ચીન બાદ 6Gને લઈને મોદી સરકારનું મોટું આયોજન, 5G કરતાં સો ઘણી ઝડપથી ચાલશે ઇન્ટરનેટ
Government Approve 6G Project: ચીનમાં 6G શરુ કરવામાં આવ્યું છે, પરંતુ દુનિયાના અન્ય દેશો એ સેવા પ્રત્યે ખાસ રસ દર્શાવતા નથી, કારણ કે તે માટે ભારે ખર્ચ કરવો પડે. જોકે, મોદી સરકારે ભારત 6G વિઝન માટે તૈયારી શરુ કરી દીધી છે. 5G બાદ ભારત હવે ખૂબ જ ઝડપથી 6G ટૅક્નોલૉજી પર કામ કરશે. ભારતમાં હવે વોડાફોન-આઇડિયા દ્વારા પણ 5G સેવા શરુ કરી દેવામાં આવી છે. એટલે કે મોટા ભાગની ટેલિકોમ કંપનીઓ હવે 5G સેવા પૂરી પાડી રહી છે. ધીમે-ધીમે તેઓ તેનું કવરેજ વધારશે અને સાથે-સાથે 6G પર પણ કામ શરુ કરશે.ચીનમાં 6G શરુ કરવામાં આવ્યું છે, પરંતુ દુનિયાના અન્ય દેશો એ સેવા પ્રત્યે ખાસ રસ દર્શાવતા નથી, કારણ કે તે માટે ભારે ખર્ચ કરવો પડે. જોકે, મોદી સરકારે ભારત 6G વિઝન માટે તૈયારી શરુ કરી દીધી છે. 5G બાદ ભારત હવે ખૂબ જ ઝડપથી 6G ટૅક્નોલૉજી પર કામ કરશે. ભારતમાં હવે વોડાફોન-આઇડિયા દ્વારા પણ 5G સેવા શરુ કરી દેવામાં આવી છે. એટલે કે મોટા ભાગની ટેલિકોમ કંપનીઓ હવે 5G સેવા પૂરી પાડી રહી છે. ધીમે-ધીમે તેઓ તેનું કવરેજ વધારશે અને સાથે-સાથે 6G પર પણ કામ શરુ કરશે.
6G માટે પેટન્ટ ફાઇલ
5G બાદ ભારત હવે ખૂબ ઝડપથી 6G તરફ વધવાની તૈયારી કરી રહ્યું છે. મિનિસ્ટર ઑફ સ્ટેટ ફોર કોમ્યુનિકેશન, ચંદ્રશેખર પેમ્માસાની, 6G 2025 કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું હતું કે 111થી વધુ રિસર્ચ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ 300 કરોડ રૂપિયાનું ફંડ ફાળવી દેવામાં આવ્યું છે. ભારત દ્વારા 6G માટે પેટન્ટ પણ ફાઇલ કરવામાં આવી છે, અને ભારત દુનિયાના ટોચના 6 દેશમાં સામેલ થયું છે, જેમણે 6G પેટન્ટ નોંધાવ્યા છે.
ભારતમાં 6Gની સ્પીડ કેટલી હશે?
ચંદ્રશેખર પેમ્માસાનીના જણાવ્યા અનુસાર, ભારતમાં 6G ટૅક્નોલૉજીની ફ્રીક્વન્સી ટેરાહર્ટ્ઝ પર કામ કરશે, જે એક સેકન્ડમાં એક ટેરાબાઇટ સુધીની સ્પીડ પહોંચાડી શકે. એનો અર્થ એ છે કે ભારતમાં 6Gની સ્પીડ 5G કરતાં સો ઘણી વધારે હશે, જેની અસરથી લોકોની અનેક કામગીરી મિનિટથી સેકન્ડમાં થઈ જશે. મોટી-મોટી ફાઇલ ડાઉનલોડ અને અપલોડ થવામાં ફક્ત થોડી જ સેકન્ડ્સ લાગશે. સ્ટ્રીમિંગ, ગેમિંગ અને વીડિયો કોલ માટે યુઝર્સ આ સેવા ખૂબ જ અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકશે.
આ પણ વાંચો: એપલ તેના અમેરિકન યુઝર્સને ચૂકવશે ૮૨૦ કરોડ રૂપિયા, જાણો કેવી રીતે મેળવશો આ રકમ…
દુનિયાભરના લીડર બનવાની તૈયારી
ભારત હાલમાં 6G માટે તૈયારી કરી રહ્યું છે. ચંદ્રશેખર પેમ્માસાનીના જણાવ્યા મુજબ, ‘ભારતના વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સ હાલમાં 6G ટૅક્નોલૉજી પર કામ કરી રહ્યા છે, અને ભારત હવે દુનિયાભરમાં નેતૃત્વ કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. આપણી પાસે 6Gના રિસર્ચ અને ઇનોવેશન માટે પૂરતો સમય છે, જેના દ્વારા હાલની ઉદ્યોગ વ્યવસ્થાની સાથે નવી ઉદ્યોગ વ્યવસ્થાઓ પણ વિકાસ કરશે.’
6G ટૅક્નોલૉજીના કારણે 2035 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા એક ટ્રિલિયન અમેરિકન ડૉલરથી વધુ વધવાની શક્યતા છે. સામાન્ય જનતા માટે 6G સેવા ક્યારે ઉપલબ્ધ થશે, તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.