Get The App

NISARની નજરે પૃથ્વી: ખેતીનો પાક, જંગલ અને વેટલેન્ડ્સની પહેલી ડિટેઇલ ઇમેજ મોકલી...

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
NISARની નજરે પૃથ્વી: ખેતીનો પાક, જંગલ અને વેટલેન્ડ્સની પહેલી ડિટેઇલ ઇમેજ મોકલી... 1 - image


First Image of NISAR: નાસા અને ઇસરો દ્વારા પૃથ્વીની પહેલી રડાર ઇમેજને જાહેર કરવામાં આવી છે. તેમણે 30 જુલાઈએ નાસા-ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) સેટેલાઇટને લોન્ચ કરી હતી. એમાં એડવાન્સ L-બેન્ડ અને S-બેન્ડ રડાર સિસ્ટમ છે. આ ઇમેજ ઓગસ્ટમાં લેવામાં આવી છે. એમાં ખૂબ જ અદ્ભુત ડિટેઇલ જોવા મળી રહી છે. ઘાટ જંગલોથી લઈને વેટલેન્ડ્સ અને એગ્રિકલ્ચરની પેટર્નથી લઈને અર્બન એરિયા પણ જોવા મળી રહ્યાં છે.

NISAR એક યુનિક રડાર સિસ્ટમ

NISAR એક યુનિક રડાર સિસ્ટમ છે. આ પહેલી એવી સિસ્ટમ છે જેમાં L-બેન્ડ અને S-બેન્ડ બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એનાથી પૃથ્વી પર ધ્યાન રાખવામાં આવે છે. તેમ જ એનાથી ખૂબ જ હાઈ-રિઝોલ્યુશન ફોટો ક્લિક કરી શકાય છે. નાસાનું L-બેન્ડ ઘાટ જંગલને ઉપરથી દેખરેખ રાખી શકે છે, જમીનમાં મોઇસ્ચરને માપી શકે છે, જમીનની નાનામાં નાની હલનચલનને જાણી શકે છે. બરફનું એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થવું કે પછી લેન્ડસ્લાઇડ થવું, દરેક વસ્તુ આ રડાર પરથી જાણવા મળી જાય છે. ઇસરોની S-બેન્ડ રડાર સિસ્ટમ ખૂબ જ સેન્સિટિવ છે. એ પાક અને વનસ્પતિમાં થતા નાના-નાના બદલાવને જોઈ શકે છે. આ બન્ને સિસ્ટમની મદદથી NISAR દ્વારા નેચરલ અને માનવસર્જિત બદલાવ પણ ઓળખી શકાશે.

NISARની પહેલી ઇમેજ

NISARની L-બેન્ડ રડાર દ્વારા મેને માઉન્ટ ડિઝર્ટ્સ આઇલેન્ડની ઇમેજ 21 ઓગસ્ટે લેવામાં આવી હતી. એમાં જંગલો, પાણી અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોઈ શકાય છે. આ ઇમેજમાં ક્યા પાક છે, ક્યાં ઘાસ છે, ક્યાં કુદરતી ઝાડ અને છોડ છે, એ બધું જોઈ શકાય છે. એનાથી દેખાઈ આવે છે કે NISARની રડારની ક્ષમતાને કેવી રીતે મોનિટર કરી ઉપયોગમાં લઈ શકાશે. NISARના હાઈ-રિઝોલ્યુશન ડેટાની મદદથી પૃથ્વીની ઇકોસિસ્ટમ અને એગ્રિકલ્ચરની પ્રોડક્ટિવિટીનું એનાલિસિસ કરી શકાશે. વિજ્ઞાનીઓ હવે જંગલોનો નાશ થઈ રહ્યો છે એના પર અને વેટલેન્ડ ઓછી થઈ રહી છે એના પર પણ ધ્યાન આપી રહ્યાં છે. પાક પહેલાં કરતાં કેવો થશે એના પર પણ ખૂબ જ ચોક્કસ રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: લાખો બેંક ટ્રાન્સફર ડેટા લીક: 38થી વધુ બેંકોના ટ્રાન્ઝેક્શનના ડેટા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ

કુદરતી આફત વિશે પહેલેથી થશે જાણ

NISAR દ્વારા કુદરતી આફતો વિશે પણ પહેલેથી જાણ કરવામાં આવશે. ધરતીકંપ, લેન્ડસ્લાઇડ અને પૂર જેવી પરિસ્થિતિ વિશે આ સિસ્ટમ પહેલેથી જાણ કરશે. એનાથી સરકાર અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને લોકોને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બચાવવા માટે પૂરતો સમય મળી રહેશે. આ મિશન છેલ્લા ઘણાં વર્ષોથી નાસા અને ઇસરો વચ્ચે થઈ રહેલા જોઈન્ટ ડેવલપમેન્ટ અને કો-ઓર્ડિનેશન દેખાડે છે. નવેમ્બરમાં આ સિસ્ટમની મદદથી સાયન્સ ઓપરેશન શરૂ કરવામાં આવશે. આ માટે NISAR સતત પૃથ્વીના ફોટા પાડી સેન્ડ કરતું રહેશે. આ દ્વારા એનું એનાલિસિસ કરીને પૃથ્વીની સિસ્ટમને વધુ સારી રીતે સમજી શકાશે.

Tags :