Get The App

50 વર્ષ પછી માનવ ચંદ્રભ્રમણ માટે તૈયાર: નાસાનું ઐતિહાસિક મિશન આર્ટેમિસ 2 વિશે જાણો...

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
50 વર્ષ પછી માનવ ચંદ્રભ્રમણ માટે તૈયાર: નાસાનું ઐતિહાસિક મિશન આર્ટેમિસ 2 વિશે જાણો... 1 - image
AI Image

Humans to Orbit Moon After 50 Years: નાસા દ્વારા લગભગ 50 વર્ષ બાદ મનુષ્યને ચંદ્રની ફરતે ભ્રમણ કરવા માટે મોકલવામાં આવશે. 1972 બાદ પહેલી વાર નાસા દ્વારા અંતરિક્ષ યાત્રીને પૃથ્વીની લો-ઓરબિટની બહાર મોકલવામાં આવશે. આ માટે ચાર અંતરિક્ષ યાત્રીને પસંદ કરવામાં આવ્યા છે જેઓ 2026ની 5 ફેબ્રુઆરીએ આ મિશન માટે નિકળશે. સ્પેસ એજન્સી અને મનુષ્ય બન્ને માટે આ ખૂબ જ મોટી વાત છે.

દસ દિવસનું હશે આ મિશન

આર્ટેમિસ 2 મિશનમાં રીડ વાઇસમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિન કોચ અને જેરેમી હેન્સેન દસ દિવસના મિશન માટે જશે. તેઓ ચંદ્રની ફરતે ભ્રમણ કરશે. 1972ના ડિસેમ્બરમાં એપોલો 17 દ્વારા છેલ્લી વાર મનુષ્ય લો-ઓરબિટની બહાર ગયા હતા. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં જશે. આ મિશનનું સ્પેસ લોન્ચ સિસ્ટમ રોકેટ પહેલેથી તૈયાર છે અને ફ્લાઇટ માટે તૈયાર હોવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

મિશનની છેલ્લી ઘડીની તૈયારી પર કામ

ઓરિયન સ્પેસક્રાફ્ટ દ્વારા અંતરિક્ષ યાત્રીને સ્પેસમાં લઈ જવામાં આવશે. આ મિશન માટે છેલ્લી ઘડીની તૈયારીઓ પર કામ ચાલી રહ્યું છે. રોકેટના અપર સ્ટેજ પર એને ફિટ કરવામાં આવશે. આ રોકેટને કેનેડી સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવશે અને આવતાં વર્ષની શરૂઆતમાં તમામ સિસ્ટમને ત્યાં મોકલી આપવામાં આવશે. અહીં ગ્રાઉન્ડ સિસ્ટમ સાથે એને કનેક્ટ કરવામાં આવશે અને ત્યાર બાદ વેટ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે. આ ટેસ્ટમાં બન્ને રોકેટ સ્ટેજીસને લિક્વિડ હાઇડ્રોજન અને ઓક્સિજન ભરીને ટેસ્ટ કરવામાં આવશે.

દર મહિનામાં લોન્ચ માટેની વિન્ડો તૈયાર રાખવામાં આવી છે

પૃથ્વી અને ચંદ્રની ઓરબિટ અને મિશનના મહત્ત્વને ધ્યાનમાં રાખીને દર મહિનામાં મિશનને લોન્ચ કરવા માટેની વિન્ડો તૈયાર રાખવામાં આવી છે. અત્યારે ફેબ્રુઆરીને પસંદ કરવામાં આવ્યો છે. આ મહિનાની વિન્ડો 5 તારીકે શરૂ થાય છે અને સાંજે એને લોન્ચ કરવામાં આવશે. SLS રોકેટના અપર સ્ટેજમાંથી ઓરિયનને સ્પેસમાં ત્રણ કલાક સમય પસાર કર્યા બાદ એને અલગ કરવામાં આવશે. આ સ્પેસક્રાફ્ટ પૃથ્વીની ઓરબિટમાં 24 કલાક સમય પસાર કરશે. આ દરમ્યાન એમાં વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે.

50 વર્ષ પછી માનવ ચંદ્રભ્રમણ માટે તૈયાર: નાસાનું ઐતિહાસિક મિશન આર્ટેમિસ 2 વિશે જાણો... 2 - image
AI Image

રીએન્ટ્રી માટે હીટ શીલ્ડ ટેસ્ટ

આ મિશનમાં ઓરિયન ચંદ્રની આસપાસ 5000થી 14484 કિલોમીટરની મુસાફરી કરશે ત્યાર બાદ તે ફરી પૃથ્વી પર આવશે. દસ દિવસ પછી તે પૃથ્વી પર આવવાની તૈયારી શરૂ કરશે. પૃથ્વી પર જ્યારે આવશે ત્યારે એના પર ગ્રેવિટીને કારણે ખૂબ જ ઘર્ષણ લાગશે અને એથી તેની હીટ શીલ્ડની ટેસ્ટ ખૂબ જ મહત્ત્વની છે. 2022માં આર્ટેમિસ 1ની ટેસ્ટ ફ્લાઇટ નિષ્ફળ રહી હતી. આથી બીજી ટેસ્ટ ખૂબ જ મહત્ત્વની છે.

આ પણ વાંચો: AI ચિપને 65 ટકા વધુ સારી રીતે ઠંડી રાખવાનો રસ્તો શોધી કાઢ્યો માઇક્રોસોફ્ટે, જાણો કેવી રીતે…

આર્ટેમિસ 3 મિશન માટે આર્ટેમિસ 2 ખૂબ જ મહત્ત્વનું

આર્ટેમિસ 2ની એન્ટ્રી ફ્લાઇટ ડિરેક્ટર રિક હેન્ફ્લિંગને મિશનમાં ખૂબ જ ભરોસો છે. તેઓ કહે છે, ‘આર્ટેમિસ 2 પર અમને ખૂબ જ ભરોસો છે કારણ કે છેલ્લા થોડા વર્ષમાં અમે તેના પર ઘણાં ટેસ્ટ કર્યાં છે.’

Tags :