અંતરિક્ષથી પરત આવ્યા બાદ શુભાંશુને આ જગ્યાએ લઈ ગયું NASA, સાત દિવસ ત્યાં જ રહેવું પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shubhanshu Shukla Return: ભારતીય અંતરિક્ષયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન પર 18 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર સુરક્ષિત રીતે આવી ગયા છે. તેમનું સ્પેસક્રાફ્ટ ડ્રેગન પ્રશાંત મહાસાગરમાં કેલિફોર્નિયાના દરિયાકાંઠે સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. શુભાંશુને પૃથ્વીથી અંતરિક્ષમાં જઈને પરત ફરવામાં કુલ 20 દિવસ વીતી ગયા. તેમનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ ગયા સોમવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ ISS માંથી અનડોક થયું હતું. તેમના ચાર સાથીઓ સાથે શુભાંશુ એક ખાસ મિશન માટે અંતરિક્ષમાં ગયા હતા. આ દરમિયાન તેમણે 6 મિલિયન માઈલથી વધુ અંતર કાપીને તેમના સાથી અંતરિક્ષયાત્રીઓ સાથે કેટલાક વિશેષ પ્રયોગો પણ કર્યા. હવે શુભાંશુ પૃથ્વી પર પરત ફર્યા છે, તો ચાલો જાણીએ કે ઉતરાણ પછી તેઓ સૌથી પહેલા ક્યાં જશે.
આ પણ વાંચો : ટ્રેડિંગ માટે AI નો કર્યો ઉપયોગ : ચેટજીપીટી અને ગ્રોકની મદદથી દસ દિવસમાં પૈસા કર્યા ડબલ
પૃથ્વી પર આવ્યા પછી શુભાંશુ પહેલા ક્યાં જશે
સ્પેસએક્સ ડ્રેગન જ્યારે પાણી પર લેન્ડ થઈ જશે ત્યારે, સૌથી પહેલા તેને પાણીથી ધોવામાં આવશે. ધોયા બાદ યાનનો સાઇડ હેચ ખોલવામાં આવશે. આ સાથે દરેક અંતરિક્ષયાત્રી બહાર આવશે. આ એ જ જગ્યા છે, જ્યારે પૃથ્વી પરથી લોન્ચ કરતી વખતે અંતરિક્ષયાત્રીઓ જ્યાથી પ્રવેશ્યા હતા. એ પછી દરેક અંતરિક્ષયાત્રીને બહાર કાઢવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં 45 મિનિટથી 1 કલાકનો સમય લાગશે. ત્યાર બાદ ત્યાં રિકવરી જહાજ પર ડોકટરોની એક ટીમ પણ હાજર રહેશે. જ્યા તેમની સામાન્ય તપાસ કરીને બાકીની પ્રક્રિયા અને શરીરની વધુ તપાસ માટે તેમને સામાન્ય રીતે હેલિકોપ્ટર દ્વારા મેડિકલ સેન્ટર પર લઈ જવામાં આવે છે.
લેન્ડિંગ બાદ અંતરિક્ષયાત્રીઓ ક્યાં રહેશે
ચાર અંતરિક્ષયાત્રીઓને સાત દિવસ રિહેબિલિટેશન (પુનર્વસન)માં વિતાવવા પડી શકે છે. કારણ કે અંતરક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ હોય છે અને પૃથ્વી પર પરત આવ્યા પછી તેમને ભારનો અહેસાસ થાય છે, જે અંતરિક્ષમાં નથી હોતો. આ સ્થિતિમાં તેમને પૃથ્વીના વાતાવરણ પર અનુકૂળ થવું એક મોટો પડકાર હોય છે. અંતરિક્ષથી પાછા ફર્યા પછી અંતરિક્ષયાત્રીઓને તેમનું સામાન્ય જીવન જીવવું ખૂબ મુશ્કેલી બની રહે છે, કારણ કે તેમનું શરીર ગુરુત્વાકર્ષણને અનુકૂલિત થઈ શકતું નથી. પછી થોડા સમય વીતતાં તેઓ ધીમે ધીમે સામાન્ય જીવન જીવવાનું શરૂ કરે છે, અને પૃથ્વી પરના વાતાવરણ સાથે સેટ થાય છે.








