Get The App

ચાઇનીઝ બ્રાન્ડની ડાર્ક સાઇડ: વનપ્લસના મોબાઇલમાં AI અરુણાચલ પ્રદેશ વિશે પૂછતાં ક્રેશ થઈ જાય છે…

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
ચાઇનીઝ બ્રાન્ડની ડાર્ક સાઇડ: વનપ્લસના મોબાઇલમાં AI અરુણાચલ પ્રદેશ વિશે પૂછતાં ક્રેશ થઈ જાય છે… 1 - image

China Bans Words on AI:ચાઇનીઝ બ્રાન્ડ વનપ્લસને લઈને ભારતમાં એક નવી કન્ટ્રોવર્સી શરૂ થઈ છે. એક ઇન્ડિયન યુઝર દ્વારા વનપ્લસ AI રાઇટર ટૂલને અરુણાચલ પ્રદેશ વિશે પૂછતાં તે ક્રેશ થઈ રહ્યું હતું. આ ટૂલમાં જ્યારે પણ અરુણાચલ પ્રદેશનું નામ ટાઇપ કરવામાં આવે છે ત્યારે એ ક્રેશ થઈ રહ્યું છે. આ વિશે એ યુઝરે સોશિયલ મીડિયા પર એક ક્લિપ પણ શેર કરી હતી. આ ક્લિપને જોતા જોઈ શકાય છે કે ચીનની સરકાર તેમની બ્રાન્ડ પર કેટલી સેન્સરશિપ લગાવી રહી છે.

અરુણાચલ પ્રદેશ વિશે વાત કરવાનું ટાળી રહ્યું છે AI  

ભારતીય યુઝર અર્જુન કોરોથ દ્વારા સોશિયલ મીડિયા X પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તે દેખાડી રહ્યો છે કે તે જ્યારે પણ અરુણાચલ પ્રદેશ શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે AI કોઈ પણ ટેક્સ્ટ જનરેટ કરવાનું ટાળે છે. આ વિશે જવાબ આપવા કરતાં AI કહે છે કે ‘Try entering something else’. આ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ હતી અને ત્યાર બાદ ઘણાં યુઝર્સે એ કોશિશ કરી હતી અને તેમને પણ એ વિશે કોઈ જવાબ નહોતો મળ્યો.

પોલિટિકલ શબ્દોથી દૂર રહે છે AI  

અરુણાચલ પ્રદેશ ભારતમાં છે, પરંતુ ચીન હવે તેને પોતાનું ગણાવી રહ્યું છે. જોકે ચીન હવે એને ઝાંગનાન અથવા તો સાઉથર્ન તિબેટ કહી રહ્યું છે. વનપ્લસ AIનું આ ટૂલ અરુણાચલ પ્રદેશ વિશે જવાબ આપવાનું ટાળતાં ચીન દ્વારા કંપનીઓ પર પણ દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે. ભારતીય યુઝર્સ વનપ્લસનો વિરોધ કરી રહ્યા છે કે તેઓ પોલિટિકલ સેન્સરશિપને હવે કન્સ્યુમર ટેક્નોલોજીમાં સમાવી રહ્યા છે. યુઝર્સ માટે આ ખોટું છે. કેટલાક જાણકારો એવી દલીલ કરી રહ્યા છે કે ચીનની ટેક્નોલોજી અને બ્રાન્ડ પર હવે નિર્ભર ન રહેવું જોઈએ કારણ કે તેઓ હવે આ રીતે લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. આ કન્ટ્રોવર્સીને લઈને હવે ભારતમાં જે પણ કંપનીઓએ કામ કરવું હોય તો તેમના માટે ખૂબ જ કડક પોલિસી બનાવવાની જરૂર છે એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: 82.7 બિલિયન ડોલરમાં વોર્નર બ્રધર્સ કંપની ખરીદશે નેટફ્લિક્સ: ફિલ્મ, ટેલિવિઝન સ્ટુડિયો, HBO Max અને HBOનો પણ એમાં સમાવેશ…

અન્ય શબ્દો પણ કરવામાં આવ્યા બેન  

વનપ્લસની જે પણ ડિવાઇસમાં OxygenOS 16 છે એમાં AI રાઇટર ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટૂલ યુઝરને કેપ્શન અને નોટ્સ લખવા માટે મદદરૂપ થાય એ માટે બનાવવામાં આવ્યું છે. આ અપડેટમાં અરુણાચલ પ્રદેશની સાથે-સાથે અન્ય શબ્દોને પણ બેન કરવામાં આવ્યા છે. એમાં તાઇવાન અને દલાઈ લામા વિશે પણ વાત કરવામાં નથી આવી રહી. આથી ફક્ત અરુણાચલ પ્રદેશ જ નહીં, પરંતુ એ દરેક વસ્તુ વિશે વાત નથી કરવામાં આવી જેને લઈને ચીન કન્ટ્રોવર્સીમાં રહે છે. આથી ચીન દ્વારા સેન્સરશિપ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી પોલિટિશિયન દ્વારા જે કરવું હોય એ કરી શકે અને એ વિશે સામાન્ય વ્યક્તિ વાત પણ નહીં કરી શકે.

Tags :