New Confession System: OpenAI હાલમાં એક નવા ટ્રેનિંગ ફ્રેમવર્ક પર કામ કરી રહી છે. આ ફ્રેમવર્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ માટે છે જેને ‘કન્ફેશન’ નામ આપવામાં આવ્યું છે. સિસ્ટમને બનાવવા પાછળનું કારણ AI કેટલી ભૂલ કરી રહ્યું છે અને એનો સ્વીકાર કરવો અને ફરી એ ભૂલો નહીં કરવું એ માટે તેને તૈયાર કરવા માટેનું છે. લાર્જ લેંગ્વેજ મોડલ ઘણી વાર કેટલાક બેજવાબદાર ભર્યા જવાબ આપે છે તેમ જ ઘણી વાર હેલ્યુસિનેશન કરે છે એને અટકાવવું જરૂરી છે. નવા મોડલમાં AI એક વાર નહીં બે વાર જવાબ આપશે અને કયો યોગ્ય છે એ નક્કી કરીને પછી યુઝરને જવાબ આપશે જેને મુખ્ય જવાબ તરીકે ગણવામાં આવશે.
કન્ફેશન કામ કરશે પ્રામાણિકતા પર
AI દ્વારા જે કન્ફેશન કરવામાં આવશે એ સંપૂર્ણ રીતે તેની પ્રામાણિકતાને દર્શાવશે. AI દ્વારા જે જવાબ આપવામાં આવે છે જે મદદરૂપ, ચોક્કસ અને યોગ્ય હોય એ તમામ કરતાં આ એકદમ અલગ હશે. આ સિસ્ટમ ફક્ત અને ફક્ત AIની ભૂલોને જોશે. આ મોડલનો મુખ્ય હેતુ એને ટ્રેનિંગ આપવાનો છે. તેમ જ આ મોડલ યુઝર્સ સાથે એકદમ પારદર્શક રહે એની કોશિશ કરવામાં આવશે. જોકે તેઓ હેકિંગ ટેસ્ટ કરતાં હોય અથવા તો તેમને જે આદેશ આપવામાં આવ્યો હોય એનો અમલ ન કરી રહ્યાં હોય તો એ આ સિસ્ટમ દ્વારા ઓળખવામાં આવશે.
કન્ફેશન માટે આપવામાં આવશે રિવોર્ડ
AI દ્વારા કહેવામાં આવ્યું છે કે જો AI મોડલ પોતાની રીતે કોઈ ટેસ્ટમાં ગરબડ કરી હોય, શોર્ટકટ અપનાવ્યું હોય અથવા તો કોઈ આદેશનો અમલ ન કર્યો હોય અને એ પ્રકારની તમામ ભૂલ પોતાની રીતે સ્વીકારશે તો એ માટે એ મોડલને એડમિશન રિવોર્ડ પણ આપવામાં આવશે. અત્યારના જે પણ ટ્રેનિંગ મોડલ ભૂલ કરે છે એના માટે તેમણે પેનલ્ટી ભરવી પડે છે. આથી આ ફીચર ખૂબ જ મદદરૂપ બની રહેશે. આ ફીચરને કારણે લાર્જ લેંગ્વેજ મોડલને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવી શકાશે.


