Get The App

OpenAIની નવી યોજના: AI ડેટા સેન્ટર માટે વીજળી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
OpenAIની નવી યોજના: AI ડેટા સેન્ટર માટે વીજળી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ 1 - image


New Electricity Plan for AI: OpenAIએ તેની Stargate Community યોજના જાહેર કરી છે. આ યોજના $500 બિલિયનના AI ડેટા સેન્ટરોના ઊર્જા ખર્ચને નિયંત્રણમાં રાખવા માટે બનાવવામાં આવી છે. Oracle અને અન્ય મોટા રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક કમ્યુનિટી માટે વીજળીના ખર્ચમાં વધારો ન થાય એ સુનિશ્ચિત કરવાનું છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ટેક કંપનીઓ વીજળી ઉત્પાદન માટે પણ વધુ રોકાણ કરી રહી છે. મોટા અને વધુ સંખ્યામાં ડેટા સેન્ટરો ઊભા થવાના કારણે ઊર્જાની ઉપલબ્ધિ હવે AI વિકાસ માટે મોટો પડકાર બની રહી છે.

Stargate યોજનામાં સ્થાનિક કમ્યુનિટીની ભાગીદારી

OpenAIએ જણાવ્યું છે કે Stargateના દરેક સ્થળે અલગ કમ્યુનિટી યોજના બનાવવામાં આવશે. આ યોજનાઓ સ્થાનિક ચિંતાઓને ધ્યાનમાં રાખીને કમ્યુનિટીના સૂચનથી તૈયાર કરવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે આ યોજનાઓમાં નવા વીજળીના સાધનો, સ્ટોરેજ સુવિધાઓ, ઊર્જા ઉત્પાદન અને ટ્રાન્સમિશન માટેના સાધનોનો સમાવેશ થશે. આ બધું પ્રોજેક્ટ દ્વારા ફંડ કરવામાં આવશે.

OpenAIએ સ્પષ્ટ કર્યું છે કે તે સ્થાનિક કમ્યુનિટી સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીનું આ પગલું તેમની એ રણનીતિ દર્શાવે છે કે AI વિકાસ સાથે સ્થાનિક લોકોની જરૂરિયાતો અને ચિંતાઓને પણ મહત્વ આપવામાં આવશે.

USમાં પાંચ નવા કેમ્પસ, નવિનીકરણ ઊર્જામાં રોકાણ

Stargate પહેલ હેઠળ OpenAI USમાં પાંચ મોટા કેમ્પસ બનાવશે. આ કેમ્પસની કુલ ક્ષમતા 7GW હશે અને જરૂર પડે તો તેને 10GW સુધી વધારી શકાય તેવી રહેશે. OpenAI સોલર, પવન, હાઇડ્રો અને સ્ટોરેજ જેવી નવિનીકરણ ઊર્જા સ્ત્રોતોમાં ભારે રોકાણ કરી રહી છે.

કંપની સોલર-પ્લસ-સ્ટોરેજ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ યોજના ધરાવે છે. આ અભિગમ માત્ર AI સિસ્ટમ્સને ઊર્જા આપવાનો નથી, પણ લાખો નોકરીઓ ઊભી કરવાની અને USને AI ક્ષેત્રમાં આગળ રાખવાની દિશામાં છે.

આ પણ વાંચો: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વધુ હોશિયાર બની જશે તો માનવજાતને ખતમ કરી નાખશે : AIના ગોડફાધરની ચેતવણી

AI વિકાસમાં સ્થાનિક કમ્યુનિટીને લાભ

Microsoft અને NVIDIA જેવા ટેક જાયન્ટ્સના સમર્થન સાથે OpenAI ઈચ્છે છે કે AI ટેકનોલોજીનો લાભ ફક્ત મોટી કંપનીઓને નહીં, પણ સ્થાનિક કમ્યુનિટીને પણ મળે. Stargate પહેલ એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઊર્જા ખર્ચ ઘટાડીને અને નવિનીકરણ ઊર્જામાં રોકાણ કરીને OpenAI હવે AI વિકાસ માટે ટકાઉ અને કમ્યુનિટી-કેન્દ્રિત માર્ગ તૈયાર કરી રહી છે. આ અભિગમથી સ્થાનિક કમ્યુનિટીને સીધો લાભ મળશે અને AI વિકાસ વધુ જવાબદાર રીતે આગળ વધશે.