| AI Image |
Outlook Outage in Space: NASAના મૂન મિશનમાં એક મુશ્કેલી આવી ગઈ છે. Artemis 2માં હાલમાં માઇક્રોસોફ્ટ આઉટલુકની ખામી જોવા મળી રહી છે. તેમને ‘લોગ-ઇન’ કરવામાં તકલીફ પડી રહી છે. Artemis 2 મિશન છેલ્લા 50 વર્ષમાં ચંદ્ર પર માનવ યાત્રા કરતું પહેલું મિશન છે, જે ખૂબ જ મોટું અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. NASA એ આ મિશન માટે અબજો ડોલર ખર્ચ્યા છે અને ચાર એસ્ટ્રોનોટ્સ આ યાત્રા પર ગયા છે. Artemis 2નું 1 એપ્રિલે સફળ લોન્ચ થયું અને ક્રૂએ ચંદ્રની આસપાસ 10 દિવસની મુસાફરી શરૂ કરી છે.
આ મિશન લોન્ચ તો સફળ થયું હતું, પરંતુ ત્યાર બાદ એક સમસ્યા આવી છે. તેમની સ્પેસશિપમાં કોઈ ખામી નથી આવી રહી. એસ્ટ્રોનોટ્સને મુશ્કેલી ત્યારે આવી જ્યારે તેઓ Microsoftનું ઈમેઇલ પ્લેટફોર્મ Outlook ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
લો અર્થ ઓરબિટમાં પ્રવેશ કર્યા પછી થોડા કલાકોમાં જ Artemis 2ના કમાન્ડર Reid Wisemanએ જાણકારી આપી કે શટલના પર્સનલ કમ્પ્યુટિંગ ડિવાઇસ (PCDs) પર Outlook કામ કરી રહ્યું નહોતું. Reid Wiseman જે ડિવાઇસ ઉપયોગ કરી રહ્યા હતા તે Microsoft Surface Pro હોવાનું કહેવામાં આવે છે. એસ્ટ્રોનોટે Houstonમાં આવેલા મિશન કંટ્રોલ પાસેથી રિમોટ સહાયતા માગી હતી.

સ્પેસમાં Microsoft Outlook થયું બંધ
સ્પેસમાં Microsoft Outlook બંધ થતાં Reid Wisemanએ કહ્યું કે ‘મારી પાસે બે Microsoft Outlook છે અને બંને કામ નથી કરી રહ્યા. જો તમે રિમોટથી Optimus અને આ બે Outlook ચેક કરી શકો તો બહુ સારું રહેશે.’
આ ઘટનાથી એવું લાગી રહ્યું છે કે સ્પેસમાં હોવા છતાં પણ મનુષ્ય ટેકનિકલ સમસ્યાઓથી બચી શકતા નથી. NASAએ Reid Wisemanના ડિવાઇસને રિમોટ રીતે ઍક્સેસ કરીને સમસ્યાનું સમાધાન કર્યું હતું. આ વિશે મિશન કંટ્રોલે કહ્યું કે ‘અમે Optimus માટે સમસ્યા ઠીક કરી છે અને Outlook પણ એક્સેસ કરી શક્યા છીએ. તે offline બતાવશે, જે એક સામાન્ય વાત છે.’

Outlookની સમસ્યા પર ઇન્ટરનેટ પર મજાક
સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈને મીમ્સ બનાવવામાં પાછળ નથી રહ્યા કારણ કે લગભગ દરેકે Outlook જેવી કોઈને કોઈ એપ્લિકેશન જરૂરી સમયે બંધ પડી જાય તેવી સમસ્યા અનુભવી છે. એક યુઝરે Netflixના ‘Space Force’ શોમાંથી એક ક્લિપ શેર કરી, જેમાં મિશન કંટ્રોલના કમ્પ્યુટર્સ આપમેળે Windows અપડેટ શરૂ કરે છે અને મિશનમાં ખલેલ પડે છે. આથી એક યુઝરે લખ્યું કે ‘Microsoftના પ્રોડક્ટ્સ એટલા ખરાબ છે કે તેમણે આ સીનને હકીકતમાં કરી બતાવ્યો.’ બીજા એક યુઝરે કહ્યું કે NASAએ આવા મહત્વપૂર્ણ મિશનમાં Outlook પર આધાર રાખવો ન જોઈએ. આથી કટાક્ષ કરતાં કહ્યું કે ‘સ્પેસમાં Outlook વાપરવું બહુ અજીબ છે. સ્પેસસૂટ પહેરેલા કબૂતરો વધુ વિશ્વસનીય રહેશે.’

મિશનમાં અન્ય સમસ્યાઓ પણ આવી
Artemis 2 મિશને અન્ય કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કર્યો. NASAના પ્રવક્તા Gary Jordanએ જણાવ્યું કે ટેકઓફ પછી શટલના ટોયલેટનો ફેન જામ થઈ ગયો હતો. ગ્રાઉન્ડ ટીમે સૂચનાઓ આપી અને તેને ઠીક કરવામાં આવ્યો. આ દરમિયાન બેકઅપ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ હતી. લોન્ચ પહેલાં પણ મિશનમાં હાઇડ્રોજન અને હિલિયમ લીક તેમજ હીટ શીલ્ડમાં ખામી જેવી ટેકનિકલ સમસ્યાઓ આવી હતી. 3 એપ્રિલે ક્રૂએ સફળતાપૂર્વક translunar injection burn પૂર્ણ કર્યું, જેના દ્વારા Orion સ્પેસક્રાફ્ટ પૃથ્વીની ગ્રેવિટીમાંથી બહાર આવીને ચંદ્ર તરફ આગળ વધ્યું છે.
ક્રૂના સભ્યો કોણ છે?
આ મિશનમાં કમાન્ડર Reid Wiseman, પાઇલટ Victor Glover અને મિશન સ્પેશિયાલિસ્ટ Christina Koch અને Jeremy Hansen સામેલ છે. આ મિશન ભવિષ્યમાં ચંદ્ર પર લેન્ડિંગ માટે મહત્વપૂર્ણ રિહર્સલ તરીકે કામ કરે છે.


