અમેરિકામાં નવો ટ્રેન્ડ: ઠંડીથી બચવા ઘરને ગરમ રાખવા કરવામાં આવી રહ્યું છે ક્રિપ્ટો માઇનિંગ, ગરમી અને કમાણી બંને સાથે...

Home Warm With Bitcoin Mining: અમેરિકામાં હાલમાં એક ગજબનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં શિયાળાની શરુઆત થઈ હોવાથી હવે ઘરને ગરમ રાખવા માટે કેટલાક વ્યક્તિ બિટકોઇન માઇનિંગ દ્વારા પોતાના ઘરને ગરમ રાખી રહ્યા છે. આ સમયે દરેક વ્યક્તિ ઘરને ગરમ રાખવા માટે હીટિંગ ઓઇલ, નેચરલ ગેસ અને ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે. જોકે એવા પણ ઘણાં વ્યક્તિ છે જેઓ ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ કરી રહ્યા છે અને એના દ્વારા ઘરને ગરમ રાખી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સીની માઇનિંગમાં ઘણી ગરમી ઉત્પન્ન થાય છે અને એનો બગાડ થતો હોય છે. જોકે આ વ્યક્તિઓ હવે ઘરને ગરમ રાખવાની સાથે પૈસાની કમાણી પણ કરી રહ્યા છે.
ગરમીનો થઈ રહ્યો છે બગાડ
ડિજિટલ એસેટ્સ બ્રોકરેજ K33 દ્વારા બિટકોઇન માઇનિંગ ઇન્ડસ્ટ્રી વર્ષે 100 ટેરાવોટ-અવર્સ ગરમી ઉત્પન્ન કરે છે. સંપૂર્ણ ફિનલૅન્ડને ગરમ રાખવા માટે આ ગરમી પૂરતી છે. જોકે આ ગરમીનો બગાડ થતો હોય છે. એ ગરમીનો આજ સુધી કોઈ ઉપયોગ કરવામાં આવતો નહોતો. જોકે હવે કેટલાક માથાભારે એન્ટ્રપ્રેન્યોર દ્વારા તેમના ઘરને ગરમ રાખવા માટે બિટકોઇન માઇનિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ક્રિપ્ટો હીટર્સને મળી રહ્યું છે પ્રાધાન્ય
એન્ટ્રપ્રેન્યોર દ્વારા હવે બિટકોઇન માઇનિંગની સાથે ગરમી તરીકે હીટર્સને લોન્ચ કરવામાં આવ્યા છે. એને હીટટ્રાયો નામ આપવામાં આવ્યું છે. એની કિંમત અંદાજે 900 અમેરિકન ડૉલર છે. તે હીટર તરીકે પણ કામ કરે છે અને બિટકોઇન માઇનિંગ તરીકે પણ કામ કરે છે. કેટલાક લોકો તેમના ઘરે પહેલેથી ક્રિપ્ટોકરન્સી માઇનિંગ મશીન છે એના દ્વારા ઘરને ગરમ રાખી રહ્યા છે. કેટલાક લોકો હવે એ મશીન ખરીદી રહ્યા છે.
પૈસાનો બચાવ
હીટર માટે જે ઈલેક્ટ્રિસિટી જોઈએ છે એ આ મશીન ઉપયોગ કરે છે અને એના દ્વારા જેટલા બિટકોઇન માઇન થાય એના પૈસા પણ મળે છે. બિટકોઇન કેટલા જનરેટ થાય એ મશીનની સ્પીડ પર નિર્ભર છે. જોકે આ મશીન નોર્મલ હીટર માટેની એનર્જીનો ઉપયોગ કરે છે. આજ એનર્જીમાં ગરમીની સાથે બિટકોઇન પણ માઇન થાય છે. આથી યુઝરને બેવડો ફાયદો આ મશીન દ્વારા થઈ રહ્યો છે. જોકે ઘણી જગ્યાએ ઈલેક્ટ્રિસિટીના રેટ કેટલા છે એના પર પણ નિર્ભર રહે છે.
ક્રિપ્ટો માઇનિંગમાં છે ઘણી શક્યતા
ઘણા ટૅક્નોલૉજીના એક્સપર્ટનું માનવું છે કે ક્રિપ્ટો માઇનિંગ અથવા તો AI ડેટા સેન્ટર દ્વારા જે ગરમી ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ ઘરને ગરમ કરવા માટે ખૂબ જ સારી રીતે કરી શકાય છે. આથી જે જગ્યાએ ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થતી હોય એ ડેટા સેન્ટર હવે આ ગરમી પકડી એને અન્ય રીતે ઉપયોગ કરી શકે છે. આ દ્વારા પણ હવે કમાણી કરી શકાય છે.
બિટકોઇન માઇનિંગમાં ઘણી ચેલેન્જ છુપાયેલી છે
બિટકોઇન માઇનિંગ દ્વારા ઘરને ગરમ કરવું થિયરીમાં સારું લાગી રહ્યું છે. તેમ જ એમાં ઘણી શક્યતા પણ છુપાયેલી છે. જોકે એ છતાં યુનિવર્સિટી ઑફ રોચેસ્ટર સાયમન સ્કૂલ ઑફ બિઝનેસના પ્રોફેસર ડેરેક મોહર કહે છે, ‘બિટકોઇન માઇનિંગને હવે ખૂબ જ સ્પેશ્યલાઇઝ કરી દેવામાં આવ્યું છે. આ માટે હવે ઘરમાં રહેલું કમ્પ્યુટર અથવા તો હોમ નેટવર્ક કામ નથી આવતા. એના દ્વારા માઇનિંગ કરવાના ઝીરો ચાન્સ રહે છે. આથી આ માટે સ્પેશ્યલ મશીન ખરીદવું આવશ્યક બને છે. દસ વર્ષ પહેલાં ઘરના કમ્પ્યુટર દ્વારા એ શક્ય હતું, પરંતુ આજે નહીં.’
આ પણ વાંચો: જેમિની દ્વારા યુઝરની જાસૂસી કરવાનો ગૂગલ પર આરોપ, જાણો શું છે…
કેટલીક કંપનીઓ પણ કરી રહી છે ઉપયોગ
ક્રિપ્ટો દ્વારા જે ગરમી ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ ચેલિસ અને ઈડાહોમાં આવેલી કેડ પીટરસનની કંપની સોફ્ટવોર્મ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા માઇન અને હીટ મશીન બનાવવામાં આવી છે. આથી ઘણી કંપનીઓ 2500 ગેલન વોટર ટેન્કને ગરમ કરવા માટે બિટકોઇન માઇનિંગ પ્રોસેસનો ઉપયોગ કરી રહી છે. એના દ્વારા ટેન્ક પણ ગરમ થાય છે અને બિટકોઇન પણ માઇન થાય છે.

