Get The App

OpenAIને ટક્કર આપવા આવ્યું Cursor 3: કોડિંગ વધુ સરળ બનશે, એક સાથે ઘણા AI એજન્ટ્સ કરશે કામ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
OpenAIને ટક્કર આપવા આવ્યું Cursor 3: કોડિંગ વધુ સરળ બનશે, એક સાથે ઘણા AI એજન્ટ્સ કરશે કામ 1 - image

Cursor 3 Release: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના કારણે ડેવલપર્સના કામ કરવાની રીત ઝડપથી બદલાઈ રહી છે. આ વચ્ચે Cursorએ તેનું નવું ટૂલ Cursor 3 લોન્ચ કર્યું છે, જેનાથી કોડિંગ વધુ સરળ બની ગયું છે. ડેવલપર્સને પોતે કોડ લખવાની જગ્યાએ AIને કામ સોંપવાનો વિકલ્પ મળી રહ્યો છે. સરળ ભાષામાં સૂચનાઓ આપતા જ AI એજન્ટ્સ આખું કામ સંભાળી લે છે, જેના કારણે કામ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ રહી છે. OpenAI અને Anthropic હવે એ ટક્કર આપવા માટે આવી રહ્યું છે. આ ટૂલમાં નવા ફીચર્સ હોવાથી અન્ય AI માટે ચર્ચાનો વિષય છે.

Cursor 3ની ખાસિયતો શું છે?

Cursor 3માં ચેટ જેવી ઇન્ટરફેસ આપવામાં આવી છે, જ્યાં ડેવલપર માત્ર પોતાનું કામ લખે છે અને AI એજન્ટ તેને પૂરું કરે છે. હવે ફાઇલ ખોલવી, કોડ લખવો અથવા બગ સુધારવાની શરૂઆત પોતે કરવાની જરૂર ઓછી થઈ ગઈ છે. આ સિસ્ટમ શરૂઆતનું કામ પોતે જ કરી લે છે અને ડેવલપર ફક્ત તેને સમજે અને તપાસે છે, જેના કારણે સમય અને મહેનત બંનેમાં નોંધપાત્ર બચત થાય છે.

એક સાથે ઘણા AI એજન્ટ્સ કરી શકે છે કામ

આ ટૂલની ખાસ વાત એ છે કે તેમાં એક સાથે ઘણા AI એજન્ટ્સ ચલાવી શકાય છે. દરેક એજન્ટને અલગ-અલગ કામ સોંપી શકાય છે, જેમ કે નવું ફીચર બનાવવું કે બગ ઠીક કરવો. આ એજન્ટ્સ બેકગ્રાઉન્ડમાં કામ કરતા રહે છે અને ડેવલપર સાઇડબારમાંથી તેમની કામગીરી પર નજર રાખી શકે છે. તેના કારણે એક સાથે ઘણા કામ સરળતાથી પૂરા થઈ શકે છે અને કામ કરવાની ગતિ ઘણી વધી જાય છે.

આ પણ વાંચો: નોકરીની શોધમાં છેતરાતા નહીં! જાણો શું છે 'ઘોસ્ટ હાયરિંગ' ટ્રેન્ડ, બચવા માટે અપનાવો આ 3 રીત

ડેવલપર્સની ભૂમિકામાં આવી રહ્યો છે બદલાવ

Cursor 3ના લોન્ચ સાથે જ ડેવલપર્સની ભૂમિકા પણ બદલાઈ રહી છે. હવે તેઓ પોતે કોડ લખવાને બદલે AIને સૂચનાઓ આપવા, તેના કામની ચકાસણી કરવા અને સુધારવા પર વધુ ધ્યાન આપશે. જોકે AI ઝડપી છે, પરંતુ તે હંમેશા સંપૂર્ણ રીતે સાચું નથી હોતું, તેથી માનવીની જરૂરિયાત હજુ પણ રહેશે. આવનારા સમયમાં ડેવલપર્સનું કામ મેનેજમેન્ટ અને કંટ્રોલ પર વધુ કેન્દ્રિત થઈ શકે છે, જેના કારણે આખી ઇન્ડસ્ટ્રીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.