Get The App

લદ્દાખના સુપરફૂડ સાથે સ્પેસમાં શું કરી રહ્યું છે નાસા?, જાણો માહિતી…

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
લદ્દાખના સુપરફૂડ સાથે સ્પેસમાં શું કરી રહ્યું છે નાસા?, જાણો માહિતી… 1 - image


Ladakh SuperFood in Space: નાસા દ્વારા લદ્દાખના સુપરફૂડના બીજને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યાં છે. નાસા હવે ફૂડની સાથે એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યું છે. આ માટે પર્વતીય વિસ્તારમાં જોવા મળતી એક પ્રકારની બેરી સી-બકથોર્ન અને હિમાલયી કુટ્ટી(હિમાલયન બકવ્હીટ)ને પસંદ કરવામાં આવ્યાં છે. આ માટે લદ્દાખમાંથી આ બન્નેના બીજને સ્પેસમાં મોકલવામાં આવ્યાં છે. આ બન્ને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને એથી જ એને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી અમેરિકાની બાયોએસ્ટ્રોનોટિક્સ કંપની જેગ્યુઆર સ્પેસ દ્વારા આ ન્યુટ્રિશનથી ભરપૂર ફૂડ પર માઇક્રોગ્રેવિટીની શું અસર થાય છે એ ચેક કરવા માટે બીજને સ્પેસમાં મોકલવામાં આવ્યા છે.

11 દેશના બીજ મોકલવામાં આવ્યા સ્પેસમાં

નાસાના ક્રૂ-11 મિશન હેઠળ અગિયાર દેશના બીજને સ્પેસમાં મોકલવામાં આવ્યાં છે. સ્પેસ એગ્રીકલ્ચર અને ગ્લોબલ ફૂડ સિક્યુરિટી માટે આ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયોગને ઇમર્જિંગ સ્પેસ નેશન્સ 'સ્પેસ ફોર એગ્રીકલ્ચર એન્ડ એગ્રીકલ્ચર ફોર સ્પેસ' કહેવામાં આવી રહ્યું છે. આ બીજને સ્પેસમાં એક અઠવાડિયા સુધી રાખવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં એને ફરી પૃથ્વી પર મોકલી આપવામાં આવશે. બેંગલુરુમાં આવેલી સ્પેસ સ્ટાર્ટઅપ પ્રોટોપ્લેનેટ દ્વારા એને સોર્સ કરવામાં આવ્યા હતા. સ્પેસમાંથી પૃથ્વી પર આવતાં આ બીજ પર ભારતીય રિસર્ચર્સ દ્વારા સ્ટડી કરવામાં આવશે.

આ પણ વાંચો: xAI દ્વારા ગ્રોક ઇમેજિનને લોન્ચ કરવામાં આવ્યું છે, જાણો કેવી રીતે આ AI ની મદદથી વીડિયો અને ફોટો જનરેટ કરશો…

અંકુર ફૂટવા પહેલા શું અસર થાય છે એના પર થશે સ્ટડી

જેગ્યુઆર સ્પેસ દ્વારા આ બીજને સ્પેસમાં મોકલવામાં આવ્યાં છે. આ બીજના અંકુર ફૂટે એ પહેલાં એના પર સ્પેસના વાતાવરણની શું અસર થાય છે એ ચેક કરવા માટે સ્પેસમાં મોકલવામાં આવ્યા હતા. અંકુર ફૂટવા માટે મહત્ત્વના જનીન સક્રિયકરણ અને મેટાબોલિઝમ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે. આ રિસર્ચ પરથી ભવિષ્યમાં એગ્રીકલ્ચર પ્રોજેક્ટ માટેની શક્યતાઓમાં મદદ મળશે. લદ્દાખની સાથે મોલ્ડીવ્ઝ, અર્જેન્ટિના, બ્રાઝિલ, કોસ્ટા રિકા, ગુઆટેમાલા, નાઈજિરિયા, અર્મેનિયા, ઇજિપ્ત અને પાકિસ્તાનમાંથી પણ બીજને પસંદ કરવામાં આવ્યા હતા.

Tags :