Get The App

ચીન અને અમેરિકા વચ્ચે ચંદ્ર પર 'કબજો' કરવાની હોડ! ન્યુક્લિયર રિએક્ટર લઈ જશે NASA

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
ચીન અને અમેરિકા વચ્ચે ચંદ્ર પર 'કબજો' કરવાની હોડ! ન્યુક્લિયર રિએક્ટર લઈ જશે NASA 1 - image
AI Image

Nasa Nuclear Reactor: નાસા હવે 2030 સુધીમાં ચંદ્ર પર ન્યુક્લિયર રિએક્ટર બનાવીને રહેશે. આ પ્રોજેક્ટને નાસાના એડમિનિસ્ટ્રેટર સીન ડફી દ્વારા લીડ કરવામાં આવશે. 100 કિલોવોટ ન્યુક્લિયર ફિશન રિએક્ટરની મદદથી વીજળી મેળવવામાં આવશે. લાંબા સમયના ચંદ્રના મિશન માટે આ રિએક્ટર ખૂબ જ મદદરૂપ બની શકશે. સૂર્યની ગરમી જ્યારે ઓછી હોય ત્યારે અંતરિક્ષયાત્રી અને રિસર્ચ સ્ટેશનને એનર્જીની ખૂબ જ તકલીફ પડે છે. આથી આ રિએક્ટર તેમના માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે.

ચંદ્રના સાઉથ પોલમાં રાખવામાં આવશે રિએક્ટર

આ ન્યુક્લિયર રિએક્ટરને ચંદ્રના સાઉથ પોલમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ એનર્જીની મદદથી લાંબા સમયના ચંદ્રના મિશન માટે ઘણી મદદ મળશે. ચંદ્રના આ ભાગમાં પાણી, ઓક્સિજન અને અન્ય મહત્ત્વની બાબતો હોઈ શકે છે. સીન ડફી આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. નાસાના અગાઉના તમામ લીડર કરતાં સીન ડફી આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્ત્વ આપી રહ્યા છે. તેમણે પાવર સિસ્ટમમાં વધારો કરવાની સાથે ટાઇમલાઇનને પણ બદલી નાખી છે.

ચંદ્રના મિશન માટે જરૂરી છે ન્યુક્લિયર પાવર

ચંદ્રના મિશન માટે ન્યુક્લિયર પાવર ખૂબ જ જરૂરી છે. ચંદ્ર પર એક રાત એટલે પૃથ્વીના 14 દિવસ હોય છે. આટલા દિવસ સુધી સૌર પેનલ પર નિર્ભર રહી શકાતું નથી. આથી ચંદ્ર પર મિશન કરવું હોય તો એનર્જી જરૂરી છે અને એથી જ ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે. 100-kW રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી વીજળી ચંદ્ર પર હેબિટાટ, માઇનિંગ ટૂલ, સાયન્ટિફિક લેબ્સ અને રોવર્સને ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. ન્યુક્લિયર એનર્જી વગર ચંદ્ર પર મિશન શક્ય નથી કારણ કે ત્યાં મનુષ્ય સતત રહી શકે એ શક્ય નથી.

ચીન અને અમેરિકા વચ્ચે ચંદ્ર પર 'કબજો' કરવાની હોડ! ન્યુક્લિયર રિએક્ટર લઈ જશે NASA 2 - image
AI Image

ન્યુક્લિયર મટીરિયલને સ્પેસમાં લઈ જવામાં પડી શકે મુશ્કેલી

નાસા દ્વારા ચંદ્ર પર ન્યુક્લિયર રિએક્ટર 'કિલોપાવર' પ્રોજેક્ટની તૈયારી શરુ કરવામાં આવી છે. આ માટે 2018માં એક નાની ન્યુક્લિયર સિસ્ટમને પણ ટેસ્ટ કરવામાં આવી હતી. હાલની ડિઝાઇન એકદમ કોમ્પેક્ટ અને વજનમાં હલકી છે. એમાં ખૂબ જ હાઇ ક્વોલિટીનું યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવશે. તેમ જ હીટ-ટુ-ઇલેક્ટ્રિક કન્વર્ટર દ્વારા એમાંથી વીજળી જનરેટ કરવામાં આવશે. જોકે નાસા માટે સૌથી મોટી ચેલેન્જ ન્યુક્લિયર મટીરિયલને ત્યાં લઈ જવાની છે. ખૂબ જ વજન ધરાવતાં મશીન માટે રોકેટ પણ મોટું જોઈએ. આ માટે ન્યુક્લિયર મટીરિયલ લોન્ચ કરવા માટેની પરવાનગી અને બજેટ જેવી ઘણી બાબતો મહત્ત્વની છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બજેટમાં કાપ મૂકવામાં આવ્યો હોવાથી આગામી પાંચ વર્ષમાં આ મિશન પૂરું કરવામાં આવશે કે કેમ એ સવાલ છે.

આ પણ વાંચો: લદ્દાખના સુપરફૂડ સાથે સ્પેસમાં શું કરી રહ્યું છે નાસા?, જાણો માહિતી…

ચીન પણ પાછળ નથી

ચીન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ખૂબ જ નાનું, પરંતુ એકદમ પાવરફૂલ રિએક્ટર બનાવ્યું છે. નાસા દ્વારા જે ડિઝાઇન કરવામાં આવી છે એના કરતાં આ નાનું હોવા છતાં ખૂબ જ પાવરફૂલ હશે. અમેરિકા એને ચેલેન્જ તરીકે જોઈ રહી છે. ચીન દ્વારા સ્પેસમાં ખૂબ જ મોટાપાયે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આથી સીન ડફી અને તેમની ટીમ પર ખૂબ જ પ્રેશર આવી રહ્યું છે.

Tags :