Get The App

મારુતિ સહિત અન્ય કાર કંપનીઓ પર પ્રોડક્શનનું સંકટ: દુર્લભ મટિરિયલ પર ચીનના પ્રતિબંધની અસર

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
મારુતિ સહિત અન્ય કાર કંપનીઓ પર પ્રોડક્શનનું સંકટ: દુર્લભ મટિરિયલ પર ચીનના પ્રતિબંધની અસર 1 - image


China Banned on Earth Material Impact India: ચીન દ્વારા હાલમાં જ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અસર ભારત પર પડી રહી છે. ચીને પૃથ્વીમાંથી મળી આવતાં દુર્લભ મટીરિયલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મટીરિયલ હવે ચીનની બહાર એક્સપોર્ટ નહીં થઈ રહ્યા હોવાથી, દુનિયાભરની ઘણી ઇન્ડસ્ટ્રી પર તેની અસર પડી છે. તેની અસર ભારતની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર પર ખૂબ જ થઈ છે. દુનિયાભરમાં ચીનનું દુર્લભ મેગ્નેટિક મટીરિયલના પ્રોડક્શનમાં 90% દબદબો છે અને તેને પ્રોસેસ કરવામાં 70% દબદબો છે. આથી, ભારતની સપ્લાય ચેન પર ખૂબ જ મોટો અવરોધ ઊભો થયો છે.

શું છે આ દુર્લભ મટીરિયલ?

રેર અર્થ એલિમેન્ટ્સ(REEs)માં 17 મેટલનો સમાવેશ થાય છે, જે હાઇ-ટેક ઇન્ડસ્ટ્રી જેવી કે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ, રીન્યુએબલ એનર્જી સ્ટોરેજ, સેમિકન્ડક્ટર્સ અને ડીફેન્સ ઍપ્લિકેશન્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચીનના આ પ્રતિબંધ દ્વારા સૌથી વધુ અસર જે મટીરિયલ પર થઈ છે, તેમાં નીયોડીમિયમ, સેમારિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડીસ્પ્રોસિયમ, લુટેટિયમ, સ્કેન્ડિયમ અને યિટ્રિયમનો સમાવેશ થાય છે.

ચીન પર ભારત કેટલું નિર્ભર છે?

ચીનમાંથી ભારત દ્વારા દર વર્ષે 3600 ટન REEsની આયાત કરવામાં આવે છે. ઓટો ઇન્ડસ્ટ્રી માટે વર્ષમાં 800-900 ટન દુર્લભ મેગ્નેટ આયાત થાય છે. ચીનના આ નવા નિયમને કારણે ભારતના ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ડસ્ટ્રી પર ખૂબ જ મોટું જોખમ છે. આ વ્હિકલમાં પરમેનન્ટ મેગ્નેટ સીન્ક્રોનોયસ મોટર્સ માટે આ દુર્લભ મેગ્નેટ ખૂબ જ મહત્વનું છે. જો પ્રતિબંધ એક મહિના કરતાં વધુ ચાલી રહ્યો હોય, તો ઇલેક્ટ્રિક વ્હિકલના લોન્ચ અને પ્રોડક્શન શેડ્યુલ પર મોટી અસર થઈ શકે છે.

ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી પર તેની અસર

ચીનના ભાગ્યે જ મળતાં મટીરિયલની નિકાસ પર પ્રતિબંધને કારણે ભારતના ઓટોમોબાઇલ સેક્ટર માટે મોટું સંકટ ઊભું થયું છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કાર્સ માટે. ચીનનો 90% દબદબો હોવાથી, ભારત તેને અન્ય સ્ત્રોતોથી મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે. ઇલેક્ટ્રિક કાર્સ અને હાઇબ્રિડ કાર્સ માટે ઈલેક્ટ્રિક મોટર્સ, પાવર સ્ટિયરિંગ સિસ્ટમ, એનર્જી એફિશિયન્સી માટે રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ, પેટ્રોલ અને ડીઝલ કાર માટે સેન્સર્સ અને ઇગ્નિશન સિસ્ટમ જેવી વિવિધ તકનીકો માટે આ મેગ્નેટનો ઉપયોગ થાય છે.

મારુતિ સહિત અન્ય કાર કંપનીઓ પર પ્રોડક્શનનું સંકટ: દુર્લભ મટિરિયલ પર ચીનના પ્રતિબંધની અસર 2 - image

ભારતના માર્કેટ પર તાત્કાલિક અસર

ભારતમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા અને ઓલા ઇલેક્ટ્રિક જેવી કંપનીઓને મટીરિયલની શોર્ટેજનો સામનો કરવો પડી રહ્યો છે, તેથી નવા મોડલ લોન્ચ કરવાનું મુલતવી રાખ્યું છે. પ્રોડક્શન પણ તરત જ ઘટાડવામાં આવ્યું છે, અને મેગ્નેટિક મટીરિયલની કિંમત પણ ખૂબ વધી ગઈ છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ અને બજાજ ઓટો પર તેની સૌથી વધુ અસર થઈ છે. ચીન દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં ભારત સરકાર તરફથી મળતું સર્ટિફિકેટ જરૂરી છે. આ કારણે, હવે કંપનીઓ તેને ઇમ્પોર્ટ પણ કરી શકતી નથી.

ચીનના નિર્ણયના વૈશ્વિક પરિણામ મારુતિ સુઝુકી મોટર્સ દ્વારા સ્વિફ્ટ કારનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. યુરોપિયન અને અમેરિકાની કાર મેકર્સ કંપનીઓ પણ આ મટીરિયલનો અન્ય વિકલ્પ શોધવામાં મુશ્કેલી અનુભવ કરી રહી છે. આ મટીરિયલમાં ચીનનો જે દબદબો છે, તેના કારણે દરેક દેશ પર તેની અસર પડી રહી છે.

ભારતે શું નિર્ણય લીધો અને શું વિકલ્પ છે?

ભારત હવે ચીન સિવાય અન્ય દેશ પાસેથી આ મટીરિયલ ખરીદવાનો તાત્કાલિક નિર્ણય લીધો છે. આ માટે જાપાન, ઇન્ડોનેશિયા, વિયેતનામ, અમેરિકા અને રશિયા પાસેથી ખરીદવાનો ભારત પાસે વિકલ્પ છે. જોકે, ભારત માટે ક્વોલિટી અને લોજિસ્ટિકના પ્રશ્નો ઊભા થયા છે. જિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા અનુસાર, આ દુર્લભ મટીરિયલ રાજસ્થાનમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે, અને 16 જગ્યાઓને એક્સપ્લોર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ઓટોમોબાઇલ કંપનીઓએ શરુ કર્યું રિસર્ચ

ચીન દ્વારા આ પ્રતિબંધ લાગુ પડતાં કારના પ્રોડક્શન અને કિંમત પર અસર થઈ રહી છે. આથી, કાર કંપનીઓએ પોતાનું રિસર્ચ શરુ કર્યું છે, જેથી મેગ્નેટના વિકલ્પનો ઉપયોગ કરી શકાય. સાથે જ, હવે આ પ્રકારના દુર્લભ મટીરિયલનો સ્ટોક પણ રાખવામાં આવશે.

આ પણ વાંચો: મ્યુઝિકના શોખીન બનો પોતાના DJ, લાઇવ ટ્રાન્સલેશનથી વાત કરો કોઈપણ ભાષામાં : iOS 26માં મળશે ધમાકેદાર ફિચર્સ

સરકારની સ્ટ્રેટેજી

મિનિસ્ટર ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ સપ્લાય, પિયુષ ગોયલ દ્વારા ચીનના આ નિર્ણયને વેક-અપ કોલ ગણાવવામાં આવ્યો છે. ભારત માટે સજાગ થવાનું અને આ પ્રકારના મટીરિયલ માટે આત્મનિર્ભર બનવાનું જરૂરી છે. આ અંગે પિયુષ ગોયલ કહે છે, ‘અમે ઘણા વિકલ્પો પર કામ કરી રહ્યા છીએ. અન્ય દેશ પાસેથી આયાત કરવાની સાથે પોતાના પ્રોડક્શન વિશે પણ વિચારણા કરી રહ્યા છીએ.’ ભારત હવે પ્રાઇવેટ સેક્ટરને માઇનિંગ અને પ્રોસેસિંગ માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. સાથે જ, ઇન્ટરનેશનલ કોલાબોરેશન કરી લાંબા ગાળાની સપ્લાય ચેન માટે પણ પ્રયત્ન કરી રહ્યું છે.

Tags :