Get The App

PM મોદીએ લોન્ચ કર્યું ભારતનું પ્રથમ પ્રાયવેટ કોમર્શિયલ રોકેટ, જાણો કેમ ગેમચેન્જર સાબિત થઈ શકે છે 'વિક્રમ-1'

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
PM મોદીએ લોન્ચ કર્યું ભારતનું પ્રથમ પ્રાયવેટ કોમર્શિયલ રોકેટ, જાણો કેમ ગેમચેન્જર સાબિત થઈ શકે છે 'વિક્રમ-1' 1 - image


Modi launch Vikram-1 Rocket: પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં જ વિક્રમ-1 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં હવે પ્રાયવેટ સ્પેસ સેક્ટર શરુ થઈ રહ્યું છે. ભારતને સ્પેસ સેક્ટરમાં આગળ પહોંચાડવા માટે સરકાર ખૂબ જ કોશિશ કરી રહી છે. નરેન્દ્ર મોદી દ્વારા સ્કાયરૂટ એરોસ્પેસનું ઇન્ફિનિટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિક્રમ-1 એક પ્રાયવેટ ઓર્બિટ રોકેટ છે. એના દ્વારા ભારત હવે સ્પેસમાં ખૂબ જ ઝડપથી આગળ વધશે. આ પ્રાયવેટ સેક્ટરનો ઉપયોગ હવે ઇસરો અને દેશના અન્ય સ્પેસ એજન્સીઓ પણ કરી શકશે.

શું આ ઇન્ફિનિટી કેમ્પસ?

ઇન્ફિનિટી કેમ્પસને બે લાખ સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યું છે. એમાં દર મહિને એક રોકેટને લોન્ચ કરવાની ક્ષમતા છે. આ કેમ્પસમાં ડિઝાઇનની સાથે રોકેટ બનાવવાની અને એને લોન્ચ કરવાની સાથે જ એને ટેસ્ટ પણ કરશે. વિક્રમ-1 રોકેટ અર્થની લો ઓર્બિટમાં જવા માટે સક્ષમ છે. આ રોકેટ 500 કિલોગ્રામ સુધીનું વજન લઈ જઈ શકે છે.

વિક્રમ-1 કેમ ગેમ ચેન્જર બની શકે છે?

વિક્રમ-1ની કાર્બન કોમ્પોઝિટ બોડી છે. તેના ચોથા સ્ટેજમાં 3D પ્રિન્ટેડ લિક્વિડ એન્જિનનો ઉપયોગ થાય છે. એના કારણે તે જૂની ડિઝાઇન કરતાં એકદમ હલકું છે. સ્કાયરૂટ આ દ્વારા લોન્ચને ખૂબ જ ઝડપી અને ફ્લેક્સિબલ બનાવવા માગે છે. આ ડિઝાઇન દ્વારા તેમણે ઇનોવેશન કર્યું હોવાથી એ ગેમ ચેન્જર બની શકે છે.

શું કહ્યું નરેન્દ્ર મોદીએ?

આ વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘છેલ્લા કેટલાક વર્ષમાં ભારતનો એવિએશન સેક્ટરમાં ખૂબ જ અદ્ભુત વિકાસ થયો છે. દુનિયામાં આજે ભારત ખૂબ જ ઝડપથી વિકાસ કરતું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ છે. દુનિયાભરમાં ડોમેસ્ટિક માર્કેટમાં ભારત આજે ત્રીજા ક્રમે છે. ભારતના લોકોની મહત્ત્વકાંક્ષા ખરેખર આકાશ સ્પર્શી રહી છે.’

આ પણ વાંચો: ચેટજીપીટીની નવી અપડેટ: રિયલ ટાઇમ મેપ અને ટ્રાન્સક્રિપ્ટ સાથે નવું વોઇસ ફીચર

નાના સેટેલાઇટ્સ માટે મહત્ત્વનું

વિક્રમ-1નો ઉપયોગ નાના સેટેલાઇટ્સને ખૂબ જ ઝડપથી લોન્ચ કરવા માટે કરી શકાય છે. ઇસરોના SSLV અને રોકેટ લેબના ઈલેક્ટ્રોનની જેમ આ રોકેટ પણ ખૂબ જ ઝડપથી દિશા બદલી શકે છે. આ રોકેટ દ્વારા ઓછા સમયમાં ઓછા ખર્ચે મહત્ત્વનું કામ કરી શકાય છે. આથી ભારતમાં જ નહીં, પરંતુ આખી દુનિયાભરમાં આ રોકેટ ઇન્ડિયન સ્પેસ ટૅક્નોલૉજીને આગળ લાવી રહ્યું છે.

Tags :