OpenAI આઉટેજ: ચેટજીપીટી ડાઉન, મોબાઇલ અને વેબ બન્ને પર અસર
ChatGPT Down: OpenAI હાલમાં આઉટેજનો શિકાર બન્યું છે, જેના કારણે એની ચેટજીપીટી સર્વિસ ડાઉન થઈ ગઈ છે. મોબાઇલ અને વેબ બન્ને પ્લેટફોર્મના યુઝર્સ પર એની અસર જોવા મળી છે. ભારતમાં આ સેવા આજે બપોરે 3:10 વાગ્યાની આસપાસ ડાઉન થઈ હતી. ફ્રી અને પ્રીમિયમ બંને યુઝર્સ પર પણ એની અસર થઈ છે. OpenAIની API સર્વિસ પણ અસરગ્રસ્ત થઈ છે, એટલે OpenAI સાથે સંકળાયેલી તમામ સર્વિસો પર તેની અસર પડી છે. જોકે, આ આઉટેજનું ચોક્કસ કારણ કંપની દ્વારા હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
કંપનીએ શરૂ કરી તપાસ
OpenAIના સ્ટેટસ પેજ અનુસાર, કંપનીને આ મુદ્દાની જાણ છે. ચેટજીપીટી ન ચાલતા અથવા ખૂબ જ ધીમું પ્રતિસાદ આપતા અનેક યુઝર્સે તેની ફરિયાદ નોંધાવી હતી. આ જાણ થતાં, કંપનીએ વેબ, iPhone અને Android એપ્લિકેશનમાંના ઈશ્યૂને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી. OpenAIએ જણાવ્યું હતું: “અમે આ સમસ્યા પર કામ શરૂ કરી દીધું છે અને રિકવરી પ્રોસેસને મોનિટર કરી રહ્યા છીએ.”