xAI દ્વારા ગ્રોક ઇમેજિનને લોન્ચ કરવામાં આવ્યું છે, જાણો કેવી રીતે આ AI ની મદદથી વીડિયો અને ફોટો જનરેટ કરશો…
Grok Imagine Feature: xAI દ્વારા હાલમાં જ ઇમેજિન ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરનો સમાવેશ ગ્રોકમાં કરવામાં આવ્યો છે. આ ફીચરનો સમાવેશ એપ્લિકેશનમાં કરી શકાશે અને એ બહુ ઝડપથી ફોટો બનાવીને પણ આપી દેશે. X પર ઘણાં યુઝર્સ તેમના દ્વારા જનરેટ કરવામાં આવેલા અદ્ભુત ફોટો અને વીડિયોને શેર કરી રહ્યાં છે. એમનાં કેટલાક ફોટોને ઈલોન મસ્ક દ્વારા પણ શેર કરવામાં આવી રહ્યાં છે. ગ્રોક ઇમેજિન ફીચર હાલમાં આઈફોનના હેવી અને પ્રીમિયમ + સબસ્ક્રાઈબર માટે છે. તેમ જ એન્ડ્રોઇડ પર હેવી યુઝર્સ માટે પણ એ ફીચર છે.
ગ્રોક શું કરી શકે છે?
આ ફીચરમાં યુઝર શબ્દો દ્વારા ઇમેજ બનાવી શકે છે અને ફોટોમાંથી નાનકડો વીડિયો પણ બનાવી શકે છે. આ સાથે જ વીડિયોમાં અવાજનો પણ સમાવેશ કરી શકે છે. આથી ગ્રોક હવે વીડિયો ટૂલ તરીકે પણ કામ કરી રહ્યું છે. અન્ય AI ટૂલ જેવા કે જેમિની અને ચેટજીપીટીમાં યુઝર્સ શબ્દોની મદદથી પણ વીડિયો બનાવી શકે છે. ઈલોન મસ્કનું કહેવું છે કે ગ્રોક દ્વારા બનાવવામાં આવેલી ઇમેજ સોશિયલ મીડિયા પર શેર કરવાને લાયક એટલે કે અદ્ભુત હોય છે. તેમ જ ગ્રોકમાં રોજે-રોજ નવા-નવા સુધારા કરવામાં આવે છે અને થોડા-થોડા દિવસે એને અપડેટ કરવામાં આવે છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે અન્ય AI ટૂલ કરતાં ગ્રોક વધુ ઝડપથી ફોટો જનરેટ કરી શકે છે.
ગ્રોક 4ની રિલીઝ
ગ્રોક 4ને થોડા સમય પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. xAI નું આ વર્ઝન અત્યાર સુધીનું સૌથી ઇન્ટેલિજન્ટ મોડલ છે. અગાઉના મોડલમાં ગ્રોક અન્ય AI ની સરખામણીએ જોઈએ એવા ફોટોને જનરેટ નહોતું કરી શકતું. જોકે હવે ગ્રોકમાં પણ આ ફીચર ખૂબ જ સારી રીતે કામ કરે છે.
ગ્રોક ઇમેજિન માટે શું કરશો?
ગ્રોક ઇમેજિનને ગ્રોકની આઈફોન એપ્લિકેશનમાં અને એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં લોન્ચ કરવામાં આવી છે. આ માટે ફીચર લોન્ચ તો કરવામાં આવ્યું છે, પરંતુ એ બીટા વર્ઝનમાં છે. આથી વિશલિસ્ટમાં જોઈન થવું પડશે. તેમજ આ માટે યુઝર પાસે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે. ગ્રોક એપ્લિકેશન ઓપન કરતાં ઉપર Ask અને Imagin બે ઓપ્શન આપવામાં આવ્યાં છે. Imagin પસંદ કરતાં સીધું ફોટો ક્રિએટર કરવા માટેનું ઓપ્શન આવશે. તેમ જ મેઇન વિન્ડોમાં ટેક્સ્ટ લખવાની ઉપર પણ Create Image વિકલ્પ પસંદ કરી શકાય છે. આ કરતાંની સાથે ગ્રોક ઇમેજિન ફીચર શરૂ થઈ જશે.
ઇમેજ કેવી રીતે ક્રિએટ કરશો?
ઇમેજિન ફીચરમાં ગયા બાદ ત્યાં ટેક્સ્ટ લખવાની જગ્યાએ કમાન્ડ લખવો. યુઝર આ માટે વોઇસ મોડનો પણ ઉપયોગ કરી શકે છે. એ માટે સ્પીક બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ગ્રોક ઇમેજ જનરેટ કરશે અને યુઝર્સને કેટલાક વેરિએશન પણ આપશે. આ સમયે યુઝર ઓટોમેટિક જનરેટ ફીચર પર પણ ક્લિક કરી શકે છે જેથી વધુ ફોટો ક્રિએટ કરવામાં આવી શકે. ફોટો પસંદ આવ્યા બાદ એને ઓપન કરી શેર અથવા તો ડાઉનલોડ કરી શકાય છે. ઇમેજિનની મદદથી વીડિયો કેવી રીતે બનાવશો? ફોટોને પસંદ કરી ત્યાર બાદ મેક વીડિયો વિકલ્પને પસંદ કરવો. ત્યાર બાદ Custom, Spicy, Fun અને Normal વિકલ્પમાંથી કોઈ પણ એક પસંદ કરવાનો રહેશે. ત્યાર બાદ વીડિયો ઓટોમેટિક જનરેટ થશે અને એને એપ્લિકેશન પર જોઈ શકાશે.
ફોટોને વીડિયો કેવી રીતે બનાવશો?
આ માટે એપ્લિકેશનમાં નીચે ફોટોની બાજુમાં + સાઇન સાથે એક વિકલ્પ આપવામાં આવ્યો છે એને પસંદ કરવાનું રહેશે. ત્યાર બાદ મોબાઇલમાંથી ફોટોને પસંદ કરવાનો રહેશે. આટલું કરતાં જ ઓટોમેટિક વીડિયો જનરેટ થશે અને એ એપ્લિકેશન પર જોઈ શકાશે.