શકે. આથી એ એક પર્સનલ એકાઉન્ટ કહો કે સિક્રેટ ચેટ કહો એ રીતે કામ કરે છે.
આ પણ વાંચો: વિજ્ઞાનીઓની નવી શોધ, 124 પ્રકાશ વર્ષ દૂર આવેલા ગ્રહ પર છે ભરપૂર પાણી…
યુઝર્સના રિએક્શન
પ્રાઇવેટ ઇનવેસ્ટિગેટરનું આ વિશેનું રીલ વાઇરલ થતાં ઘણાં યુઝર્સના રિએક્શન આવી રહ્યાં છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે મારી બેસ્ટ ફ્રેન્ડને નોટ્સ એપ ચેક કર્યા બાદ ખબર પડી હતી કે તે ચીટિંગ કરી રહ્યો છે. એક યુઝરે કહ્યું હતું કે હું આ રીતે જ વાત કરવા માટે નોટ્સનો ઉપયોગ કરું છું અને એને લોક કરી શકાતું હોવાથી તમારા સિવાય એને કોઈ ઓપન નહીં કરી શકે.