Get The App

OpenAI આઉટેજ: દુનિયાભરના યુઝર્સની ChatGPT સહિત ઘણી સર્વિસ થઈ ડાઉન, કામ ન થઈ રહ્યું હોવાથી પરેશાની વધી

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
OpenAI આઉટેજ: દુનિયાભરના યુઝર્સની ChatGPT સહિત ઘણી સર્વિસ થઈ ડાઉન, કામ ન થઈ રહ્યું હોવાથી પરેશાની વધી 1 - image


ChatGPT Outage: OpenAIમાં ફરી આઉટેજ જોવા મળ્યું છે. આ આઉટેજને કારણે દુનિયાભરના યુઝર્સ વેબ અને મોબાઇલ બન્ને સર્વિસનો ઉપયોગ કરી શકતા નથી. ChatGPT સહિત OpenAIની અન્ય સર્વિસ પર પણ અસર પડી છે. તમામ સર્વિસ બંધ થઈ ગઈ છે. API સર્વિસ, ટેક્સ્ટ-ટૂ-વીડિયો સર્વિસ, DALL-E, સોરા વગેરે પર પણ સમસ્યા આવી રહી છે. ફ્રી યુઝર્સ હોય કે સબ્સ્ક્રાઇબ યુઝર્સ, અથવા એન્ટરપ્રાઇઝ ક્લાઇન્ટ, દરેકની સર્વિસ પર અસર પડી છે.

સર્વિસ બંધ થવાની શરુઆત ક્યારે થઈ?

ભારતમાં આ સમસ્યાની શરુઆત બપોરે 2:50ની આસપાસ થઈ હતી. દુનિયાભરના હજારો લોકોએ સર્વિસ બંધ થવા વિશે રિપોર્ટ કરવાનું શરુ કર્યું હતું. મોટાભાગના યુઝર્સે રિપોર્ટમાં જણાવ્યું હતું કે ChatGPT તેમના સવાલોના જવાબ નથી આપી રહ્યું. Request Timeout અને Error Messages આવી રહ્યા હતા. આ વિશે OpenAI કહે છે, ‘અમારી જેટલી પણ સર્વિસ છે, તેમાંથી કેટલાક યુઝર્સને Errorનો સામનો કરવો પડી રહ્યો છે. અમે આ Issueનું સમાધાન લાવવા માટે કોશિશ કરી રહ્યા છીએ.’

ChatGPT પર લોકો નિર્ભર

ChatGPT ડાઉન થતાં સોશિયલ મીડિયા પર લોકો નારાજ થયા, એ દર્શાવે છે કે લોકો Chatbot પર કેટલા નિર્ભર છે. શિક્ષણથી લઈને બિઝનેસ સુધીના ઘણા લોકો હવે ChatGPTનો વપરાશ કરે છે.  ChatGPTની સેવાઓ બંધ થવાના કારણે આ લોકોના કામમાં અડચણ આવી રહી છે. કેટલાક યુઝર્સે જણાવ્યું હતું કે તેઓ નાના-મોટા કામ માટે ChatGPT પર નિર્ભર છે અને હવે તે જ કાર્યરત નથી, તેથી તેમનું કામ અટકી ગયું છે.

આ પણ વાંચો: સ્વિફ્ટ સહિત અન્ય કાર કંપનીઓ પર પ્રોડક્શનનું સંકટ: દુર્લભ મટિરિયલ પર ચીનના પ્રતિબંધની અસર

OpenAIની રેવેન્યુ

OpenAIના રિપોર્ટ મુજબ તેનો રેવેન્યુ રન રેટ 10 બિલિયન ડૉલર છે. 2024ના ડિસેમ્બરમાં OpenAની અંદાજિત રેવેન્યુ 5.5 બિલિયન ડૉલર હતી. જોકે, છ મહિનામાં તે ડબલ થઈ ગઈ છે. OpenAI દ્વારા 2025 માટે 12.7 બિલિયન ડૉલર રેવેન્યુ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. કંપની જે પ્રમાણે આગળ વધી રહી છે અને લોકો ChatGPT તેમજ અન્ય સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે, તે મુજબ આ ટાર્ગેટ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી શકાય, એવું લાગી રહ્યું છે.

Tags :