Get The App

ભારતમાં રોકાણ કરશે OpenAI: રિલાયન્સ સાથે મળીને દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર જામનગરમાં બનાવે એવી ચર્ચા

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં રોકાણ કરશે OpenAI: રિલાયન્સ સાથે મળીને દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર જામનગરમાં બનાવે એવી ચર્ચા 1 - image


OpenAI to Buid Data Center With Reliance?: OpenAI ભારતમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટ માટે કેટલીક ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી માટે વાતચીત કરી રહ્યું છે. આ માટે તેઓ Sify Technologies, Yotta Data Services, E2E Networks અને CtrlS Data Centers જેવી કંપનીઓ સાથે ભાગીદારી માટે ચર્ચા કરી રહ્યા છે. OpenAI તેના ગ્લોબલjoint venture સુપરકમ્પ્યુટિંગ પ્રોજેક્ટ Stargateને ભારતમાં લાવવા માંગે છે. આ માટે 500 બિલિયન ડૉલરનું રોકાણ કરવામાં આવશે. આ માટે OpenAI અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ છેલ્લા છ મહિનાથી સંપર્કમાં છે.

દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવાનું રિલાયન્સનું પ્લાનિંગ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓઇલ અને ટેલિકોમમાં ખૂબ જ આગળ છે અને તે હવે ગુજરાતના જામનગરમાં દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ OpenAIને તેના Stargate પ્રોજેક્ટ માટે જે ફેસિલિટીની જરૂર છે એને બંધબેસતો છે. તેઓ હાલમાં ડેટા સેન્ટરની ક્ષમતા, કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે અને પાવર કેટલો ઉપલબ્ધ છે વગેરે જેવી મહત્ત્વની બાબતો પર ચર્ચા વિચારણા થઈ રહી છે.

OpenAI ને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સરકારે કરી વિનંતી

ભારત સરકાર દ્વારા OpenAIને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ તેમનો Stargate પ્રોજેક્ટને ભારતમાં લઈને આવે અને ભારતના ડેટાને ભારતમાં જ સ્ટોર કરે. ભારત સરકારે તેમને 500 બિલિયન અમેરિકન ડૉલરના પ્રોજેક્ટમાંથી થોડા બિલિયન ભારતમાં ઇન્વેસ્ટ કરવા માટે કહ્યું હતું. ભારત હવે તેમના ડેટાને પોતાના દેશમાં જ સ્ટોર કરવા માટે કંપનીઓને ફરમાન આપી રહી છે. આથી જ Microsoft અને Google એ તેમના ડેટા સેન્ટર ભારતમાં શરુ કર્યા છે. જોકે ભારત સરકારની વિનંતી બાદ OpenAI અહીં ઇન્વેસ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.

ભારતમાં OpenAIનો વિકાસ

OpenAIના CEO સેમ ઓલ્ટમેન દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકા બાદ ChatGPTનું સૌથી મોટું માર્કેટ ભારત છે. તેમ જ જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે એ મુજબ ભારત સૌથી મોટું માર્કેટ પણ બની શકે છે. OpenAI હવે નવી દિલ્હીમાં તેમની પહેલી ઑફિસ શરુ કરીને ભારતમાં પોતાનો વિસ્તાર કરી રહી છે. મે મહિનામાં OpenAI દ્વારા ડેટાને જે-તે એશિયન દેશ માટે તેમના ડેટાને ત્યાં જ સ્ટોર કરવા માટેની વાતને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આથી તેઓ ભારતના ડેટાને અહીં જ સ્ટોર કરવા માટે તૈયાર છે.

ભારતમાં રોકાણ કરશે OpenAI: રિલાયન્સ સાથે મળીને દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર જામનગરમાં બનાવે એવી ચર્ચા 2 - image

શું છે Stargate પ્રોજેક્ટ?

OpenAI દ્વારા જાન્યુઆરીમાં Stargateની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ કંપની અમેરિકામાં 500 બિલિયન અમેરિકન ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશે અને AI માટે અમેરિકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે. આ પ્રોજેક્ટના ઈક્વિટી પાર્ટનર SoftBank, OpenAI, Oracle, MGX, Microsoft અને NVIDIA છે. આ તમામ મળીને ભવિષ્યની AIની ટૅક્નોલૉજી બનાવશે અને એ માટેના પ્રોજેક્ટને Stargate નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: AI એનિમેટેડ ફિલ્મ ‘ક્રિટર્સ’ દ્વારા OpenAIની હોલિવૂડમાં એન્ટ્રી

ચીપ અને કૂલિંગ ટૅક્નોલૉજી મુખ્ય વિષય

OpenAIની જરૂરિયાતને લઈને લોક કંપનીઓ દ્વારા ચીપ અને કૂલિંગ ટૅક્નોલૉજી પૂરતી ઉપલબ્ધ છે કે નહીં એની ખાતરી આપવી પડશે. ભારતમાં હાલમાં AI માટે જરૂરી તમામ જરૂરિયાતો પૂરી થઈ શકે છે. પાવરથી લઈને, ટેલેન્ટ અને લોકલ માર્કેટ ડિમાન્ડ અને ચીપ જેવી દરેક વસ્તુ ભારતમાં જોઈએ એટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જોકે સ્પેશ્યલાઇઝ હાર્ડવેર માટે જે-તે કંપનીએ અન્ય દેશમાંથી સોર્સ કરવું પડી શકે છે.

Tags :