Get The App

નાસાના રોવરને મંગળ ગ્રહ પર મળ્યો એલિયન પથ્થર, જાણો વિગત…

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
નાસાના રોવરને મંગળ ગ્રહ પર મળ્યો એલિયન પથ્થર, જાણો વિગત… 1 - image


Nasa Rover Find Rock: નાસાના પર્સિવરન્સ રોવરને મંગળ ગ્રહ પર એક એલિયન પથ્થર મળ્યો છે. આ એક એવો પથ્થર છે જે સ્પેસમાં અન્ય જગ્યાએથી હોય એવું લાગી રહ્યું છે. ભાગ્યેજ જોવા મળતા આ પથ્થરને ફિપ્સાક્સલા નામ આપવામાં આવ્યું છે. આ પથ્થર જેઝેરો ક્રેટરથી આગળ વેર્નોકેન નામની જગ્યા પરથી મળ્યો છે. આ પથ્થર 80 cm પહોળો છે. આ પથ્થર જ્યાંથી મળ્યો એની આસપાસની જે ફ્લેટ જગ્યા છે એનાથી એ એકદમ અલગ છે. નાસાની ટીમ આ પથ્થરના કલર, આકાર અને એના ટેક્સ્ચરની પાછળ શોધ કરવા મંડી પડી છે.

ફિપ્સાક્સલાનું બંધારણ એલિયન ઓરિજિનનું હોય એવી માન્યતા

પર્સિવરન્સ રોવર દ્વારા એના સુપરકેમ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં લેસરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એની મદદથી પથ્થરના બંધારણને એનાલાઈઝ કરી શકાય છે. આ એનાલિસિસમાં ખૂબ જ વધુ પ્રમાણમાં લોખંડ અને નિકલ જોવા મળ્યું છે. આટલું પ્રમાણ મોટા ભાગે મેટાલિક ઉલ્કામાં જોવા મળે છે. આ પથ્થરમાં જોવા મળતું મેટલ ખૂબ જ મોટા એસ્ટ્રોઇડ્સના મધ્યમાં જોવા મળતું હોય છે. આ શોધ પરથી એ જાણવા મળે છે કે ફિપ્સાક્સલા મંગળ ગ્રહ પરનો પથ્થર નથી, પરંતુ એ સ્પેસમાં ટ્રાવેલ કરીને મંગળ ગ્રહ પર આવ્યો હોય એવા ચાન્સ વધુ છે.

ફિપ્સાક્સલા માટે વધુ રિસર્ચની જરૂર

નાસાના વિજ્ઞાનીઓનું માનવું છે કે ફિપ્સાક્સલા એલિયન પથ્થર છે, પરંતુ આ વિશે ખાતરી મેળવવા માટે એના પર વધુ રિસર્ચની જરૂર છે. જો એ એલિયન પથ્થર હોવાનું સાબિત થયું તો એ પર્સિવરન્સ રોવરની સૌથી મોટી સિદ્ધિ કહેવાશે. વિજ્ઞાનીઓ આ પથ્થરથી ખૂબ જ આશ્ચર્યમાં છે કારણ કે રોવર દ્વારા પહેલાં આ પ્રકારના પથ્થર આ જગ્યાએથી ક્યારેય નથી મળ્યા.

આ પણ વાંચો: અમેરિકામાં નવો ટ્રેન્ડ: ઠંડીથી બચવા ઘરને ગરમ રાખવા કરવામાં આવી રહ્યું છે ક્રિપ્ટો માઇનિંગ, ગરમી અને કમાણી બંને સાથે...

અગાઉ પણ મંગળ ગ્રહ પરથી મળ્યો હતો પથ્થર

અગાઉ મંગળ ગ્રહ પર જ્યારે મિશન કરવામાં આવ્યું હતું એ સમયે પણ લોખંડ અને નિકલનો પથ્થર મળી આવ્યો હતો. 2005માં ઓપર્ચ્યુનિટી રોવર દ્વારા હીટ શિલ્ડ રોકની શોધ કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્પિરિટ રોવર દ્વારા પણ અન્ય શોધ કરવામાં આવી હતી. આ શોધ પરથી મંગળ ગ્રહ પરના વાતાવરણને કારણે ઉલ્કા પર શું અસર થાય છે એ જાણી શકાયું હતું. એના દ્વારા વિજ્ઞાનીઓને સપાટીની પ્રક્રિયા, ધોવાણ અને રસાયણિક ફેરફાર વિશે પણ માહિતી મળે છે. પર્સિવરન્સ દ્વારા ફિપ્સાક્સલાની શોધ જેઝેરોના પ્રાચીન ભૂપ્રદેશના સંશોધનમાં એક નવો ઉમેરો કરે છે.

Tags :