Get The App

82.7 બિલિયન ડોલરમાં વોર્નર બ્રધર્સ કંપની ખરીદશે નેટફ્લિક્સ: ફિલ્મ, ટેલિવિઝન સ્ટુડિયો, HBO Max અને HBOનો પણ એમાં સમાવેશ…

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
82.7 બિલિયન ડોલરમાં વોર્નર બ્રધર્સ કંપની ખરીદશે નેટફ્લિક્સ: ફિલ્મ, ટેલિવિઝન સ્ટુડિયો, HBO Max અને HBOનો પણ એમાં સમાવેશ… 1 - image

NetFlix Buy Warner Bros: નેટફ્લિક્સ ઇંક દ્વારા વોર્નર બ્રધર્સ ડિસ્કવરી ઇંકને ખરીદવાની ડીલ ફાઇનલ કરવામાં આવી છે. આ ડીલમાં નેટફ્લિક્સ દ્વારા ફિલ્મ, ટેલિવિઝન સ્ટુડિયો, HBO Max અને HBOને ખરીદવામાં આવશે. આ ડીલને 82.7 બિલિયન ડોલર એટલે કે અંદાજે 7.43 લાખ કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. આ ડીલ કેશ અને સ્ટોક ટ્રાન્ઝેક્શનમાં કરવામાં આવી છે. વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના શેરની વેલ્યુ 27.75 ડોલર રાખવામાં આવી છે. ડિસ્કવરી ગ્લોબલ કંપની વોર્નર બ્રધર્સ ડિસ્કવરીમાંથી અલગ થતાં નેટફ્લિક્સ વચ્ચે આ ડીલ કરવામાં આવી છે. આ ડીલ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં પૂરી થવાની સંભાવના છે.

બે કંપની બનશે એક

આ ડીલ દ્વારા બે કંપની હવે એક થવા જઈ રહી છે. નેટફ્લિક્સ દુનિયાભરમાં તેની સ્ટ્રીમિંગ સર્વિસને લઈને જાણીતું છે. બીજી તરફ વોર્નર બ્રધર્સ લગભગ 100 વર્ષથી સ્ટોરીટેલિંગ માટે જાણીતું છે. આથી હવે ‘ધ બિગ બેંગ થિયરી’, ‘ધ સોપ્રાનોસ’, ‘ગેમ ઓફ થ્રોન્સ’, ‘ધ વિઝાર્ડ ઓફ ઓઝ’ અને DC યુનિવર્સ જેવી ઘણી ફ્રેન્ચાઇઝી અને શો હવે નેટફ્લિક્સ પર જોવા મળશે. નેટફ્લિક્સ પહેલેથી ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો માટે જાણીતું છે અને હવે એના પોર્ટફોલિયોમાં સંપૂર્ણ વોર્નર બ્રધર્સ આવી ગયું છે.

નેટફ્લિક્સના સીઇઓએ શું કહ્યું?

નેટફ્લિક્સના સીઇઓ ટેડ સેરાન્ડોસે કહ્યું, ‘અમારું મિશન હંમેશાં દુનિયાને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાનું છે. વોર્નર બ્રધર્સના શો અને ફિલ્મોની શાનદાર લાઇબ્રેરી હવે અમારા શો ‘સ્ટ્રેન્જર થિંગ્સ’, ‘કે-પોપ’, ‘ડેમન હન્ટર્સ’ અને ‘સ્ક્વિડ ગેમ્સ’ જેવા શોની સાથે જોવા મળશે. આથી અમારું પોર્ટફોલિયો હવે ખૂબ જ સારું બનવા જઈ રહ્યું છે. અમે સાથે મળીને દર્શકોને પસંદ હોય એવી સ્ટોરી વધુ આપી રહ્યાં છીએ.’

આ ડીલ બાદ યુઝર્સને મળશે વધુ પસંદગી

  • વોર્નર બ્રધર્સનો સ્ટુડિયો વર્લ્ડ ક્લાસ છે. ટેલિવિઝન ટાઇટલ અને ફિલ્મ માટે વોર્નર બ્રધર્સને એન્ટરટેઇનમેન્ટના લીડિંગ સપ્લાયર તરીકે ઓળખવામાં આવે છે. HBO અને HBO Max પણ યુઝર્સને ઘણું મનોરંજન પૂરું પાડે છે. નેટફ્લિક્સને આશા છે કે વોર્નર બ્રધર્સના અત્યારે જે ઓપરેશન ચાલી રહ્યાં છે એમાં કોઈ અડચણ નહીં આવે અને ફિલ્મોને થિયેટર્સમાં રિલીઝ કરવાની સાથે એને સ્ટ્રીમિંગ પણ કરવામાં આવે.
  • નેટફ્લિક્સ હવે ફિલ્મો, ટીવી સિરીઝ, HBO અને HBO Maxના કન્ટેન્ટને કારણે પોતાના યુઝર્સને વધુ ટાઇટલ હાઇ-ક્વોલિટીમાં આપી શકશે. એના દ્વારા નેટફ્લિક્સ હવે તેના પ્લાનને પોતાની ઇચ્છા અનુસાર વધારી શકે છે કારણ કે હવે યુઝર્સને વધુ ટાઇટલ મળી રહ્યાં છે.

આ પણ વાંચો: રશિયા સેમિ-ક્રાયોજેનિક એન્જિનની સંપૂર્ણ ટેકનોલોજી ભારતને ટ્રાન્સફર કરશે, જાણો દેશને શું ફાયદો થશે…

  • નેટફ્લિક્સ આ ડીલ દ્વારા તેના સ્ટુડિયોની ક્ષમતામાં વધારો કરશે. તેમ જ હવે પહેલાં કરતાં વધુ ટીવી સિરીઝ અને ફિલ્મો બનાવશે. યુઝર્સને ઓરિજિનલ કન્ટેન્ટ આપવા માટે તેનું ઇન્વેસ્ટમેન્ટ ચાલું રાખી શકે છે. એના દ્વારા બિઝનેસ તો સારો થશે, પરંતુ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જોબ પણ વધશે એવી આશા છે.
  • નેટફ્લિક્સની લાઇબ્રેરીમાં વધારો થયો હોવાથી તેને ખાતરી છે કે તે હવે વધુ યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરી શકશે. આ દ્વારા વધુ રેવન્યુ જનરેટ કરશે. નેટફ્લિક્સને આશા છે કે આ ડીલ દ્વારા તેઓ દર વર્ષે 2-3 બિલિયન ડોલરની કોસ્ટ સેવિંગ કરી શકે છે.
Tags :