Get The App

AI એનિમેટેડ ફિલ્મ ‘ક્રિટર્સ’ દ્વારા OpenAIની હોલિવૂડમાં એન્ટ્રી

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
AI એનિમેટેડ ફિલ્મ ‘ક્રિટર્સ’ દ્વારા OpenAIની હોલિવૂડમાં એન્ટ્રી 1 - image


AI in Hollywood: OpenAIની હવે સિનેમા જગતમાં પણ એન્ટ્રી થઈ રહી છે. તેઓ AI એનિમેટેડ ફીચર ફિલ્મ ‘ક્રિટર્સ’ પર કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને દુનિયાભરમાં 2026માં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં OpenAIના ટૂલ્સ અને કોમ્પ્યુટિંગ રિસોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ફિલ્મના પ્રોડક્શનને ખૂબ જ જલદીથી પૂરું કરી શકાય. આ કોલાબોરેશન દ્વારા દુનિયાને દેખાડવામાં આવશે કે AIના ઉપયોગથી સમય અને પૈસા બન્નેનો ખૂબ જ બચાવ કરી શકાય છે. AI આવ્યું ત્યારથી રાઇટર્સ અને અન્ય વ્યક્તિઓમાં ડરનો માહોલ હતો. જોકે હવે OpenAI પ્રોડક્શનમાં ઝંપલાવી રહ્યું હોવાથી ઘણાં લોકોની નોકરી પર જોખમ આવી જશે.

સમય અને પૈસાનો બચાવ

મોટા ભાગે એનિમેટેડ ફિલ્મ બનાવવા માટે ખૂબ જ વધુ સમય જોઈએ છે. સતત ફિલ્મ પર કામ કરવામાં આવે તો પણ ત્રણ વર્ષ લાગે છે એક ફિલ્મને બનતા. જોકે OpenAI દ્વારા ‘ક્રિટર્સ’ને ફક્ત નવ મહિનામાં બનાવી દેવામાં આવી છે. તેમ જ આ ફિલ્મનું બજેટ 30 મિલિયન અમેરિકન ડોલરથી પણ ઓછું છે. મોટાભાગની મોટી એનિમેટેડ ફિલ્મો કરતાં આ ખૂબ જ ઓછું છે.

2023ની શોર્ટ ફિલ્મની છે સીક્વલ

2023માં ‘ક્રિટર્સ’ નામની એક શોર્ટ ફિલ્મ આવી હતી. આ ફિલ્મને ચેડ નેલ્સન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. OpenAIના DALL-E અને ટ્રેડિશનલ એનિમેશન સાથે મળીને આ ફિલ્મ બનાવવામાં આવી હતી. એને એનેસી, ટ્રાયબેકા અને કેનલ લાયન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી હતી. આ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હોવાથી પ્રોડ્યુસર્સ દ્વારા એને મોટી ફીચર ફિલ્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લંડનની વર્ટિગો ફિલ્મ્સ અને લોસ એન્જેલસની નેટિવ ફોરેન પ્રોડક્શન કંપની એના પર સાથે મળીને કામ કરી રહી છે.

AI એનિમેટેડ ફિલ્મ ‘ક્રિટર્સ’ દ્વારા OpenAIની હોલિવૂડમાં એન્ટ્રી 2 - image

હ્યુમન ક્રિએટિવિટીને વધુ સારી રીતે દેખાડશે જનરેટિવ AI

‘ક્રિટર્સ’ના પ્રોડ્યુસર્સનું માનવું છે કે હ્યુમન ક્રિએટિવિટીને વધુ સારી રીતે દેખાડવા માટે જનરેટિવ AI ખૂબ જ મદદરૂપ બનશે. AI હ્યુમન ક્રિએટિવિટીની જગ્યા નહીં લઈ શકે. વર્ટિગો ફિલ્મ્સના એલન નિબ્લો અને જેમ્સ રિચર્ડસન તેમજ નેટિવ ફોરેન પ્રોડક્શનના મિખાઇલ ક્લેવેરોવનું માનવું છે કે AI સ્ટોરીટેલિંગના નવા દરવાજા ખોલશે. જેમ્સ રિચર્ડસન કહે છે, ‘ઓરિજિનલ શોર્ટ ફિલ્મે દેખાડ્યું હતું કે AI ટૂલની મદદથી કેટલી સુંદર અને એન્ટરટેઇનિંગ રીતે સ્ટોરી કહી શકાય.’

આ પણ વાંચો: વિશ્વના અનેક દેશોમાં વોટ્સએપ ડાઉન થતાં યુઝર્સ પરેશાન, 400થી વધુ રિપોર્ટ્સ રજિસ્ટર

ફિલ્મોમાં વિશ્વસનીયતા નહીં રહે એ વિશે ચિંતા વ્યક્ત

AIને લઈને ઘણાં લોકો આશાવાદી છે, પરંતુ એમ છતાં ઘણાં લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે કે દર્શકોને ફિલ્મમાં વિશ્વસનીયતા નહીં રહેશે. ટ્રેડિશનલ એનિમેશનમાં હ્યુમન ટચ હોવાથી એને હંમેશાં પસંદ કરવામાં આવી હતી. જોકે હવે AI દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મો દર્શકોમાં એજ પ્રકારનું ઇમોશન જગાડી શકે કે નહીં એ જોવું રહ્યું. આ સાથે જ ઘણાં આર્ટિસ્ટ અને રાઇટર્સ પર પણ તેમની નોકરી ખોવાનું જોખમ સતત રહેલું છે. મીડિયા કંપની પણ હવે તેમના આર્ટિકલ અને ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીને બચાવવા માટે ઘણાં પ્લેટફોર્મ પર કેસ પણ કરી રહી છે.

Tags :