Science & Technology

મિસાઇલથી માઉસ સુધી: ઇરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધની બદલાતી વ્યાખ્યા

By GS TEAM
20 Jun 20254 mins read
TukuTouch Logo
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે આર્મી વોરની સાથે સાઇબર વોર પણ ચાલી રહી છે. આ વોર કોઈને દેખાય તેવી નથી, ફક્ત એના દ્વારા ખૂબ જ નુક્સાન પહોંચાડવામાં આવી રહ્યું છે. એક તરફ જ્યારે મિસાઇલ, બંદૂકની ગોળી અને ડ્રોનથી વોર ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કીબોર્ડના બટન દ્વારા વાઇ-ફાઇ નેટવર્કની મદદથી ઘણી વસ્તુઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ઇરાન અને ઇઝરાઇલ બન્ને એકમેક પર સાઇબર અટેક કરી રહ્યાં છે અને તેમની રોજિંદી વ્યવસ્થાને ખોરવી રહ્યાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિસાઇલથી માઉસ સુધી: ઇરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધની બદલાતી વ્યાખ્યા

Iran-Israel Cyber War: ઇરાન અને ઇઝરાયલ વચ્ચે આર્મી વોરની સાથે સાઇબર વોર પણ ચાલી રહી છે. આ વોર કોઈને દેખાય તેવી નથી, ફક્ત એના દ્વારા ખૂબ જ નુક્સાન પહોંચાડવામાં આવી રહ્યું છે. એક તરફ જ્યારે મિસાઇલ, બંદૂકની ગોળી અને ડ્રોનથી વોર ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કીબોર્ડના બટન દ્વારા વાઇ-ફાઇ નેટવર્કની મદદથી ઘણી વસ્તુઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ઇરાન અને ઇઝરાઇલ બન્ને એકમેક પર સાઇબર અટેક કરી રહ્યાં છે અને તેમની રોજિંદી વ્યવસ્થાને ખોરવી રહ્યાં છે.

ઓપરેશન રાઇઝિંગ લાયન

2025ની જૂનમાં, એટલે કે આ મહિનામાં ઇઝરાયલ દ્વારા ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરવામાં આવ્યું છે. આ ફક્ત એક આર્મી ઓપરેશન નથી, પરંતુ સાઇબર અટેક પણ છે. એના દ્વારા ઇરાનની ડિજિટલ ઇકોસિસ્ટમને નુક્સાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઇરાનની સ્ટેટ ટેલિવિઝનને ઇઝરાયલ દ્વારા હેક કરવામાં આવી હતી. આ હેક કરીને 2022માં એન્ટી-હિજાબ પ્રોટેસ્ટ થયો હતો તેની ક્લિપ ટીવી પર દેખાડવામાં આવી હતી. આ કોઈ નાની વાત નહોતી. ઇઝરાયલ દ્વારા એના માધ્યમથી ઇરાન સાથે સાયકોલોજિકલ વોર પણ રમવામાં આવી રહી છે. આ ટેલિકાસ્ટ કરવાનું ઇરાનના લોકો માટે ખૂબ જ શરમજનક હતું.

આ સાથે ઇઝરાયલ દ્વારા તેમની નાણાકીય સિસ્ટમ પર પણ અટેક કરવામાં આવ્યો હતો, જેમ કે બેંક સેપાહ અને બેંક મેલી. તેમણે આ તમામ સર્વિસોને અટકાવી દીધી હતી. આ માટેની જવાબદારી ઇઝરાયલના હેકર્સ ગ્રુપ ‘પ્રિડેટોરી સ્પેરો’ દ્વારા લેવામાં આવી હતી. આ હેકિંગમાં તેમણે તેમનો સિંહનો સિમ્બોલ પણ છોડ્યો હતો. વાઇરસની જેમ આ સિમ્બોલ પણ ખૂબ જ પાવરફુલ છે એવું ઇઝરાયલના હેકર્સ સાબિત કરવા માંગતા હતા.

ઇરાને હેક કર્યા લોકોના ઘરના કેમેરા

ઇઝરાયલના હુમલા બાદ ઇરાને પણ વળતો જવાબ આપ્યો હતો. ઇરાનના હેકર્સ દ્વારા ઇઝરાયલના નાગરિકોના ઘરના કેમેરાને હેક કરવામાં આવ્યા હતા. આ કેમેરામાં બાળકોના રૂમમાં સ્લીપિંગ કેમેરા, ઘરના દરવાજા ઉપરના કેમેરા અને એપાર્ટમેન્ટના કોરિડોરના કેમેરાનો પણ સમાવેશ થાય છે.

ઇઝરાયલના ભૂતપૂર્વ સાઇબર ચીફ રફાયેલ ફ્રાન્કો આ વિશે કહે છે, ‘તેમનો ઉદ્દેશ સાફ છે. તેઓ મિલિટરી સ્ટ્રાઇક દરમિયાન લોકોના લાઇવ રિએક્શન જોવા માગે છે. ફેમિલી કેટલી ડરે છે અને એપાર્ટમેન્ટ અને ઘર છોડીને ભાગે છે એના પરથી ઇરાનના લોકો અંદાજો લગાવી રહ્યાં છે કે તેમનો અટેક કેટલો પાવરફુલ હતો. ઇરાન રિયલ ટાઇમ કેમેરા વડે અટેક કરવાની કોશિશ કરી રહ્યું છે.’ આથી લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે તેમની સ્માર્ટ ડિવાઇસ બંધ રાખે અને તમામ પાસવર્ડ રીસેટ કરી નાખે.


ઇઝરાયલની સરકારી સુવિધાઓ પર પણ અટેક

ઇરાનના હેકર્સ દ્વારા ઇઝરાયલના હાઇફા, એશ્કેલોન અને સોરેકમાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને હેક કરવામાં આવ્યા હતા. પાવર પ્લાન્ટ અને ફાયરવોલની સાથે તેમણે સરકારી વેબસાઇટને પણ ટાર્ગેટ કરી છે. આ અટેક 150 પ્રો-ઇરાનિયન હેક્ટિવિસ્ટ ગ્રુપ ‘સાઇબર અવેન્જર્સ’ દ્વારા કરવામાં આવ્યાં છે. પહેલા યુદ્ધ દરમિયાન સામાન્ય લોકોને એમાંથી દૂર રાખવામાં આવતાં હતાં, પણ હવે સામાન્ય લોકો પણ ટાર્ગેટ બની રહ્યા છે અને એ હવે નોર્મલ લાગવા લાગ્યું છે.

રશિયા દ્વારા યુક્રેન પર પણ આ રીતે કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ જ હમાસ દ્વારા પણ વીડિયો સર્વેલન્સ વડે ટાર્ગેટિંગ કરવામાં આવ્યું હતું. જોકે ઇરાન એ તમામથી અલગ, ખૂબ જ પર્સનલ સ્તરે જઈ રહ્યું છે. લોકો પોતાની સુરક્ષા માટે જે ડિવાઇસનો ઉપયોગ કરે છે, ઇરાન એનો જ ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહ્યું છે.

અન્ય દેશ પણ એલર્ટ પર

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેની આ સાઇબર વોર હવે ફક્ત તેમની વચ્ચે સીમિત રહી નથી. તેની અસર અનેક જગ્યાએ જોવા મળી રહી છે. આથી વેસ્ટર્ન ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા ફિશિંગ કેમ્પેઇન અને રેન્સમવેર અટેક સામે પગલાં લેવાનું શરૂ થઈ ગયું છે. અમેરિકા અને યુરોપની ઘણી ફર્મોએ એલર્ટ જાહેર કરી દીધું છે અને સુરક્ષા માટે પગલાં લીધાં છે.

આ પણ વાંચો: હવે દેશભરમાં ટુ-વ્હિલરમાં એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત કરાશે, કેન્દ્ર લાવશે નવો નિયમ

યુદ્ધમાં પરિવર્તન

આ હવે ફક્ત હેકિંગ નથી રહ્યું. યુદ્ધનો સ્વરૂપ બદલાઈ ગયું છે. ડિવાઇસ અને સિસ્ટમને હેક કરીને લોકોમાં ડરનો માહોલ ઊભો કરાઈ રહ્યો છે. બોમ્બ અને મિસાઇલથી નુક્સાન પહોંચાડવાની સાથે હવે માનસિક સ્તરે પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. 2010માં ઇરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હેકિંગ કરીને ઇઝરાયેલે તેના પ્લાનને નુક્સાન પહોંચાડ્યું હતું. પરંતુ હવે, 2025માં જે રીતે હેકિંગ થઈ રહ્યું છે તે જોઈને લાગે છે કે બન્ને દેશ એકમેકને શક્ય તે તમામ રીતે નુકસાન પહોંચાડવા માંગે છે.