Get The App

ચેટજીપીટીની નવી અપડેટ: રિયલ ટાઇમ મેપ અને ટ્રાન્સક્રિપ્ટ સાથે નવું વોઇસ ફીચર

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
ચેટજીપીટીની નવી અપડેટ: રિયલ ટાઇમ મેપ અને ટ્રાન્સક્રિપ્ટ સાથે નવું વોઇસ ફીચર 1 - image


ChatGPT New Voice Feature: ચેટજીપીટીની નવી અપડેટમાં વોઇસ મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ પણ હવે યુનિફાઇડ ઇન્ટરફેસમાં એટલે કે ટેક્સ્ટ મોડ અને વોઇસ મોડ એક જ ઇન્ટરફેસમાં ઉપયોગ કરી શકાશે. નવી અપડેટમાં યુઝર વાત કરવાની સાથે વાંચી અને રિયલ ટાઇમ વિઝ્યુઅલ જેવા કે મેપનો પણ ઉપયોગ કરી શકાશે. બે અલગ-અલગ મોડનો ઉપયોગ કરવાની જગ્યાએ યુઝર હવે એક જ સમયે કોઈ પણ ચેટમાં શબ્દ અથવા તો અવાજ વડે વાત કરી શકશે. એના જવાબમાં યુઝર્સને શબ્દ, ઓડિયો અથવા તો વિઝ્યુઅલના રૂપમાં જવાબ મળશે.

ફીચરમાં સુધારા અને યુઝર કન્ટ્રોલ

ચેટજીપીટીમાં નવું વોઇસ ફીચર આવ્યું છે જેમાં ઘણાં અપગ્રેડ કરવામાં આવ્યાં છે. યુઝર હાલમાં જ્યારે વાત કરે છે ત્યારે એના રિઝલ્ટમાં મેપ પણ દેખાડે છે. આ પહેલાંના વોઇસ ફીચરમાં જોવા નહોતું મળતું. યુઝર હાલમાં જે વાતચીત કરે છે એને ફુલ ટ્રાન્સક્રિપ્ટ પણ કરી શકાય છે. આ પહેલાં નહોતું, પરંતુ હવે કરી શકાય છે. આથી હવે સ્ક્રોલ બેક કરવું અને ડિટેઇલને એક વાર ફરી ચેક કરવું સરળ બન્યું છે. યુઝર હવે વાંચવું કે પછી સાંભળવું એને પોતાની રીતે પસંદ કરી શકે છે. જો યુઝર્સને ફક્ત ઓડિયો મોડ જ જોઈતું હોય તો OpenAI દ્વારા યુઝર માટે એપ સેટિંગ્સમાં એ બદલવા માટેનો વિકલ્પ પણ આપ્યો છે. આથી યુઝરના હાથમાં કન્ટ્રોલ આપ્યો છે.

આ પણ વાંચો: વોટ્સએપમાંથી કોપાયલટને કાઢી નાખશે માઇક્રોસોફ્ટ, જાણો કેમ…

ક્યારે રિલીઝ કરવામાં આવશે આ ફીચર?

આ નવી અપડેટને ચેટજીપીટી દ્વારા રિલીઝ કરી દેવામાં આવી છે. મોબાઇલમાં જ્યારે એપને અપડેટ કરતાં આ મોડ ઓટોમેટિક આવી જશે. તેમ જ વેબસાઇટ પર પણ એ ફીચર આવી ગયું છે. એક વાર અપડેટ થઈ ગયા બાદ ચેટમાં જ ટેક્સ્ટની બાજુમાં જ વોઇસનું બટન પણ આવી ગયું છે. આથી મોડ ચેન્જ કરવાની જરૂર નહીં પડે. જોકે યુઝરે આ નવી અપડેટનો ઉપયોગ નહીં કરવું હોય તો જૂના મોડનો પણ ઉપયોગ કરી શકે છે.

Tags :