Get The App

મહિલા અંતરિક્ષ યાત્રી માટે ખાસ ડ્રેસ તૈયાર કરી રહ્યું છે નાસા, જાણો કેમ…

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News


Nasa Female Astronauts Clothes: વર્ષોથી સ્પેસ એક્સપ્લોરેશનના મિશન માટે પુરુષ અંતરિક્ષ યાત્રીને ધ્યાનમાં રાખીને એને ડિઝાઇન કરવામાં આવતું હતું. સ્પેસસૂટ, સ્પેસક્રાફ્ટ સિસ્ટમ અને હેલ્થ પ્રોટોકોલ દરેક વસ્તુ પુરુષને ધ્યાનમાં રાખીને કરવામાં આવતાં હતા. મહિલાઓ માટેની જે જરૂરિયાતો છે એને એમાં અવગણવામાં આવતી હતી. હવે ઘણી મહિલાઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મિશન માટે જોડાઈ રહી છે. આથી નાસા દ્વારા તેમના માટે ખાસ ડ્રેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેથી તેમને ભવિષ્યના ચંદ્ર અને મંગળ ગ્રહના મિશન માટે સુવિધાજનક રહે. મહિલાઓ માટેની સૌથી મહત્વની વાત એવી મેનસ્ટ્રુઅલ કેરને અવગણવામાં આવતી હતી.

સ્પેસમાં મેનસ્ટ્રુઅલ હેલ્થ કેર કેમ મહત્વની છે?

માઇક્રોગ્રેવિટીને કારણે શરીરમાં બદલાવ આવે છે. ઓર્બિટમાં સર્ક્યુલેશન, શરીરમાં પ્રવાહીનુ વહન, હાડકાની ડેન્સિટી અને ઇમ્યુન સિસ્ટમ દરેકમાં બદલાવ આવે છે. આથી પૃથ્વી પર મેનસ્ટ્રુએશન કરતાં સ્પેસમાં એ એકદમ અલગ હોય છે. આ એક બાયોલોજિકલ છે એથી એમાં બદલાવ હોય એ સ્વાભાવિક છે. મહિલાઓ જ્યારે લાંબા ગાળાના મિશન માટે જતા હોય ત્યારે તેમના પાસે પેડ્સ અને ટેમ્પોન્સને સાચવવું મુશ્કેલ બને છે. એને સ્પેસમાં ડિસ્પોઝ પણ નથી કરી શકાતું. આથી લાંબા ગાળાના મિશન દરમ્યાન મહિલાઓ અન્ય મિશન પર નિર્ભર રહીને પોતાની હેલ્થની કાળજી રાખી શકે એના કરતાં તેમના માટે એવા ગિયર તૈયાર કરવા જેના કારણે મહિલાઓ પોતે જ પોતાના સ્વાસ્થ્યની કાળજી સ્પેસમાં રાખી શકે એ જરૂરી છે.

નાસા કરી રહ્યું છે રિસર્ચ અને ઇનોવેશન

નાસા આ માટે ગિયર તૈયાર કરી રહી છે. પેડ્સ અને ટેમ્પોન્સની જગ્યાએ હવે મેનસ્ટ્રુઅલ કપ્સ પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એક કપ માટે ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. એની સામે ટ્રેડિશનલ પ્રોડક્ટ એટલે કે પેડ્સ અને ટેમ્પોન્સ ખૂબ જ જગ્યા રોકે છે. તેમ જ એને સાચવવા અને ઉપયોગ કરેલા નકામી પ્રોડક્ટનો પણ નિકાલ કરવામાં તકલીફ પડે છે. આ માટે સિલિકોન કપ્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અંતરિક્ષમાં એની ડ્યુરેબિલિટી પણ વધુ છે અને એને લઈ જવાનું અને સાચવવાની પણ એટલી મુશ્કેલ નથી. જોકે એમ છતાં માઇક્રોગ્રેવિટીમાં એને સાફ કરી શકાય કે નહીં અને એનો ફરી ઉપયોગ કરી શકાય કે નહીં એને ટેસ્ટ કરવામાં આવશે. જો આ ટેસ્ટમાં સફળતા મળી તો મહિલા અંતરિક્ષ યાત્રી માટે આ મેનસ્ટ્રુઅલ કપ મહત્વના સાબિત થશે. એના કારણે તેમને કમ્ફર્ટ પણ મળશે અને તેઓ પૃથ્વી પરથી આવતી સપ્લાય પર મહિનાઓ અને વર્ષો સુધી નિર્ભર રહેવા વગર સ્પેસમાં કામ કરી શકશે.

આ પણ વાંચો: એમેઝોનનું જંગલ ધીમે-ધીમે થઈ રહ્યું છે ગરમ, જાણો કેમ આ છે ખતરાની ઘંટી…

ભવિષ્યના મિશન પર અસર

ચંદ્ર અને મંગળ ગ્રહના મિશન લાંબા સમય માટે હોય છે અને એ માટે હેલ્થને લગતી તમામ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલા અંતરિક્ષ યાત્રીઓની હેલ્થમાં હવે મેનસ્ટ્રુઅલને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ માટે હવે તમામ સ્પેસ ગિયર એટલે કે ડ્રેસ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી પુરુષ હોય કે મહિલા તેઓ મુક્તપણે અને સુરક્ષિત રીતે કામ કરી શકે.

Tags :