Get The App

હવે ભારતમાં સિમ સાથે એડોબ એક્સપ્રેસ પ્રીમિયમ-મફત !

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
હવે ભારતમાં સિમ સાથે એડોબ એક્સપ્રેસ પ્રીમિયમ-મફત ! 1 - image

- xuf ftÃkLkeyku ¼khíkLkk rðþk¤ {kfuox{kt ÃkøkÃkuMkkhku fhðkLkku þkuxofx yÃkLkkðe hne Au

અત્યાર સુધી આપણે સૌ પોતપોતાની મોબાઇલ કંપનીના સિમકાર્ડ પ્લાન સાથે વિવિધ ઓટીટી સર્વિસના સબસ્ક્રિપ્શનનો મફત લાભ લેતા આવ્યા છીએ. 

પાછલા થોડા સમયથી આ ટ્રેન્ડ બદલાયો છે.

ગ્લોબલ લેવલની વિવિધ એઆઇ અને અન્ય ટેક કંપની ભારતની મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ સાથે જોડાણ કરી રહી છે અને તેના સબસ્ક્રાઇબર્સને પોતાની વિવિધ પેઇડ સર્વિસિસ નિશ્ચિત સમય મર્યાદા સુધી મફતમાં ઓફર કરી રહી છે.

આ પહેલાં આપણે ગૂગલ જેવી કંપનીના પેઇડ ક્લાઉડ સ્ટોરેજ પ્લાન્સનો પણ આ રીતે મોબાઇલ સર્વિસ સાથે લાભ મેળવ્યો છે. એ પછી વિવિધ પ્રકારની એઆઇ ચેટ સર્વિસના પેઇડ પ્લાન્સ એકાદ વર્ષ સુધી આપણને પોતાના મોબાઇલ પ્લાન સાથે મફત મળવા લાગ્યા.

હવે આ લાંબી યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. એડોબ કંપની પણ એરટેલ સાથે પાર્ટનરશિપ કરી રહી છે. આ જોડાણ હેઠળ ભારતના ૩૬ કરોડ એરટેલ સબસ્ક્રાઇબર્સને ‘એડોબ એક્સપ્રેસ પ્રીમિયમ સર્વિસ’નો એક વર્ષ સુધી ફ્રી ઉપયોગ કરવા મળશે!

‘ટેકનોવર્લ્ડ’ના વાચક તરીકે હવે તમે જાણતા જ હશો કે ઓનલાઇન ડિઝાઇન ક્રિએશન માટેના અત્યંત પોપ્યુલર ‘કેનવા’ પ્લેટફોર્મ સામે એડોબ કંપનીએ લગભગ તેના જેવી જ એડોબ એક્સપ્રેસ સર્વિસ લોન્ચ કરી છે.

આપણે આ પ્લેટફોર્મની મદદથી વિઝિટિંગ કાર્ડ, બ્રોશર કે પોસ્ટરથી માંડીને વિવિધ પ્રકારનાં ઇન્વિટેશન, સોશિયલ મીડિયા ક્રિએટિવ્સ, શોર્ટ વીડિયો વગેરે ફટાફટ ડિઝાઇન કરી શકીએ છીએ.

એ માટે આપણને અનેક પ્રકારનાં, ઢગલાબંધ રેડીમેડ ટેમ્પલેટ તથા એલિમેન્ટ્સનો ઉપયોગ કરવા મળે છે. એડોબ એક્સપ્રેસના ફ્રી વર્ઝનમાં પણ ઘણું બધું ઉપલબ્ધ છે. આ બધી સગવડોનો લાભ લેવા માટે આપણને ડિઝાઇન ડેવલપમેન્ટનો કોઈ અનુભવ કે આવડત હોવી જરૂરી નથી. જ્યારે પ્રીમિયમ વર્ઝનમાં તેથી પણ વધુ લાભ મળે છે.

પ્રીમિયમ વર્ઝનની ફી સામાન્ય રીતે વાર્ષિક રૂ. ૪૦૦૦ જેટલી છે. પરંતુ એરટેલના સબસ્ક્રાઇબર્સને આ પ્રીમિયમ સર્વિસનો લાભ મફતમાં મળશે.  જો તમે એરટેલના મોબાઇલ સિમકાર્ડ, બ્રોડબેન્ડ કે ડીટીએચ સર્વિસનો લાભ લેતા હો તો તમને આ લાભ મળી શકશે. એ માટે ફક્ત ‘એરટેલ થેંક્સ’ એપમાં જઇને આપણે આ સર્વિસ એક્ટિવેટ કરી, એડોબમાં એક એકાઉન્ટ ઓપન કરવાનું રહેશે.

 એરટેલ સાથેના જોડાણ ઉપરાંત એડોબ કંપની ભારતના માર્કેટમાં પોતાની પક્કડ વધારવા માટે બીજા પણ ઘણા પ્રયાસ કરી રહી છે.

એ મુજબ કંપનીએ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય સાથે જોડાણ કર્યું છે. આ જોડાણ હેઠળ ભારતની વિવિધ સ્કૂલના બે કરોડ જેટલા વિદ્યાર્થીઓ અને પાંચ લાખ જેટલા શિક્ષકો સ્કૂલના કમ્પ્યૂટર્સમાં એડોબ એક્સપ્રેસ પ્રીમિયમ સર્વિસિસનો લાભ લઈ શકશે. 

yuzkuçk yuõMk«uMk «er{Þ{Lkk {wÏÞ ÷k¼

જનરેટિવ એઆઇ ફીચર્સ

પ્રીમિયમ વર્ઝનમાં આપણે એઆઇની મદદથી ડિઝાઇન ક્રિએશન કરી શકીશું. આ ફીચરનો એડોબની ‘ફાયરફ્લાય’ એઆઇ સર્વિસની મદદથી આપણને લાભ મળશે. તેને કારણે આપણે શાબ્દિક સૂચના આપીને નવીકસ્ટમ ઇમેજ ક્રિએટ કરી શકીશું કે વિવિધ પ્રકારની ઇફેક્ટ્સ તૈયાર કરી શકીશું.

એસેટ્સની ફુલ લાઇબ્રેરી

પ્રીમિયમ વર્ઝનમાં એડોબની એસેટ લાઇબ્રેરી ૩૦,૦૦૦થી વધુ ફોન્ટ્સ૩.૫ લાખ જેટલાં  રેડી ટેમ્પલેટ્સ૨૦ કરોડ જેટલી સ્ટોક ઇમેજિસવીડિયોમ્યુઝિક ટ્રેક વગેરેનો લાભ મળશે! ફ્રી વર્ઝનમાં આ બધું ઘણું મર્યાદિત પ્રમાણમાં મળતું હોય છેપ્રીમિયમ વર્ઝનમાં કંપનીનો વોટરમાર્ક પણ ઉમેરાય નહીં.

એક ક્લિકમાં ક્વિક એક્શન્સ

અગાઉના સમયમાંખુદ એડોબના ફોટોશોપ જેવા પ્રોગ્રામમાં કોઈ ઇમેજમાંથી બેકગ્રાઉન્ડ દૂર કરવું હોય તો લાંબી કસરત કરવી પડતી હતી. હવે કેનવા કે એડોબ એક્સપ્રેસના પ્રીમિયમ વર્ઝનમાં ઇમેજ-વીડિયોમાં એ કામ એક ક્લિકમાં થાય છે! તમે ઇમેજની સાઇઝ બદલવા જેવાં કામ પણ ફટાફટ કરી શકો.

બ્રાન્ડ કિટ જાળવવાની સુવિધા

સારા બ્રાન્ડિંગ માટેકંપનીના પોતાના બ્રાન્ડ રૂલ્સ હોવા બહુ જરૂરી છે. એક ચોક્કસ કલર સ્કીમએક સરખા ફોન્ટઅમુક ચોક્કસ પ્રકારના ડિઝાઇન એલિમેન્ટ્સનો ઉપયોગ વગેરેથી જ કંપની/બ્રાન્ડની આગવી ઓળખ ઊભી થાય. પ્રીમિયમ વર્ઝનમાં આવી બ્રાન્ડ કિટ બનાવીબધું તેમાં સેવ કરી શકાય છે.

સોશિયલ મીડિયા પ્લાનર

કેનવા કે એડોબ એક્સપ્રેસ પ્રીમિયમનો સૌથી વધુ ઉપયોગ જુદા જુદા સોશિયલ મીડિયા માટે અલગ અલગ પ્રકારની ડિઝાઇન કે મીડિયા તૈયાર કરવા માટે થાય છે. પ્રીમિયમ વર્ઝનમાં આવી ડિઝાઇન્સ તૈયાર કર્યા પછીતેના પ્લાનરનો ઉપયોગ કરીનેકઈ ડિઝાઇન ક્યારે પોસ્ટ થવી જોઈએ તેનું શિડ્યૂલિંગ કરી શકાય છે.

વધુ સ્ટોરેજ અને કોલાબોરેશન

હવે જમાનો કોલાબોરેશનનો છેએક જ પ્રોજેક્ટ પર દુનિયાના જુદા જુદા ખૂણે બેઠેલા લોકો પમ કામ કરે. પ્રીમિયમ વર્ઝનમાં વધુ સારી રીતે આવું ટીમ વર્ક થઈ શકે છે. બીજી બાજુફ્રી વર્ઝનમાં આપણી ડિઝાઇન્સમીડિયા વગેરે માટે ફક્ત ૫ જીબી સ્પેસ મળે છેજ્યારે પ્રીમિયમ વર્ઝનમાં પૂરા ૧૦૦ જીબી સ્પેસ મળે છે!