Get The App

OnePlusએ લોન્ચ કર્યો નવો પાવરફુલ 13S મોબાઇલ : ફ્લેગશિપ મોબાઇલના દરેક ફીચર્સ માટે હવે ચૂકવવી પડશે ઓછી રકમ

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
OnePlusએ લોન્ચ કર્યો નવો પાવરફુલ 13S મોબાઇલ : ફ્લેગશિપ મોબાઇલના દરેક ફીચર્સ માટે હવે ચૂકવવી પડશે ઓછી રકમ 1 - image


OnePlus Launch 13s in India: OnePlus દ્વારા તેમનું લેટેસ્ટ મોડલ 13S ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. 12 GB RAM અને 256 GB સ્ટોરેજ ધરાવતાં આ ફોનની કિંમત ₹54,999 રાખવામાં આવી છે. આ મોબાઇલ તેમની ફ્લેગશિપ સિરીઝ OnePlus 13 અને OnePlus 13Rની વચ્ચેનું મોડલ છે. OnePlus 13ની કિંમત ₹69,999 છે, જ્યારે OnePlus 13R ₹42,999માં ઉપલબ્ધ છે. તેથી, આ બંને મોડલની વચ્ચેની કેટેગરી માટે OnePlus 13Sને લોન્ચ કરવામાં આવ્યું છે. આટલું સારું પર્ફોર્મન્સ આપતા અને કિંમતની દ્રષ્ટિએ સેમત મોબાઇલ શોધી રહેલા ગ્રાહકો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

OnePlus 13Sની કિંમત

OnePlus 13Sના 12 GB RAM અને 256 GB સ્ટોરેજ ધરાવતા મોડલની કિંમત ₹54,999 રાખવામાં આવી છે. જોકે, બેન્ક ડિસ્કાઉન્ટ ₹5,000 ઉપલબ્ધ હોવાથી, યુઝર્સ આ મોબાઇલ ₹49,999માં મેળવી શકશે. 12 GB RAM અને 512 GB સ્ટોરેજ ધરાવતાં મોડલની કિંમત ₹59,999 છે, જેમાં પણ ₹5,000નું ડિસ્કાઉન્ટ મળવાથી તે ₹54,999માં મળી રહેશે. આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે ગ્રાહક પાસે SBI બેન્કનો કાર્ડ હોવો જરૂરી છે. OnePlus 13Sનું સેલિંગ 12 જૂનથી શરૂ થશે, જ્યારે પ્રી-ઓર્ડર આજથી, એટલે કે 5 જૂનથી ઉપલબ્ધ છે. બ્લેક વેલવેટ, પિંક સેટિન, અને ખાસ ભારત માટે ગ્રીન સિલ્ક એમ ત્રણ કલરમાં આ મોડલ ઉપલબ્ધ છે.

OnePlusએ લોન્ચ કર્યો નવો પાવરફુલ 13S મોબાઇલ : ફ્લેગશિપ મોબાઇલના દરેક ફીચર્સ માટે હવે ચૂકવવી પડશે ઓછી રકમ 2 - image

OnePlus 13Sના સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે: 6.32 ઇંચની FHD+ 10-bit સ્ક્રીન, જેમાં 800 nits લોકલ બ્રાઇટનેસ, 1600 nits HBM બ્રાઇટનેસ, 1Hz-120Hz રિફ્રેશ રેટ, HDR 10+, અને 460 ppi પિક્સેલ ડેન્સિટી છે.

વજન: ફક્ત 185 ગ્રામ.

સ્લિમ ડિઝાઇન: 8.15 mm પાતળું.

ચિપસેટ: Snapdragon 8 Elite ચિપસેટ.

ઓપરેટિંગ સિસ્ટમ: Android 15.

કેમેરા:

  • 32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા.
  • 50 મેગાપિક્સલ Sony LYT-700 પ્રાઈમરી સેન્સર (f/1.8).
  • 50 મેગાપિક્સલ ટેલેફોટો શૂટર (f/2.0) 2x ઓપ્ટિકલ ઝૂમ અને EIS સપોર્ટ સાથે.

બેટરી: 5850 mAh બેટરી, 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ.

સેન્સર્સ:

  • પ્રોક્સિમિટી સેન્સર
  • એમ્બિયન્ટ લાઇટ સેન્સર
  • કલર ટેમ્પરેચર સેન્સર
  • ઈ-કોમ્પાસ
  • એક્સેલેરોમીટર
  • ગાયરોસ્કોપ
  • ઈન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર
  • ઇન્ફ્રારેડ રીમોટ કન્ટ્રોલ

OnePlusએ લોન્ચ કર્યો નવો પાવરફુલ 13S મોબાઇલ : ફ્લેગશિપ મોબાઇલના દરેક ફીચર્સ માટે હવે ચૂકવવી પડશે ઓછી રકમ 3 - image

OnePlus 13sના મહત્ત્વના ફીચર્સ

OnePlus 13sમાં Snapdragon 8 Elite ચિપસેટ છે, જે OnePlus 13માં પણ આપવામાં આવ્યું છે. આ ફોનમાં OnePlus Kryo-Velocity Vapor Chamber Cooling સિસ્ટમ છે, જે 45 ડિગ્રી તાપમાનમાં પણ મોબાઇલને ઠંડો રાખે છે. તેથી, ભારતના વાતાવરણ અને ગેમિંગ પ્રેમીઓ માટે આ મોબાઇલ શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ પણ વાંચો: આઇફોન અને આઇપેડના આ મોડલમાં યૂટ્યુબ ચાલવું બંધ થઈ ગયું, જુઓ તમારું મોડલ તેમાં સામેલ છે કે નહીં...

OnePlus 13s ખૂબ જ સ્લીક અને પ્રીમિયમ ક્વોલિટી ફોન છે. તેમાં બન્ને સાઇડ 2.5D કર્વ ગ્લાસ છે. 8.15mm પાતળું અને 185 ગ્રામ વજન હોવાથી તેનો ઉપયોગ કરવાની અનૂઠી અનુભવ મળશે. અન્ય સ્માર્ટફોનની જેમ કેમેરા બહાર નીકળતો નથી, તેથી બેકસાઇડ પર કોઈ બમ્પ જોવા મળતો નથી. તે 6.32 ઇંચની AMOLED સ્ક્રીન સાથે આવે છે.

OnePlus દ્વારા પહેલી વાર એલર્ટ સ્લાઇડર આપવામાં આવ્યું છે, જેના દ્વારા યુઝર્સ સાઇલન્ટ, વાઇબ્રેટ, અથવા રિંગ મોડ પસંદ કરી શકે છે. સાથે જ, ક્વિક એક્સેસ બટન કેમેરા, ટ્રાન્સલેશન, અને ફ્લૅશલાઇટ માટે એક આધુનિક વિકલ્પ પૂરું પાડે છે.

OnePlus 13માં 6000mAhની બેટરી છે, જ્યારે OnePlus 13sમાં 5850mAhની બેટરી છે. OnePlus 13માં 100W ચાર્જિંગ સપોર્ટ છે. એક વખત સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ, યુઝર્સ 24 કલાક WhatsApp કૉલિંગ અથવા 16 કલાક Instagram ઉપયોગ કરી શકે છે.

Tags :